‘શોલે’ના ગબબર સિંહને કેમ થઇ હતી ‘આવી’ સજા? જાણો યુપી પોલીસે શું ખુલાસો કરીને લોકોને આપી હતી ચેતવણી

ફિલ્મ શોલે બધી જ વાતો સિવાય ગબબર સિંહના દમદાર પાત્રના કારણે પણ યાદ કરવામાં આવે છે. પોતાનો ખોફ પેદા કરનારો અવાજ અને ક્રૂર ચહેરાથી દર્શકોના દિલમાં બીક પેદા કરનાર ગબ્બર જ આ ફિલ્મનો અસલી હીરો ગણાય છે. ગબ્બર સિંહની બીક એટલી વધુ હતી કે આ ફિલ્મના રિલીઝ પછી ગલી ગલી ગબ્બર સિંહના ડાયલોગ ગુંજતા હતા. માતાઓ પોતાનાં નાના બાળકોને ગબ્બરની બીક બતાવીને સુવડાવતી હતી.

image soucre

અને હવે યુપી પોલીસે પણ ફિલ્મ શોલેનો જ એક વિડીયો શેર કરીને લોકોમાં એક ખાસ વાત પ્રત્યે બીક પેદા કરવાની કોશિશ કરી છે અને એ જ કારણથી ગબ્બર સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. આ વીડિયો શેર કરીને યુપી પોલીસે આ ખુલાસો પણ કર્યો હતો કે ગબ્બર સિંહને સજા કેમ મળી હતી?

image soucre

યુપી પોલીસ દ્વારા શેર કરેલા ગબ્બર સિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયો યુપી પોલીસે એમ જ નહોતો શેર કર્યો પણ એક ખાસ કારણસર શેર કર્યો હતો. એ માટે યુપી પોલીસના સામાન્ય લોકોએ જ નહીં પણ એકટર અનુપમ ખેરે પણ વખાણ કર્યા હતા.

યુપી પોલીસે કોરોના સંક્રમણના રિસ્ક પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો જતો. એ માટે યુપી પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટમાંથી ફિલ્મ શોલેનો એક વિડીયો શેર કર્યો હતો અને એ જણાવવાની કોશિશ કરી હતી કે આખરે ગબ્બર સિંહને કઈ વાતની સજા મળી હતી. એ દ્વારા લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવાની કોશિશ કરી હતી.

image soucre

શોલેનો જે સીન યુપી પોલીસે શેર કર્યો હતો, એ એ જ સીન છે જેમાં ગબ્બર સિંહ થુકે છે અને ઠાકુર ઘોડા પર એનો પીછો લરે છે અને એનું ગળું દબાવી દે છે. આ સીનમાં થોડો ફેરફાર કરીને વિડીયો શેર કર્યો હતો અને વિડીયોન કેપ્સનમાં લખ્યું હતું કે ગબ્બરને મળી કઈ વાતની સજા?‘

આ વીડિયોમાં જેવો ઠાકુર ગબ્બરને પકડીને એનું ગળું દબાવે છે, તરત જ એક મેસેજ આવતો હતો “સાર્વજનિક સ્થાન પર થુકવાથી કોવિડ 19ના સંક્રમણનું જોખમ વધી શકે છે. એ એક દંડનીય અપરાધ છે. સાર્વજનિક સ્થાન પર ન થુકો”

image soucre

બોલીવુડની ફેમસ ફિલ્મ શોલે અને એમાંય એના લોકપ્રિય પાત્ર ગબ્બરના વિડીયોનો ઉપયોગ કરીને કોરોના પ્રત્યે લોકોને જાગૃત કરવાની યુપી પોલીસની આ કામગીરીના ખૂબ જ વખાણ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ