આ રીતે જીન્સના પેન્ટની થઇ હતી શરૂઆત, સાથે જાણો કેવી રીતે પડ્યું જીન્સ નામ, પણ શું તમે જાણો છો જીન્સના પેન્ટમાં કેમ હોય છે નાનકડું ખિસ્સુ?

આ રીતે શરૂ થઈ હતી જીન્સ પેન્ટની શરૂઆત

image socure

ડેનિમ એટલે કે જીન્સ દ્વારા બનેલા ટ્રાઉઝર્સ ભારતમાં ડુંગાના હોડીઓ ચલાવનારાઓ પહેરતા હતા જેઓ ડુંગરીઝના નામથી પણ ઓળખાય છે. જ્યારે ફ્રાન્સમાં ગેનોઈઝ નેવીના વર્કર આ જીન્સ પહેરતા હતા કારણ કે જીન્સ તેમનો યુનિફોર્મ હતો. પ્રથમ જીન્સ પણ બ્લુ રંગની જ બનાવવામાં આવી હતી અને તેને બ્લુ રંગ કરવા પાછળનું કારણ એ હતું કે તે મજૂર અને મહેનત કરતા લોકો પહેરતા હતા અને તેમના કપડાઓ જલ્દી ગંદા અને ખરાબ થઈ જતા એટલે તેમના માટે બ્લુ રંગની જીન્સ બનાવવામાં આવી. વળી, જીન્સને બ્લુ રંગ કરવા માટે ઈન્ડિગો ડાઈનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ રીતે ફેશનનો ભાગ બની જીન્સ

image source

16 મી શતાબ્દીમાં જીન્સનું ચલણ વધવા લાગ્યું. જ્યારે 1850 સુધીમાં તો જીન્સ પ્રખ્યાત બની ગઈ. ત્યારબાદ 1950 માં જેમ્સ ડિનએ એક હોલીવુડ ફિલ્મ ” રેબલ વિધાઉટ અ કોઝ ” બનાવી જેમાં પ્રથમ વખત જીન્સને એક ફેશન તરીકે રજૂ કરવામાં આવી હતી. આ પહેલા જીન્સ અલગ અલગ કામ કરતા મજૂરો અને કોલસાની ખાણમાં કામ કરતા મજૂરો જ પહેરતા હતા. જ્યારે આ ” રેબલ વિધાઉટ અ કોઝ ” ફિલ્મ લોકોએ જોઈ તો અમેરિકામાં યુવાનોને જીન્સ બહુ પસંદ પડી અને ત્યાંથી જીન્સ ફેશનનો ભાગ બની ગઈ.

જીન્સ પર પ્રતિબંધ પણ રહ્યો

image soucre

તમને જાણીને નવાઈ લાગશે પણ અમેરિકામાં એક સમયે સ્કૂલો, રેસ્ટોરન્ટ અને થિયેટરમાં જીન્સ પહેરીને જવા પર પ્રતિબંધ મુકવામાં અઆવ્યો હતો. પરંતુ લોકોમાં જીન્સની એટલી લોકપ્રિયતા હતી કે 1970 માં તેને ફેશન તરીકે સ્વીકાર કરી લેવામાં આવી હતી.

આ રીતે પડ્યું જીન્સ નામ

image source

અસલમાં 19 મી સદીમાં ફ્રાન્સના શહેર NIMES માં તેની શોધ થઈ હતી. જ્યારે જે કપડામાંથી જીન્સ બનાવવામાં આવી તેને ફ્રેંચમાં Serge કહે છે અને તેના કારણે તેનું નામ Serge de Nimes પડી ગયું. પરંતુ લોકોએ તેનું ટૂંકું નામ Denims જ રાખી લીધું.

જીન્સની ચેન પર YKK નું રહસ્ય

image soucre

જો તમે જીન્સ પેન્ટ પહેરો છો તો તમે એક વાત નોટિસ કરી હશે કે મોટાભાગની જીન્સ પેન્ટના ચેનમાં YKK લખેલું હોય છે. જેનો અર્થ Yoshida Kogyo Kabushikikaisha એમ છે. આ તે કંપનીનું નામ છે જે મોટાભાગે જીન્સ બનાવતી કંપનીઓ માટે જીન્સની ચેન બનાવે છે અને તેના કારણે જ તેની ચેનમાં YKK લખેલું હોય છે.

આ માટે હોય છે જીન્સમાં નાનું ખિસ્સું

image soucre

સામાન્ય રીતે તમે જોયું હશે કે જીન્સની પેન્ટમાં ચાર મોટા ખીસ્સાની સાથે જમણી તરફ એક નાનું ખિસ્સું પણ હોય છે જેમાં ઘણા ખરા લોકો સિક્કા રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાનું ખિસ્સું શા માટે બનાવવામાં આવે છે ? ન જાણતા હોય તો માહિતી આપીએ કે આ ખિસ્સું અસલમાં કાંડા ઘડિયાળ મુકવા માટે હોય છે પરંતુ હાલ તેનો ઉપયોગ અનેક નાની ચીજ વસ્તુઓ રાખવા માટે કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ