1 જુલાઇથી આ તમામ વસ્તુઓ થઇ રહી છે મોંધી, ખોરવાઇ જશે મહિનાનું બજેટ, જાણો અને કરો પ્લાન

આગામી મહિને એટલે કે 1 જૂલાઇથી ઑનલાઇન ટ્રાન્જેક્શન અને હોમ લોનથી જોડાયેલા નવા નિયમ લાગૂ થશે. આ નવા નિયમો અને બદલાવ પછી દેશના કરોડો ગ્રાહકોની જિંદગી પર તેની અસર થશે. 1 જુલાઇની તારીખ પોતાના કેલેન્ડરમાં માર્ક કરી લેજો, કારણ કે 1 જુલાઇથી તમારી જિંદગીમાં કેટલાંય મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે. જે તમને અસર કરી શકે છે. તો આવો આપને જણાવીએ કે 1 જુલાઇથી શું-શું બદલાઇ જશે.

ઑનલાઇન ટ્રાન્જેક્શનમાં બદલાવ:

image source

જો તમે ઑનલાઇન ટ્રાન્જેક્શન કરો છો તો 1 જુલાઇથી તમને મોટી રાહત મળશે. વાસ્તવમાં રિઝર્વ બેંકે સામાન્ય જનતાને આરામ આપતા RTGS અને NEFT ની લેવડદેવડ પર લગાવવામાં આવેલા શુલ્કને દૂર કરી દેવામાં આવ્યો છે. જેનો મતલબ એમ થાય છે કે, હવે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ ( RTGS) અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) ની મદદથી ટ્રાન્જેક્શન કરવાવાળા લોકોને કોઇ પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ નહી આપવો પડે. આ સિયાવ RBIએ RTGSની મદદથી રૂપિયા મોકલવાનો સમય વધારી 6 વાગ્યા સુધીનો કરી દીધો છે.

1. SBIના ASTMથી પૈસા નીકાળવા પડશે મોંઘા

image source

SBIના ગ્રાહકોએ ચાર વખત કરતા વધુ વખત બેંકમાંથી પૈસા ઉપાડવા માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જેમાં બેંકના એટીએમ પણ સામેલ છે. ચાર વખત પૈસા ઉપાડ્યા પછી તમારે દરેક ટ્રાન્ઝેકશન પર 15 રૂપિયા અને જીએસટી ફી ચૂકવવી પડશે. બધા નવા સર્વિસ ચાર્જ 1 જુલાઈ, 2021થી એસબીઆઈ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતેદારો પર લાગૂ થશે.

2. SBIની ચેકબુક થઇ મોંઘી

image source

SBI BSBD ખાતેદારો પાસેથી 10 ચેકબુક પર કોઇ ચાર્જ લાગશે નહીં. 10 બાદ 40 રૂપિયા પ્લસ જીએશટી ચાર્જ કરાશે. તો 25 ચેકવાળી ચેકબુક પર 75 રૂપિયા ચાર્જ કરાશે. ઇમરજન્સી ચેકબુક પર 50 રૂપિયા અને જીએસટી ચાર્જ આપવો પડશે. જો કે વરિષ્ઠ નાગરિકોને ચેકબુક પર નવા સર્વિસ ટેક્સથી છૂટ અપાશે. બેન્ક BSBD ખાતેદારો દ્વારા ઘર અને પોતાની કે અન્ય બેન્ક બ્રાન્ચમાંથી પૈસા નીકાળવા પર ટેક્સ લાગશે નહીં.

3. LPG સિલિન્ડરના ભાવ બદલાશે

image source

1 જુલાઇથી LPG સિલિન્ડરના ભાવ રિવાઇસ થાય છે. ઓઇલ કંપનીઓએ જૂન મહિનામાં કિંમતોમાં વધારો કર્યો નથી. પરંતુ ક્રૂડ ઓઇલના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેના પરથી આશંકા છે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

4.TDS, TCS વધુ કપાશે!

image source

ઇનકમ ટેક્સ રીટર્ન ભરતા નથી તેમના પર જેઓ 1 જુલાઇથી ટીડીએસ, ટીસીએસ વધુ વસૂલવાની તૈયારી છે. આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે કે છેલ્લા બે વર્ષથી જેમણે આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ નથી કરાવ્યું તેમની સામે હવે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ તે કરદાતાઓને લાગુ પડશે જેમનું વાર્ષિક ટીડીએસ રૂ.50,000 અથવા વધુ છે.

5. સિન્ડિકેટ બેન્કનો IFSC કોડ

image source

સિન્ડિકેટ બેન્કનો IFSC કોડ 1 જુલાઇથી બદલાઇ જશે. સિન્ડિકેટ બેન્કના ખાતેદારોને નવો IFSC કોડ મળશે કારણ કે બેન્કનું કેનેરા બેન્કમાં મર્જર થઇ ગયું છે. કેનેરા બેન્કે નવું IFSC કોડસનું લિસ્ટ રજૂ કરી દીધું છે. 1 જુલાઇથી જૂની ચેકબુકની જગ્યાએ નવી સિન્ડિકેટ બેન્કના કસ્ટમરને ઇશ્યુ કરાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong