આ શહેરમાં કોઈ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ના રહે એ માટે શરૂ કરાયું અનોખુ ભોજનાલય, માત્ર 15 રૂપિયમાં મળશે ફુલ થાળી

રાજ્યની માંડવી નગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ગરીબ અને મજૂરોને ધ્યાનમાં રાખીને અહીં એક વિશેષ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટમાં તમને ઘર જેવું પોષ્ટિક ભોજન ફક્ત 15 રૂપિયામાં મળશે.

image source

આ યોજનાનું નામ ‘અટલ થાળી યોજના’ રાખવામાં આવયું છે. જેમાં લોકોને દરરોજ દાળ – ભાત અને વિવિધ શાક આપવામાં આવશે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ રેસ્ટોરન્ટ રજા સિવાયના દિવસોમાં દરરોજ ખુલુ રહેશે. તેમા બપોરે 12 થી 2 વાગ્યાની વચ્ચે ભોજન મળશે. જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે તેનું અનાવરણ કર્યુ છે.

તમામ પ્રકારની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી

આમ તો એક વ્યક્તિ જે ભોજન લે છે તેની કિંમત 15 રૂપિયાથી વધુ થાય છે. આ સિવાય બાકીનો ખર્ચ સેવાભાવી લોકો અને નગરપાલિકા ઉઠાવશે. ભોજન વિતરણ સ્થળ પર જરૂરી ઈન્ફ્રાસ્ટક્ચર, મકાન, રસોડું, પેન્ટ્રી રૂમ, સ્ટેન્ડિંગ રૂમ જેવી સુવિધા લોકોને ભાડા વગર મળે તે માટે માંડવી પાલિકા દ્વારા કોન્ટ્રાકટ એજન્સીને આપી દેવામાં આવ્યો છે.

image source

એક અધિકારીએ જણાવ્યું કે ફૂડ ડિલિવરી સાઇટ પર લાઇટ, પંખો અને બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ યોજનામાં થતાં ખર્ચમાં લાભાર્થીએ 15 રૂપિયા ચુકવવાના રહેશે. આ ભોજનાલય જે સ્થળ પર શરૂ કરવામાં આવ્યું છે તેનું સરનામુ છે, નાના કુંભારવાડ, ધી માંડવી નાગરિક સહકારી બેંકની પાછળ, વોર્ડ નં-3, માંડવી.

જરૂરિયાતમંદ લોકોની ખોરાકની સમસ્યા હલ થશે

માંડવી નગરપાલિકા વતી કહેવામાં આવ્યું છે કે, ગરીબોને ઓછા ભાવે પોષક ખોરાક મળી શકે છે, કોઈ ગરીબને ભૂખ્યું ન રહેવું પડે, ભૂખ્યા ન સૂવે, આ વાતને ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરન્ટ શરૂ કરાઈ છે. આનાથી ગરીબ, કામદારો અને જરૂરિયાતમંદ લોકોની ખોરાકની સમસ્યા હલ થશે.

મહારાષ્ટ્રમાં પણ શરૂ કરવામાં આવ્યું છે ‘શિવ ભોજન’

image source

તમને જણાવી દઈએ કે જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ મળીને સરકાર બનાવી ત્યારે તેમની કેબિનેટે ‘શિવ ભોજન’ કાર્યક્રમ શરૂ કરવાની મંજૂરી આપી હતી. જેમાં રાજ્યના ગરીબ લોકોને તમામ જિલ્લાઓમાં એક નિશ્ચિત કેન્દ્ર પર માત્ર 10 રૂપિયામાં ભોજન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ ‘શિવ ભોજન’ યોજના હેઠળ રાજ્ય સરકાર પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે 6.4 કરોડ રૂપિયા ખર્ચ કરશે, જે ત્રણ મહિના સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે દરેક કેન્ટિનમાં 500 થાળી તૈયાર કરાશે. ‘શિવ ભોજન’ માં મળતા ભોજનની વાત કરીએ તો તેની થાળીમાં બે રોટલી, એક શાક, ભાત અને દાળ હશે. આ કેન્ટિન બપોરે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખુલુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ