શું છે ફૈટી લીવરની બિમારી, જાણો તેના કારણ, લક્ષણ અને બચાવની રીતો વિશે…

ફૈટી લીવરને એ બિમારી છે જેના અંતર્ગત લીવરની કોશિકાઓમાં વધુ માત્રામાં ફેટ જમા થઈ જાય છે.

લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે અને સ્વસ્થ જીવન માટે તેનું સારી રીતે કામ કરવું ખૂબ જરૂરી હોય છે. આજકાલ લોકો પોતાની ઝડપી જીવનશૈલીમાં ખાનપાનનું વિશેષ ધ્યાન નથી રાખી શકતા અને એવામાં લોકોની ફૈટી લીવરની બિમારીથી પિડીત થવાની સંભાવના સૌથી વધારે હોય છે. લીવરમાં વસા અધિક માત્રામાં જમા થવા શરૂઆતમાં ભલે વધુ નુકસાનકારક ન લાગતા હોય પરંતુ લાંબા સમય સુધી આવી સ્થિતિ રહેવા પર મામલો ગંભીર થઈ જાય છે. એટલે જો શરૂઆતનાં દિવસોમાં આ બિમારીઓ પર ધ્યાન ન આપવામાં આવે તો બાદમાં આ લોકોની ચિંતાનું સૌથી મોટું કારણ બની જાય છે. આ જ બિમારીઓમાંથી એક છે ફૈટી લીવર.

શું છે ફૈટી લીવરની બિમારી? ફૈટી લીવર એ બિમારી છે જેની અંતર્ગત લીવરની કોશિકાઓમાં વધારે માત્રામાં ફૈટ જમા થઈ જાય છે. લીવરમાં વસાની અમુક માત્રા ઓછી હોવી તો સામાન્ય વાત છે પરંતુ ફૈટી લીવર બિમારી વ્યકિતને ત્યારે થાય છે જ્યારે વસાની માત્રા લીવરનાં ભારથી ૧૦ ટકા વધારે થઈ જાય છે.

ભોજન પચાવવા અને પિત બનાવવાનું કામ કરે છે લીવર આપણા શરીરમાં બીજું સૌથી મોટું માનવામાં આવતું અંગ લીવર જ છે. લીવર આપણા શરીરમાં ભોજન પાચન કરવાથી લઈને પિત બનાવવાનું કામ કરે છે. જો લીવરમાં કોઈપણ રીતની સમસ્યા આવે છે તો આ બધા કાર્ય સ્થગિત થઈ જાય છે.શોધકર્તાઓને અનુસાર આ જણાવવામાં આવ્યું છે કે જે લોકોમાં ફૈટી લીવરની સમસ્યા મળી આવે છે તેમને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાનું જોખમ થઈ શકે છે. એટલે એક સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી છે કે આ બિમારીઓથી જલ્દી જ છૂટકારો મેળવવામાં આવે.

આવો હવે જાણીએ તેના કારણ, લક્ષણ અને બચાવની રીતો બાબતે

ફૈટી લીવરનાં કારણબદલતા ખાનપાન સ્ટાઈલે આજના સમયમાં ફૈટી લીવરનાં દર્દીઓની સંખ્યામાં ખૂબ વૃદ્ધિ કરી છે. તેના સિવાય આ કારણોને કારણે પણ વ્યકિતને ફૈટી લીવર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે:-

૧. શરીરમાં વિટામીન બીની કમી હોવી.

૨. વધારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવું.

૩. વધારે કોલેસ્ટ્રોલ વાળું ભોજન લેવું.

૪. તમારી જીવનશૈલીની તે આદતો જે તમારી હેલ્થ અને ખોટા ખાનપાનથી જોડાયેલ છે, જેમ કે ફાસ્ટફૂડ અને તળેલી ચીજોનું સેવન કરવું.

૫. દૂષિત માંસ ખાવું, ગંદુ પાણી પીવું, મરચા મસાલાદાર અને ચટપટા ભોજનનું વધારે સેવન કરવું.

૬. પીવાના પાણીમાં ક્લોરીનની માત્રા વધારે હોવી.

૭. એંટીબાયોટિક દવાઓનું અધિક માત્રામાં સેવન કરવું.

૮. મલેરીયા, ટાયફોઈડથી ગ્રસ્ હોવું.

૯. સૌંદર્ય વાળા કોસ્મેટિક્સનો વધારે ઉપયોગ કરવો.

૧૦. હેપેટાઇટિસ એ, બી કે સી ઈન્ફેક્શન.

લીવર ખરાબ થવાથી શરીરમાં દેખાતા લક્ષણ૧. તેનાથી લીવર મોટું થઈ જાય છે અને પેટમાં સોજો આવવા લાગે છે, જેને તમે અવારનવાર જાડાપણું સમજવાની ભૂલ કરી બેસો છો.

૨. તેનાથી છાતી ભારે લાગવા લાગે છે તેમજ છાતીમાં બળતરાનો પણ અનુભવ થાય છે.

૩. લીવર વાળી જગ્યા પર દબાવવાથી દુ:ખાવો થાય છે.

૪. ભૂખ ન લાગવી, અપચો થવો અને પેટમાં ગેસ બનવા જેવી સમસ્યા થવા લાગે છે.

૫. લીવર ખરાબ થવાથી શરીર આળસનો શિકાર બની જાય છે તેમજ નબળાઈ અાવવા લાગે છે.

૬. તેનાથી મોંનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે.

લીવરને સ્વસ્થ રાખવા માટે આ વાતોનું ધ્યાન રાખવું૧.સવારે જલ્દી ઉઠીને ૩ થી ૪ ગ્લાસ પાણીનું સેવન જરૂરથી કરવું અને ત્યારબાદ પાર્કમાં વોકિંગ માટે જવું.

૨. બે થી ત્રણ વાર લીંબુ પાણીનું સેવન કરવાથી થોડા જ દિવસોમાં આ બિમારીથી છૂટકારો મેળવી શકાય છે.

૩. જમ્યાનાં તુરંત બાદ પાણીનું સેવન ન કરવું, જમ્યાનાં લગભગ ૧ કલાક બાદ જ પાણી પીવું.

૪. થોડા સમય સુધી ચા અને કોફીથી દૂર રહો.

૫. તળેલા તથા જંકફૂડ જમણથી દૂર રહેવું.

૬. કોઈપણ પ્રકારનાં નશીલા પદાર્થોનું સેવન ન કરવું.

૭. જલ્દી જ લીવર જેવી બિમારીથી છૂટકારો મેળવવા માટે યોગને પોતાના જીવનનો ભાગ બનાવી લો.

૮. લીવરથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા માટે સફરજનની છાલનો પ્રયોગ જરૂરથી કરવો કારણ કે સફરજનની છાલ ચરબી ઓછી કરવામાં ખૂબ મદદરૂપ હોય છે.

૯. લીવર સ્વસ્થ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછા ૪ થી ૫ કાચા આમળા ખાવા જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ