વિધીની વક્રતા તો જુઓ: ખેડૂત આંદોલનમાં કાર બની આગનો ગોળો, ખેડૂતોની સેવા કરનાર વૃદ્ધનું આગમાં મોત

ખેડુત આંદોલનને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. આંદોલન કરતા ખેડૂત નેતાઓ દ્વારા કેન્દ્ર સરકારની દરખાસ્તને નકારી કાઢવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ બુરારીમાં આંદોલન નહીં કરે, સરકારે તેમને રામલીલા મેદાન અથવા જંતર-મંતર પર આંદોલન કરવાની મંજૂરી આપવી જોઈએ. ખેડુતોના સ્ટેન્ડ બાદ કોંગ્રેસે સરકાર ઉપર મોટો હુમલો કર્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે એક ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યા છે કે હરિયાણામાં દિલ્હી બોર્ડર પછી ભેગા થયેલા ખેડૂતોના કાફલમાં એક દુર્ઘટના બની ગઈ છે.

image soucre

વિગતે વાત કરીએ તો મોડી રાતે આંદોલનમાં સામેલ એક સ્વિફ્ટ કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે કારને આગનો ગોળો બનતા વાર ન લાગી. આ ઘટનામાં કારમાં સુઈ રહેલા વૃદ્ધનું મોત થયું છે. જેમ તેમ કરીને ખેડૂતોએ આગ બુઝાવી, પણ આગ લાગવાથી ગાડીનું સેન્ટર લોક લાગી ગયું, જેના લીધે ખેડૂતને બહાર ન કાઢી શકાયો.

image source

મોત થયેલ વૃદ્ધ ખેડૂત વિશે વાત કરીએ તો તે ટ્રેક્ટર મિસ્ત્રી હતો અને આંદોલનમાં જોડાઈ રહેલા ખેડૂતોને ફ્રીમાં સર્વિસ આપી રહ્યો હતો. મૃતકની ઓળખ પણ થઈ ગઈ છે. આ શખ્સની ઓળખ 65 વર્ષના ટ્રેક્ટર મિસ્ત્રી જનકરાજ તરીકે થઈ છે. તે પંજાબના બરનાલા જિલ્લાના ધનોલા ગામના રહેવાસી હતા. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને કારને કબજામાં લીધી અને કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

image source

તો એક તરફ રાજકારણ પણ આ મુદ્દે ગરમાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કોંગ્રેસે રવિવારે કહ્યું કે, કાયદાના સમર્થનમાં સતત ભાર આપવો એ સાબિત કરે છે કે સરકાર ‘સત્તાના નશામાં’ છે’. આ સાથે જ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે એવી પણ માંગ કરી હતી કે વડાપ્રધાન મોદીએ તરત જ ત્રણેય કૃષિ કાયદાને સ્થગિત કરવાની જાહેરાત કરવી જોઈએ.

image source

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અહીં પાર્ટી મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “ભારતના 62 કરોડ ખેડૂત અને ખેતમજૂરોના મુદ્દા પર વડાપ્રધાનની જીદ, ઘમંડ અને અવરોધિત વલણ આજની ‘મન કી બાત’માં સ્પષ્ટ જોવા મળ્યું. તેમના નિવેદનમાં જોવા મળ્યું કે સંસદ દ્વારા ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે પસાર કરાયેલા ત્રણ ખેડૂત વિરોધી, કૃષિ વિરોધી કાયદાઓ યોગ્ય છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ