અહીં આવેલું છે દેશનું સૌથી મોટું સેકન્ડ હેન્ડ કાર બજાર, જેમાં એટલી સસ્તી કાર મળે છે કે ના પૂછો વાત…

દેશમાં નવી કારની સાથે સાથે જૂની કારનું પણ મોટું માર્કેટ છે. તમને દરેક નાના મોટા શહેરમાં સેકન્ડ હેન્ડ કારના નાના-મોટા બજાર મળી રહેશે. લોકો પોતeની જરૂરિયાત પ્રમાણે અને પોતાની આર્થિક મર્યાદા પ્રમાણે કાર ખરીદતા હોય છે. આજના સમયમાં મોટા ભાગના કુટુંબ માટે કાર એ કોઈ લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ગઈ છે. આજે તમને સાવ જ સામાન્ય મધ્યમવર્ગના ઘરમાં પણ નાની તો નાની કાર જોઈ શકો છો.

image source

આજે અમે તમારી માટે લાવ્યા છે આવા જ સેકન્ડ હેન્ડ કારના માર્કેટની માહિતી. કરોલ બાગમાં આવેલું છે સેકન્ડ હેન્ડ કારનું સૌથી મોટું માર્કેટ – દિલ્લીના કરોલ બાગ માર્કેટમાં સેકન્ડ હેન્ડ મારુતિ વેગનઆરને માત્ર 50થી 60 હજાર રૂપિયામાં જ ખરીદી શકાય છે. જો કે આ મોડેલ 10 વર્ષ જુનું પણ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે વેગનઆરની એક્સ શોરૂમ કિંમત 4.45 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તો વળી તેની ઓન રોડ કીંમત લગભગ 5.50 લાખ રૂપિયા સુધીની થઈ જાય છે. તેવામાં ઓછી કીંમત પર તમે સેકન્ડ હેન્ડ કાર સરળતાથી ખરીદી શકો છો. આ ઉપરાંત તમને આ માર્કેટમાં બીજા ઘણા બધા સારા વિકલ્પો મળી શકે છે.

image source

દિલ્લીમાં 15 વર્ષ જૂની કાર ચલાવવાની પરમિશન નથી – તેવામાં લોકો પોતાની જુની કાર ખૂબ જ સસ્તામાં વેચી દે છે. જેને સેકન્ડ હેન્ડ કારના ડીલર આસપાસના રાજ્યોમાં સારી કીંમતે રીસેલ કરી દે છે. બીજા ઘણા બધા રાજ્યોમાં કારને 20 વર્ષ સુધી ચલાવવાની પરમિશન રહેલી છે. જો કે શરૂઆતમાં RTO તરફથી કારનુ રજિસ્ટ્રેશન 15 વર્ષનું હોય છે. પછીથી કારની સ્થિતિને જોઈને 5 વર્ષ માટે તેને રિન્યુ કરાવી શકાય છે.

સેકન્ડ હેન્ડ કારને તમે લોન લઈને પણ ખરીદી શકો છો.

image source

દિલ્લીમાં જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમને અહીં કાર ફાઇનાન્સ કરવાની સુવિધા પણ મળી જશે. તેના માટે તમારે સેકન્ડ હેન્ડ કાર માર્કેટના ડીલરનો સંપર્ક કરવાનો રહે છે અને કેટલાક જરૂરી દસ્તાવેજો આપવાના રહે છે. ત્યાર બાદ કારનો ડીલર તમને સેકન્ડ હેન્ડ કારને પુરી ફાઈનાન્સ કરી શકે છે.

સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટેની ઉપયોગી ટીપ્સ

image source

તમે પણ સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માગતા હોવ તો તેની કીંમતને લઈને ભાવતાલ કરો. તમે જે કાર ખરીદવા જઈ રહ્યા છો તેનું ઇન્ટિરિયર અને એક્સટીરીયર જરૂર ચેક કરો. આ ઉપરાંત બની શકે તો તમે કારની ઓછાં ઓછી 50 કિલોમીટરની ટેસ્ટ ડ્રાઇવ જરૂર લો. તેનાથી તમને કારના એન્જીનની બધી જ ખામીઓની ખબર પડી જશે.