ફરી આવશે લોકડાઉન? બીજી વાર શરૂ થઇ રહી છે રામાયણ, જાણો ક્યાં અને ક્યારે જોઇ શકશો

આપણા દેશમાં કોરોના મહામારી ફરી એકવાર પોતાનો ખેર4 વર્તાવી રહી છે. એવામાં ઘણા લોકોનું કહેવું છે લોકડાઉન થવાની શક્યતાઓ વધતી દેખાઈ રહી છે. લોકોનું પોતપોતાના ઘરે મન લાગેલું રહે અને એમનો સમય સકારાત્મકતા સાથે પસાર થાય એ માટે ફરી એકવાર રામાયણ શરૂ થવા જઈ રહ્યું છે. રામાયણ ભારતીય ટેલિવિઝનના ખૂબ જ પ્રતિષ્ઠિત શોમાંથી એક છે.

image source

રામાનંદ સાગરની રામાયણ ગયા વર્ષે લોકડાઉનના સમયે જ્યારે શરૂ થઈ હતી તો આ શોએ નાના પડદા પર ટીઆરપીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. દર્શકોની ડિમાન્ડ પર ફરી એકવાર ટીવી પર રામાયણ શરૂ થવા જઈ રહ્યું છે. આ શો સ્ટાર ભારત પર સાંજે 7 30 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવશે.

રામાયણમાં ભગવાન રામની વાર્તાની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓનું વર્ણન છે જે આજે પણ બધી સ્થિતિઓ, ઉંમર અને સમુહોને જોડે છે. તો પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પાત્રમાંથી પણ ઘણું બધું શીખવા મળે છે. રામાયણમાં ઘણી એવી ઘટનાઓ છે જે આજે પણ લોકોને તકલીફમાંથી બહાર આવવામાં મદદ કરે છે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 1987માં પહેલી વાર રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી રામાયણ ટીવી પર ઓન એર થઈ હતી. એ સમયે પણ આ શોએ ટીઆરપીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. કહેવામાં આવે છે કે રવિવારે જ્યારે આ શો ટીવી પર આવતો હતો ત્યારે રોડ સુમસામ થઈ જતા હતા કારણ કે બધા લોકો પોતપોતાના ટીવી પર આ શો જોવામાં મગ્ન થઈ જતા હતા.

image source

તમને જણાવી દઈએ કે રામાયણ સિરિયલમાં મર્યાદા પુરુષો5 ભગવાન શ્રી રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું છે. જ્યારે લક્ષમણનું પાત્ર સુનિલ લહેરીએ ભજવ્યું છે અને માતા સીતાનું પાત્ર દીપિકા ચીખલીયાએ ભજવ્યું છે. ભગવાન રામની વાર્તામાં તકલીફમાંથી ઉગરવા માટે ઘણા બધા સમાધાન દર્શાવવામાં આવ્યા છે જે લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક સિદ્ધ થાય છે.

image source

ભારતમાં કોરોના સંક્રમણનો કહેર હતો એમ નો એમ છે. અરે એમ કહી શકાય કે વધી રહ્યો છે. દેશમાં એક બાજુ જ્યાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે તો બીજી બાજુ કોરોનાના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો મોતને પણ ભેટી રહ્યા છે.ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો હવે 13 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસના આંકડા જોઈએ તો ખ્યાલ આવે છે કે દેશમાં સતત દરરોજ દોઢ લાખથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!