એકના એક પુત્રનું તળાવમાં ડૂબી જતા માતાનું હૈયાફાટ રૂદન, અને કહ્યું…‘મારે તો જીવનનો આધાર છીનવાઈ ગયો’

બાળકો રમત રમતમાં કઈક એવી ભૂલો કરી નાખતા હોય છે જનું બહુ ખરાબ પરિણામ આવતું હોય છે. આજ કાલ બાળકોને નદીમાં કે તળાવમાં ન્હાવાનો બહુ શોખ હોય છે પરંતુ ક્યારેય આ શોખ માતમમાં ફેરવાય જતો હોય છે. આવી એક ઘટના સામે આવી છે દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં. આ અંગે વિગતે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા સીમમાં ભોયસર તળાવમાં પડી જતાં ડૂબી જવાથી 15 વર્ષના એક કિશોરનું મોત થયુ છે.

યુવકના મૃતદેહને કાઢવામાં આવ્યો

image source

આ અંગે મળતી માહિતી પ્રમાણે 15 વર્ષીય મૃતક વાઇની બીમારીથી પીડાતો હતો જ્યારે તે તળાવની પાળ પરથી પસાર થતો હતો ત્યારે અચાનક વાઇ આવતાં તે તળાવમાં પડી ગયો હતો અને તેનું મોત થયું હતું. નોંધનિય છે કે, દ્વારકા નજીક આરંભડા સીમમાં ભોંયસર તળાવમાં અકસ્માતે પડી જતાં 15 વર્ષનો કિશોર ડૂબી ગયો હતો, ત્યાર બાદ તળાવમાંથી આ યુવકના મૃતદેહને કાઢવામાં આવ્યો હતો અને પોલીસે તેની ઓળખ કરી હતી.

વાન પુત્રના મોતથી પરિવારમાં ઘેરો શોક

image source

ઉલ્લેખનીય છે કે, રંભડાની જય અંબે સોસાયટી પાસે તળાવની પાળ વિસ્તારમાં રહેતો મૃતક જયેન્દ્ર કેશુભા રાઠોડ(ઉં.વ. 15) હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ પોલીસે મૃતકના પરિવારજનનું નિવેદન નોંધ્યું હતું, જેમાં સામે આવ્યું કે, મૃતક વાઇની બીમારીથી પીડાતો હતો, જેના કારણે તે અચાનક તળાવની પાળ પરથી પાણીની અંદર પડી જતાં ડૂબી ગયો અને તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું હતું. તો બીજી તરફ અચાનક યુવાન પુત્રના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો હતો, જ્યારે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે.

તેમનો એકમાત્ર આધાર આ પુત્ર હતો

image source

તો બીજી તરફ જ્યારે બાળકનો મૃતદેહ ભોંયસર તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેમના માતા સ્થળ પર દોડી આવ્યા હતા અને પુત્રના મૃતદેહને હતપ્રત બની ગયા હતા. તમને જણાવી દઈએ કે મૃતકના પિતાનું 10 વર્ષ પૂર્વે અવસાન થયું હતું, તો બીજી તરફ પરિવારમાં તેને અન્ય કોઇ ભાઇબહેન પણ ન હતા. તેમનો એકમાત્ર આધાર આ પુત્ર હતો. એકના એક પુત્રના અચાનક ચાલ્યા જવાથી માતાના રૂદનથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. માતાનું રૂદન જોઈ આસપાસ એકઠા થયેલા દરેક લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ માતાના જીવવાનો આધાર માત્ર આ દિકરો જ હતો હવે કે પણ ભગવાને છીનવી લેતા તેમના પર આભ તુટીપડ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong