આ બેન્કના કર્મચારીઓનું કોરોનાથી નિધન થશે તો પરિવારને મળશે મોટો લાભ, જાણો કેવી રીતે મળશે આ મદદ

કોટક મહિન્દ્રા બેંક તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે, જો કોટક મહિન્દ્રા બેંકમાં કામ કરતા કર્મચારીનું કોરોના વાયરસના લીધે અવસાન થઈ જાય છે તો કોટક મહિન્દ્રા કંપની તે વ્યક્તિના પરિવારને ૨ વર્ષ સુધી સેલેરી આપશે.

image source

-કોટક મહિન્દ્રા દ્વારા કરવામાં આવી કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન મહત્વની જાહેરાત.

-જો કર્મચારીનું કોરોના વાયરસથી અવસાન થાય છે તો કર્મચારીના પરિવારને મળશે લાભ.

-આ કંપની અવસાન પામેલ કર્મચારીના પરિવારને ૨ વર્ષ સુધી પગાર ચૂકવશે.

image source

હાલમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે જેના લીધે તેમના પરિવારને જીવન જીવવા માટે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે આવા સમયમાં કેટલીક કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓના પરિવારને કંપની દ્વારા મદદ કરવા માટે કેટલાક સમય સુધી કર્મચારીના પગારને મદદ તરીકે આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ગ્રુપ તરફથી આવી જાહેરાત થયા બાદ હાલમાં જ કોટક મહિન્દ્રા તરફથી પણ કોરોના વાયરસના લીધે અવસાન પામનાર કર્મચારીના પરિવારને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ લોકોને મળી શકે છે લાભ.

image source

કોટક મહિન્દ્રા કંપનીએ પોતાના ૭૩ હજાર કર્મચારીઓ માટે કોવિડ પરોપકારી નીતિની જાહેરાત કરવામાં આવી છે. કોવિડ પરોપકારી નીતિ મુજબ તા. ૧ એપ્રિલ, ૨૦૨૦ થી લઈને તા. ૩૧ માર્ચ, ૨૦૨૨ના સમયગાળા દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના લીધે પોતાનો જીવ ગુમાવનાર કર્મચારીના પરિવારના સભ્યોને કોટક મહિન્દ્રા કંપની આવનાર બે વર્ષ સુધી કર્મચારીની જેટલી સેલેરી હશે એટલી રકમ એટલે કે ફૂલ સેલેરી (CTC) આપવામાં આવશે.

અન્ય બીમારીના લીધે મૃત્યુ પામનાર કર્મચારીના પરિવારને પણ મળી શકે છે પગાર.

image source

કોરોના વાયરસ સંક્રમણના કારણે પોતાનો જીવન ગુમાવનાર કોટક મહિન્દ્રા કંપનીના કર્મચારીના પરિવારને જુન, ૨૦૨૧થી લઈને આવનાર બે વર્ષ સુધી કર્મચારીનો પુરેપુરો પગાર ચુકવવામાં આવશે. કોટક મહિન્દ્રા કંપની બે વર્ષ સુધી પૂરો પગાર કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર કર્મચારીના પરિવારના સભ્યોને આપશે. એટલું જ નહી, કોટક મહિન્દ્રા કંપની અન્ય કોઈ બીમારીના કારણે મૃત્યુ પામેલ કર્મચારીના પરિવારને પણ આવનાર બે વર્ષ સુધી પૂરો પગાર ચુકવવામાં આવશે.

શું કહેવું છે કંપનીનું?

image source

કોટક મહિન્દ્રાએ કહ્યું છે કે, જે પણ કર્મચારીનું અવસાન થયું છે તેમના પરિવારને FY21નું બોનસ પણ આપવામાં આવશે અને અવસાન પામેલ કર્મચારીની પત્ની સહિત સગીર વયના બાળકો નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ હેઠળ કંપનીના હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસીનો પણ લાભ લઈ શકશે. એટલું જ નહી, કોટક મહિન્દ્રા કંપની દ્વારા પોતાના કર્મચારીઓની સારવાર માટે કેટલીક સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. કોટક મહિન્દ્રા કંપની પોતાની કંપનીના કર્મચારીઓ અને કર્મચારીના પરિવારના સભ્યોને કોરોના વાયરસની વેક્સિન પણ મુકાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong