પગપાળા 1000 કી.મી ચાલી માતા, છેક સુરતથી નાનકડી માસુમ બાળકીને લઈને પહોંચી ઇન્દોર

પગપાળા 1000 કી.મી ચાલી માતા, છેક સુરતથી નાનકડી માસુમ બાળકીને લઈને પહોંચી ઇંદોર, એક હાથમાં નાનકડી બાળકી અને બીજા હાથમાં સૂટકેસ લઈને 1000 કીમી ચાલી માતા

image source

કોરોના વાયરસના કારણે આખાએ દેશના ધંધારોજગાર ઠપ્પ થઈ ગયા છે. જેનું સૌથી વધારે નુકસાન મજૂર વર્ગને ભોગવવાનું આવ્યું છે. એવો મજૂર વર્ગ જે પોતાનું ગામ છોડીને સેંકડો કીલોમીટર દૂર આવેલા મોટા શહેરોમાં મજૂરી કરીને પોતાનું પેટિયુ રળી રહ્યા છે. અને ધંધા રોજગાર બંધ થતાં તેમની રોજી પણ છીનવાઈ ગઈ છે અને તેમને પોતાના ઘરે પાછા જવાનો વારો આવ્યો છે. પણ કોરોનાની મહામારીના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે વાહન વ્યવહાર પણ બંધ છે જેના કારણે આ મજૂરોએ સાઈકલ દ્વારા કે પછી પગે ચાલીને સેંકડો કીલોમીટરની મુસાફરી ખેડવી પડી રહી છે.

image source

આ દરમિયાન પોતાના ગામની વાટ પકડતાં મજૂરોના અનેક કીસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક વિડિયો સોશિયલ મિડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સ્ત્રી પોતાના નવ મહિનાના બાળકીને એક હાથમાં ઉચકીને બીજાહાથમાં સૂટકેસ લઈને ચાલતી જોવા મળી છે. જ્યારે તપાસ કરવામા આવી ત્યારે જાણવા મળ્યું કે ઇંદોરમાં આવેલી એક સંસ્થાના સભ્યએ આ વિડિયો થોડા દિવસોપહેલા બનાવ્યો હતો જ્યારે તેઓ ઇંદોર બાયપાસ પર લોકોને પાણી પીવડાવી રહ્યા હતા.

image source

આ વિડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે બાળી નાખતા તડકામાં એક માતા ગુજરાતના સુરતથી એક હજાર કિલોમીટરનું અંતર પગપાળા કરીને ઇંદોર સુધી પહોંચી હતી. તેની પાસે નહોતા તો પૈસા કે નહોતું પોતાની માસુમ બાળકી માટે દૂધ.

image source

પણ જ્યારે આ મહિલા પર ફોર સેવા ઓલ ઇ્ડિયા મૂવમેન્ટ સેવા સમિતિના લોકોનું ધ્યાન ગયું ત્યારે તેણી માટે ખાવા તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને સાથે સાથે તેણીને પોતાને ગામ મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી.

image source

આ મહિલાનો વિડિયો બનાવનાર તેમજ તેણીને મદદ કરનાર અજય ગુપ્તાએ ઝણાવ્યું કે લગભગ 8-9 દિવસ પહેલાંની આ વાત છે. બપોરના ત્રણ વાગ્યાનો સમય હતો. બરાબરનો તડકો પડી રહ્યો હતો. લોકોના ટોળા બાયપાસ પરથી પસાર થઈ રહ્યા હતા અને તેમને કેટલાક લોકો પાણી પીવડાવી રહ્યા હતા. ત્યારે જ તેમની નજર એક મહિલા પર પડી જેના એક હાતમાં સુટકેસ હતી અને એક હાથમાં નાનકડું બાળક હતું. તે પોતાના નવ મહિનાના બાળખને લઈને તાપમાં ચાલી રહી હતી. તેણે સેંકડો કીલોમીટરનું અંતર કાપીને ઇંદોર પહોંચી હતી. તેણીનું નામ મધુ છે અને તેના પતિના નામ દિનેશ છે. તેને પોલીસની મદદ લઈને કાનપુર પહોંચાડી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ