એક અનોખું ગામ જ્યાં રસ્તાઓ, ગલીઓ અને નાકાની સફાઈ ના કરવા પર ભરવો પડે છે ભારે દંડ

એક અનોખું ગામ જ્યાં રસ્તાઓ, ગલીઓ અને નાકાની સફાઈ ન કરવા પર ભરવો પડે છે ભારે દંડ

ગુવાહાટીથી લગભઘ 150 કિલોમીટર દૂર ગ્વાલપાડા જિલ્લામાં એક બ્લોક છે જેનું નામ છે બાલિજાના. અને બાલિજાના નું એક ગામ છે રંગસાપાડા. અહીં સ્વચ્છતા અભિયાનને એટલી ગંભીરતાથી લેવામાં આવે છે કે સમગ્ર દેશના ગામડાઓ જ નહીં પણ શહેરો માટે પણ તે એક ઉદાહરણ પુરુ પાડી રહ્યુ છે. આ એક એવી જગ્યા છે જ્યાંની વાત માત્ર આસામમાં જ નહીં પણ આખાએ દેશમાં સાંભળવા મળી રહી છે. અહીં દરેક ઘરમાં પાક્કા શૌચાલય બનાવવામાં આવ્યા છે. ગામના લોકો અઠવાડિયામાં એકવાર મળીને આખા ગામની સફાઈ કરે છે. દરેક ઘરની બહાર કચરાપેટી મુકવામા આવેલી છે જેને જૈવિક અને અજૈવિક કચરાના અલગ-અલગ ડબ્બામાં અલગ પાડવામાં આવી છે.

પણ શું તમે જાણો છો કે જેટલી આ ગામમાં જમીન સાફ છે તેટલો જ કડક અહીંનો કાયદો પણ છે. અહીં બુધવારના દિવસે પુરુષ સભ્યો ગામની સફાઈ કરે છે જ્યારે મહિલાઓ શનિવારે આખા વિસ્તારને સાફ કરે છે. ખાસ વાત એ છે કે આ ગામના દરેક સભ્યએ સફાઈ કામનો હિસ્સો બનવો અનિવાર્ય છે.

image source

જે ગામની સાફાઈના કામમાં ભાગ નથી લેતા તેમણે દંડ ભરવો પડે છે. કોઈ પણ કારણોસર પુરુષ સફાઈ અભિયાનનો ભાગ ન બને તો તેમણે દંડ પેટે 30 રૂપિયા ભરવા પડે છે. તો મહિલાઓ કોઈ કારણસર ગેરહાજર રહે તો તેમણે 20 રૂપિયા દંડ ભરવો પડે છે. જોકે દંડ કરવામાં આવે છે ખરો પણ વસૂલવામાં નથી આવતો.

રંગસાપાડા ગામના હેડમેન રોબર્ટ જોન મોમિનનું કહેવું છે કે તેમણે આ દંડ નક્કી કર્યો છે, પણ અત્યાર સુધી તેને વસૂલી નથી શક્યા, કારણ કે અહીં સફાઈ પ્રત્યે લોકો એટલા એક્ટિવ અને જાગૃત છે કે તેમાં કોઈ જ પાછળ નથી રહેતું. આ જ લોકોના કારણે ગ્વાલપાડા ને આખા આસામમાં સૌથી સ્વચ્છ ગામનો ખિતાબ આપવામાં આવ્યો છે.

image source

62 પરિવારવાળા રંગસાપાડા ગામની કુલ વસ્તી 550 લોકોની છે. આ ગામમાં સ્વચ્છતા કોઈ નવી વાત નથી અને નથી તો અહીંના લોકો માટે આ કોઈ ખાસ મિશન. અહીંના લોકો શરૂઆતથી જ આટલી સફાઈ રાખતા આવ્યા છે. લગભઘ 20 વર્ષ પહેલા અહીંના લોકોએ આ રીતે સફાઈ રાખવાનું શરૂ કર્યું છે. માત્ર ઘર, શૌચાલય, રસ્તાઓ જ નહીં પણ આ ગામના નાકાઓ તેમજ ગલીઓ પણ હંમેશા સ્વચ્છ હોય છે.

દેશનું સૌથી સ્વચ્છ ગામ

image source

આ ગામની સ્વચ્છતાનો ઉલ્લેખ કરતા રોબર્ટ જોન મોમિન કહે છે, ‘અમે 2000માં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. 2015માં જ્યારે અમે બધા જ ટોપર્સને કોંક્રીટમાં બદલી દીધું, જેનાથી સ્થાનીક અધિકારીઓનું ધ્યાન આકર્ષિત થયું હતું. 2016માં ગામને ગોલપારા જિલ્લામાં સૌથી સ્વચ્છ ઘોષિત કરવામાં આવ્યું હતું. 10મી ફેબ્રુઆરી 2017ના રોજ અમારા ગામને રાજ્યનું સૌથી સ્વચ્છ ગામ ઘોષિત કરવામા આવ્યુ હતું અને 5 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ આપવામા આવ્યું હતું.’ તેમનું કહેવું છે કે સ્વચ્છ રહેવું અને આસપાસ સ્વચ્છતા રાખવી એક સતત પ્રક્રિયા છે જે દરેક સમયે ચાલુ રહે છે.

20 વર્ષ પહેલાં કરવામાં આવી હતી નિયમોની જાહેરાત

image source

રોબર્ટસન મોમિન જણાવે છે કે ગંદકી, નશાખોરી, ખુલ્લામાં શૌચ અને એકબીજા વચ્ચે થતાં ઝઘડા વિરુદ્ધ સાથે મળીને અમે તેને દૂર કરવાની આખા ગામ સાથે સોગંધ લીધા હતા. આ સોગંધ તોડનારની સજા પણ બધા જ ગામના લોકોએ મળીને નક્કી કરવાની હતી. વર્ષ 2000માં આ સંબંધાં ગ્રામીણોના 4 પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા, જેમાં શાંતિ અને એકતા, સ્વચ્છ અને સ્વચ્છ શૌચાલય, સ્વચ્છ પીવાનું પાણી અને ગામની સફાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

નશો કરવા પર પણ ભારે દંડ ભરવો પડે છે.

image source

પ્રાચીન સુંદરતા અને પ્રાકૃતિક વાતાવરણથી ઘેરાયેલું આ ગામ એક સ્વચ્છ પર્યટન સ્થળમાંનું એક માનવામાં છે. ઘણી શાળાઓને સ્ટૂડન્ટ્સ અને કેટલાક લોકો અહીં પર્યાવરણ પરિયોજનાઓ પર અધ્યયન કરવા પણ આવે છે. સફાઈ ઉપરાંત આ ગામમાં દારૂ કે કોઈ પણ પ્રકારનો નશો કરવા પર 5001 રૂપિયાનો દંડ ભરવો પડે છે. આ ગામમાં નશા સાથે સંબંધીત બધી જ વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવલામાં આવ્યો છે.

Source: Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ