પરિક્ષા પહેલાના માનસિક તાણને આ રીતે કરી દો દૂર, નહિં થાય પાછળથી કોઇ સમસ્યા

પરિક્ષા દરમિયાનની માનસિક તાણને આ રીતે કરી દો દૂર

image source

ફેબ્રુઆરી મહીનો શરૂ થઈ ગયો છે અને ત્યાર બાદ આવી રહ્યો છે પરીક્ષાનો મહિનો એટલે કે માર્ચ મહિનો. માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ્સ શરૂ થતી હોય છે. ધોરણ દસ તેમજ બારની અંતિમ પરિક્ષાઓ વિદ્યાર્થીઓના જીવનના ભાવિને નક્કી કરનારી હોય છે.

image source

દસમાં ધોરણની બોર્ડની એક્ઝામ બાદ વિદ્યાર્થી પોતે કઈ લાઈનમાં અભ્યાસ કરશે તે નક્કી કરે છે અને બારમાં ધોરણની બોર્ડની પરિક્ષા આપ્યા બાદ વિદ્યાર્થી પોતાની કેરિયરનું મહત્ત્વનું ચરણ ક્રોસ કરે છે. પણ આ દરમિયાન વિદ્યાર્થીઓ સતત માનસિક તાણમાં રહે છે.

image source

પણ ખરેખર તેવું ન હોવું જેઈએ. આ દરમિયાન તમારે તમારા મગજને સૌથી વધારે સ્વસ્થ રાખાવાનું છે જેથી કરને તમે પરિક્ષામાં ઉત્તમોત્તમ દેખાવ કરી શકો. તો આજે અમે તમને એક્ઝામ દરમિયાન માનસિક તાણ એટલે કે મેન્ટલ સ્ટ્રેસથી દૂર રહેવાના કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છે.

ટાઈમ ટેબલ બનાવો

image source

પરિક્ષાની તૈયારી કરવાની શરૂઆત કરતી વખતે સૌ પ્રથમ તમારે ટાઈમટેબલ બનાવી લેવું જોઈએ. સૌ પ્રથમ કયો ટોપીક વાંચવા માગો છો તે વિષે આયોજન કરો, તેને કેટલો સમય આપવા માગો છો તે નક્કી કરો, એક અભ્યાસ પ્રમાણે જે વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન સારું ટાઈમ મેનેજમેન્ટ કરી જાણે છે તેને પરિક્ષાને લગતી ચિંતા ઓછી રહે છે.

ધ્યાન કરો

image source

લાંબા સમય માટે તમારા અભ્યાસ પર કેન્દ્રીત રહેવું એ એક અઘરુ કામ છે. જો તમારી સાથે પણ આવું થતું હોય કે તમે તમારા અભ્યાસ પર કેન્દ્રીત ન થઈ શકતા હોવ, સતત ઉચાટમાં રહો તો તમારે ધ્યાન કરવાની ટેવ પાડવી જોઈએ. અથવા તો બ્રેક લઈને 10 મિનિટ ધ્યાન કરી લેવું જોઈએ.

તમે જે કોઈ કામ કરતા હોવ તેમાંથી પાંચ મીનીટ કાઢીને તમારે તમારી આંખો બંધ કરી લેવી અને વિચારો મુક્ત થવા પ્રયાસ કરવો.

રાત્રે સ્વસ્થ ઉંઘ લો

image source

તમે આખી રાત ન ભણી શકો તે તમારે માની લેવું જોઈએ. માનવ શરીર તે રીતે કામ નથી કરતું. માત્ર એક રાત્રે પુરતી ઉંઘ ન લેવાથી તે તમારી કાર્યક્ષમતા, તમારા સ્ટ્રેસ લેવલને અસર કરી શકે છે. માટે રોજ 7-8 કલાકની ઉંઘ તો તમારે ચોક્કસ લેવી.

સ્વસ્થ આહારને વળગી રહો

image source

ભણવાની બળતરામાં તમે જો ભોજન ટાળશો તો તમને સમય મળી રહેશે પણ તેનાથી તમારી એકાગ્રતા પર અસર થશે. તે તમારી માનસિક તાણ વધારશે. માટે હંમેશા સ્વસ્થ અને પોષણયુક્ત નાશ્તો લેવો અને તમારા શરીરની ઉર્જાને જરા પણ ઓછી ન થવા દેવી.

image source

બપોરનું ભોજન હળવું લેવું જેથી કરીને બપોરે થાક ન લાગે કે પછી ઉંઘ ન આવે. તેમજ વિટામીન્સ અને મિનરલ્સ પણ પુરતા પ્રમાણમાં મળી રહે તેનું ધ્યાન રાખો.

વ્યાયામ કરવાનું રાખો

image source

તમારે કોઈ ભારે વ્યાયામ નથી કરવાનો પણ હળવો વ્યાયામ કરવાનો છે. વ્યાયામ તમારા માનસિક સ્ટ્રેસને હળવો બનાવશે. આ ઉપરાંત વ્યાયામથી તમારું શરીર ફ્લેક્સીબલ બનશે અને કલાકોના કલાકો સ્ટડી ટેબલ પર બેસવાથી તમારું શરીર નહીં અકડાય કે તમે બીમાર પણ નહીં પડો.

અભ્યાસની વિવિધ ટેક્નિકનો પ્રયોગ કરો

image source

ટેક્સબૂકમાંથી અભ્યાસ કરો એ દિવસેને દિવસે કંટાળાજનક બનતું જાય છે. તેની જગ્યાએ અન્ય ટેક્નિક અપનાવો જેમ કે સ્ટડી ગૃપ, ફ્લેશકાર્ડ્સ, કોઈ સ્ટડી એપ્લિકેશન કે જે તમારી શીખવાની ક્ષમતાને વધારે.

મદદ માગો

image source

જો તમે તમારી પરિક્ષાના કારણે અત્યંત માનસિક તાણ અનુભવતા હોવ તો તેના માટે કોઈની મદદ લેતા સંકોચાવું નહીં. તેના માટે તમે તમારા મોટા ભાઈ-બહેન કે પછી તમારા શિક્ષક કે પછી તમારા માતાપિતા સાથે વાત કરી શકો છો. તમારી જાતને ખુલ્લી રાખો. તમે તેના માટે ડોક્ટરની પણ મદદ લઈ શકો છો.

એક બ્રેક ચોક્કસ લેવો

image source

તમારી પાસે સમય ઓછો છે અને સામે સિલેબસ લાંબો લચક છે. પણ તમારે તમારી જાત તેમજ તમારું મન થાકી જાય તેટલી હદે પુશ ન કરવી જોઈએ તે તમને જરા પણ મદદ નહીં કરે. તેની જગ્યાએ એક નાનકડો બ્રેક લઈલો અને તાણ મુક્ત બનો.

તમારા સ્ટડી ટેબલ પરથી થોડો સમય ઉભા થાઓ અને 10-15 મિનિટ તાજી હવામાં શ્વાસ લો, થોડું ચાલી લો, સાઈકલના બે-ચાર ચક્કર મારી આવો. આ પ્રવૃત્તિ તમારી માનસિક તાણને દૂર કરશે.

તમારી જાતની આલોચના ન કરો

image source

લોકો તો તમારી ટીકા કરશે જ પણ તમારે તમારી જાતની ટીકા કરીને ક્રૂર નથી થવાનું. એવું ક્યારેક બની જાય કે તમે તમારી ધારણાથી થોડા નબળા સાબિત થાઓ અને તમે તમારી જ ટીકા કરવા લાગો. પણ આવું કરવાથી તમે તમારી જાતને મોટું નુકસાન કરશો. માટે તમારી જાતને પ્રોત્સાહન આપો, નાની નાની જીતોને ઉજવો અને નાના-નાના લક્ષ બનાવો.

તમને કઈ બાબતથી સ્ટ્રેસ વધે છે તે જાણો

image source

ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક ચોક્કસ બાબતોથી જ તમારી માનસિક તાણ વધતી હોય છે, તો તેના પર નજર રાખો, તેને ઓળખો અને તેને ઘટાડવાનો પ્રયાસ કરો, કોઈની મદદ લો. તે તમારો કોઈ મિત્ર પણ હોઈ શકે કે પછી સોશિયલ મિડિયા એપ હોઈ શકે કે પછી કોઈ ચોક્કસ ખોરાક પણ હોઈ શકે. તેને કમસેકમ તમારી પરિક્ષાના સમય પુરતું તો દૂર જ રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ