જો તમે પણ ફાસ્ટફૂડનુ સેવન કરતા હોવ તો હવેથી કરી દેજો બંધ, નહિં તો…

મિત્રો, આજકાલ દરેક વ્યક્તિને સ્વાદિષ્ટ ભોજનની આવશ્યકતા છે અને તેમા પણ ખાસ કરીને યુવાનો અને બાળકોને. હાલ, પ્રવર્તમાન સમયમા લોકોમા ફાસ્ટફૂડનો ક્રેઝ ખુબ જ જોવા મળી રહ્યો છે. તમે જોતા જ હશો કે, આજે બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈસ વગેરે જેવા ફાસ્ટફૂડના સ્ટોલ પર યુવાનો અને બાળકોનુ ટોળુ ઘેરાયેલુ હોય છે.

image source

આજકાલના સમયમા લોકોને ઘરે ફાસ્ટફૂડ બનાવવુ પણ ખુબ જ ગમે છે અને તેની પાછળનુ કારણ એ છે કે, આ જંકફૂડનો સ્વાદ એ હાલ સૌ કોઈની જીભે વળગેલો છે. આ ઉપરાંત તે ખૂબ જ ઝડપી બની જાય છે એટલે જ મોટાભાગના લોકો તેને પસંદ કરે છે. મોટાભાગના લોકો આ જંકફૂડના સેવનથી થતા નુકસાનની અવગણના કરે છે.

image source

તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે, ફક્ત બજારમા વહેંચવામા આવતા ફાસ્ટફૂડને જ જંકફૂડ ના ગણી શકાય. અમુક ભારતીય ભોજન જેમકે, કુલચે છોલે, છોલે ભટુરે, પકોડા વગેરે જેવા ફૂડ જંકફૂડની યાદીમા સ્થાન ધરાવે છે. જો આ બધા જંકફૂડનુ વધારે પડતુ સેવન કરવામા આવે તો તેની તમારા સ્વાસ્થ્ય પર અનેકવિધ પ્રતિકૂળ અસર પડી શકે છે. તો ચાલો જાણીએ તેના ગેરફાયદા વિશે.

image source

ફાસ્ટફૂડનુ વધારે પડતુ સેવન એ તમને સ્થૂળતા, અસ્થમા, સરદર્દ, દાંત સાથે સંકળાયેલી સમસ્યાઓ, હાઈ બ્લડપ્રેશર અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓ તરફ તમને દોરી શકે છે. ફાસ્ટફૂડના શોખીન લોકો ઘણીવાર આ બાબતોની અવગણના કરે છે, તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ફાસ્ટફૂડનુ વધારે પડતુ સેવન એ તમારા ખરાબ કોલેસ્ટ્રોલને પણ વધારે છે અને તમારા સારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે, જેથી તમને હૃદયરોગની સમસ્યા થવાની સંભાવના પણ વધી જાય છે.

image source

જંકફૂડની લોકપ્રિયતા તેના સારા સ્વાદ અને સરળતાથી પાકવાને કારણે ઘણી લોકપ્રિય બની છે. ઘણા લોકોને તેનું સેવન કરવું ગમે છે કારણકે, લોકો પાસે વ્યસ્ત દિનચર્યાના કારણે ભોજન રાંધવાનો સમય નથી પરંતુ, આવા લોકોએ હંમેશા એ બાબતનુ ધ્યાન રાખવુ જોઈએ કે, જરૂરિયાત કરતા વધારે ફાસ્ટફૂડનુ સેવન તમારા સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

image source

જે લોકો પહેલેથી જ સ્વસ્થ અને તંદુરસ્ત છે તેમણે ફાસ્ટફૂડનુ સેવન સાવ બંધ કરી દેવુ જોઈએ કારણકે, ફાસ્ટફૂડનુ વધારે પડતુ સેવન તમારુ વજન વધારી શકે છે. જો તમે અઠવાડિયામા ક્યારેક ફાસ્ટફૂડ ખાવ છો તો તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી પરંતુ, જો તમે રોજબરોજ જંકફૂડનુ સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત