ડો. નેહા શાહ 7 કરોડ રૂપિયા જીતવાથી માત્ર એક કદમ દૂર

કૌન બનેગા કરોડપતિ 12 માં એકથી એક બુદ્ધિશાળી અને સુપ્રસિદ્ધ લોકો આવી ચુક્યા છે. આમાથી કેટલાક લોકો પોતાના જ્ઞાનનો પરિચય આપીને એક કરોડની રકમ જીતવામાં સફળ રહ્યા છે. હવે આ કડીમાં બીજું નામ ઉમેરવામાં આવ્યું છે. તે નામ નેહા શાહનું છે. ચેનલે શોના આગામી એપિસોડનો પ્રોમો શેર કર્યો છે જેમાં ડોક્ટર નેહાની બુદ્ધિમત્તા અને અમિતાભ સાથે ફ્લર્ટ કરતા જોવા મળી રહ્યા છે.

અમિતાભ પણ ગેમમાં મસ્તીના મૂડમાં દેખાયા

डॉ. नेहा शाह-अमिताभ बच्चन (केबीसी 12)
image source

પ્રોમોમાં ડોક્ટર નેહા શાહ અમિતાભ બચ્ચન માટે એક રોમેન્ટિક ગીત પણ ગાતી જોવા મળે છે. તે અમિતાભ સાથે ફ્લર્ટ કરવામાં સહેજ પણ અચકાતી નથી. તે અમિતાભને એમ પણ કહે છે કે તેણે લગ્ન માટે થોડી રાહ જોવાની જરૂર હતી. અમિતાભ પણ ગેમમાં મસ્તીના મૂડમાં દેખાયા. તે ડોક્ટર નેહાને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. આ હસી મજાક વચ્ચે ગેમ આગળ વધે છે અને ડો નેહા એક કરોડ રૂપિયા જીતી લે છે.

ડોક્ટર નેહા અમિતાભ બચ્ચનની ક્રેઝી ફેન છે

જો કે નેહાએ આ એક કરોડ રૂપિયા જીત્યા તેના કરતા વધુ ચર્ચા તેમણે અમિતાભ સાથે કરેલા ફલર્ટની થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ડોક્ટર નેહા અમિતાભ બચ્ચનની ક્રેઝી ફેન છે. તેમણે શો માં અમિતાભ સાથે ખુલીને ફલર્ટ કર્યું હતું. જો કે આ શો દરમિયાન બિગ બીને જે વસ્તુ નેહાએ બતાવી તે જોઇને અમિતાભ પણ થોડીવાર માટે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ડોક્ટર નેહાએ અમિતાભને ખુદનું અને બિગ બીનું કપલમાં સ્ટેચ્યુ બનાવેલું બતાવ્યું હતું. જેને જોઈને દર્શકો અને અમિતાભ પોતે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

ડો નેહા સાત કરોડના પ્રશ્ને પહોંચ્યા

image source

એક કરોડની રકમ જીત્યા બાદ હવે તેમની પાસે 7 કરોડનો સવાલ છે. તે આ સવાલનો યોગ્ય જવાબ આપી શકશે કે નહીં, તે શો તો શો ઓનએયર થશે ત્યારે જાણવામાં મળશે. તમને જણાવી દઈએ કે ડો નેહા શાહ ડોક્ટર પરિવારમાંથી છે. તેમણે કોરોના રોગચાળા દરમિયાન કોવિડ -19 દર્દીઓની સારવાર માટે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં તેમનું પૂર્ણ યોગદાન આપ્યું હતું.

અત્યાર સુધીમાં આ લોકોએ 1 કરોડ જીત્યા છે

image source

આ શોના કરોડપતિઓની વાત કરીએ તો તેમાં નાઝિયા નસીમ, મોહિતા શર્મા અને અનુપા દાસનાં નામ શામેલ છે. હવે એક કરોડ વિજેતાઓની યાદીમાં ડોક્ટર નેહાનું નામ જોડવામાં આવ્યું છે. તે આ ગેમમાં કેટલી આગળ વધશે તે તો સમય જ બતાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!