250 મીટરની સાડી બનાવીને આ રીતે દ્રોપદીના ચીર હરણનુ કરવામાં આવ્યુ હતુ શૂટિંગ

દ્રૌપદીના ચીર હરણ માટે 250 મીટરની સાડી બનાવવામાં આવી હતી, આ દ્રશ્યને આ રીતે શૂટ કરવામાં આવ્યું હતું.

image source

સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા કોરોના વાયરસના ભયને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ઘર રહીને લોકોને મનોરંજન પૂરું પડવાના હેતુ થી કેટલીક મહાભારત, રામાયણ, ચાણક્ય નીતિ, શક્તિમાન જેવી ધારાવાહિકનું ફરી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ‘મહાભારત’ ફરીથી ડીડી ભારતી પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે અને તેને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

મહાભારત એ હિન્દુઓનું એક મુખ્ય કાવ્ય ગ્રંથ છે. જેને બી.આર. ચોપરાએ એક શો તરીકે લોકોને મહાભારતનું મહત્વ જણાવ્યું હતું. આ શોના પાત્રો ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ‘મહાભારત’માં નીતિશ ભારદ્વાજ, મુકેશ ખન્ના, ગૂફી પેન્ટલ, પુનીત ઇસાર, પંકજ ધીર જેવા સ્ટાર્સ હતા. ‘મહાભારત’માં’ ‘દ્રૌપદી’ની ભૂમિકા રૂપા ગાંગુલી ભજવી રહી હતી.

image source

બી.આર.ચોપરાના મહાભારતમાં કામ કરનાર તમામ કલાકારોએ આ શોનો દરેક સિક્વન્સ ખૂબ જ સમર્પણ અને મહેનતથી કર્યો હતો. ચોપરા સાહેબ આ શોમાં ચીર હરણના સીનને લઈને એકદમ ગંભીર હતા. એનું કારણ એ હતું કે જો દ્રૌપદીનું ચીર હરણ જ પાંડવો અને કૌરવો વચ્ચે ના યુદ્ધનું કારણ બન્યું હતું. જો આ ન બન્યું હોત તો મહાભારતનું આખું યુદ્ધ જ લડાયું ન હોત. તેથી આ સિક્વન્સનું ખૂબ અસરકારક હોવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. જેથી તે ઘટનાનું મહત્વ અને તેની અસરની શક્તિ પ્રેક્ષકોના દિલ સુધી પહોંચાડી શકાય.

image source

ઘણા લોકો આ હકીકતથી વાકેફ છે કે બી.આર. ચોપરાએ આ સિક્વન્સ માટે વિશેષ તૈયારીઓ કરી હતી. તેઓ એ આ માટે એક લાંબી પહોળી સાડીની વ્યવસ્થા કરી હતી. બી.આર.ચોપરાએ 250 મીટરની એક અનકટ સાડી બનાવડાવી હતી. આ સાડીનો ઉપયોગ ત્યારે થવાનો હતો જ્યારે દ્રૌપદીનું દુશાસન દ્વારા ચીર હરણ થતું હોય અને શ્રી કૃષ્ણ તેની લાજ બચાવતા હોય. ‘મહાભારત’ના આ દ્રશ્યને જીવંત બનાવવા માટે, તેમણે તમામ કલાકારોને ભાવનાત્મક રીતે તાલીમ આપી અને તેમના પાત્રોને જીવવાની પ્રેરણા આપી હતી.

રૂપા ગાંગુલીને મેકર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણીએ પોતાને એ જ હાવભાવ સાથે જવાનું છે કે જ્યારે કોઈ સ્ત્રીને તેના વાળ ખેંચીને ભરી સભામાં લાવવામાં આવતી હોય અને તેનું ચીર હરણ હોય. રૂપાએ તેની તૈયારી પણ કરી હતી અને સિક્વન્સ શૂટ કરતી વખતે તે ખૂબ જ ભાવનાશીલ બની ગઈ હતી.

image source

હકીકતમાં, ‘મહાભારત’ ના ડિરેક્ટર રવિ ચોપરાએ કહ્યું હતું કે તેણે રૂપા ગાંગુલીને બોલાવ્યા હતા અને આ સીન શૂટ કરતા પહેલા આખો સીન પણ સમજાવ્યો હતો. તેણે રૂપાને કહ્યું કે, આટલી વિશાળ સભામાં જે સ્ત્રીએ ફક્ત એક કપડું જ લપેટયું છે તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેના મનમાં શું ચાલી રહ્યું છે, તમારે તે ધ્યાનમાં રાખીને પ્રદર્શન કરવું પડશે. ચીર હરણના શૂટિંગ પછી, રૂપા ગાંગુલી પોતાનો સંવાદ બોલતી વખતે રડતી હતી. રૂપા તેના પાત્રમાં એટલી ખોવાઈ ગઈ હતી કે તેને ચૂપ કરવામાં અડધો કલાક લાગ્યો હતો. તે જ સમયે, બીઆર ચોપરાએ કહ્યું કે આપણે કાળજી લેવી પડશે કે આ દ્રશ્ય ક્યાંયથી વ્યભિચાર કે અશ્લીલ ન દેખાવો જોઈએ.

image source

આ સિક્વન્સ એટલો શક્તિશાળી હતો કે તે એક જ સમયે વિરામ વગર શૂટ થઈ ગયો હતો. નિર્માતાઓએ જણાવ્યું હતું કે દ્રૌપદીના ચીર હરણની સિક્વન્સ એટલી પીડાદાયક હતી કે રૂપા ગાંગુલીએ તે કરતી વખતે રડવા લાગી હતી. તે સેટ પર એટલી બધી રડી પડી હતી કે નિર્માતાઓ અને બાકીના સ્ટાર કાસ્ટને તેને શાંત કરવામાં અડધો કલાક લાગી ગયો હતો.

image source

હા, ‘મહાભારત’માં દ્રૌપદી ચીર હરણનું દ્રશ્ય આજકાલ સોશિયલ મીડિયા પર કંઈક ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો આ વાક્ય અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીના અભિનયના દરેક જણ વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં, ઘણા યુઝર્સે તેમના પ્રદર્શનને કેવી રીતે દિલને સ્પર્શી ગયું અને તેમને હચમચાવી દીધાં તે પણ શેર કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ