ડ્રેગન ફ્રૂટ ખાવાથી વધે છે ઇમ્યુનિટી, જાણો બીજા આ અઢળક ફાયદાઓ વિશે પણ

ડ્રેગન ફ્રૂટના સેવનથી અનેક પ્રકારની બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. જેવા કે ડાયાબિટીસ, વાળને લગતા રોગ, સ્કિનને લગતા રોગ, સ્નાયુઑ ના રોગ માં છુટકારો મેળવી શકો છો. અને આ ફળ ના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ડ્રેગન ફ્રૂટ ની અંદર ભરપુર માત્રા માં કેલેરી રહેલી છે આ ફ્રૂટ ના સેવનથી શરીરમાં ભરપૂર માત્રમાં પ્રોટીન મળે છે. આ ફ્રૂટ જેટલું બહારથી કડક હોય છે તેટલુ જ અંદરથી નરમ હોય છે.આ ફ્રૂટ તમારા શરીરની ડાયજેસ્ટ સિસ્ટમને નિયંત્રણ કરે છે અને કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી સારું કોલેસ્ટ્રોલ જમા કરવામાં મદદ કરશે અને તમારા હદને સ્વસ્થ રાખવામા મદદ કરશે. ડ્રેગન ફ્રૂટ હાઇ બ્લડ પ્રેશર ના દર્દી ને ફાયદા કારક છે. સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. વધારાની સુગરને શોષી હાઇ સુગરમાં રાહત આપે છે. ભરપૂર માત્રમાં પ્રોટીન હોવાને કારણે વાળને લગતી સમસ્યા હશે તો એ સમસ્યા દૂર કરી વાળમાં કુદરતી ચમક લાવશે. જો ચહેરા પર વધતી ઉમરને કારણે કરચલીઓ પડી હોય તો તેવા લોકોને આ ફ્રૂટ સ્કીન ને ટાઈટ કરી અને ચમકદાર બનાવે છે જેથી તમારી વધતી ઉમરની નિશાનીઓ પણ દૂર થઈ જશે. અને તમે વધુ યંગ લાગશો. આમ ડ્રેગન ફ્રૂટ સ્વસ્થની દ્રષ્ટિ એ ખૂબ લાભકારી છે.

image source

ડ્રેગન એક ફળની જાત છે જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. તેનું વૈજ્ઞાનિક નામ હિલોકેરેસ અંડટસ છે. તે એક પ્રકારનાં વેલાવાળું ફળ છે, જે કેક્ટેસિયા ફેમિલી સાથે સંબંધ રાખે છે. તેના દાંડી પલ્પી અને રસદાર હોય છે. ડ્રેગન ફળમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, ફાઈબર્સ અને વિટામિન સી હોય છે. તે ઘણા ગંભીર રોગોથી રિકવરીમાં કરવામાં મદદ કરે છે. બીટા કેરોટિન અને લાયકોપીન પણ ડ્રેગન ફળમાં જોવા મળે છે. કેરોટીનોઇડ રિચ ખોરાક લેવાથી કેન્સર અને હ્રદયરોગનું જોખમ ઓછું થાય છે. ડ્રેગન ફળ તમારી રોગપ્રતિકારક શક્તિને તેમજ તમારા પેટને મજબૂત બનાવે છે. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પણ, ડ્રેગન ફ્રૂટ તમારા માટે શ્રેષ્ઠ છે. ચાલો જાણીએ કે ડ્રેગન ફ્રૂટ કેવી રીતે શરીરને લાભ આપી શકે છે.

આ ફળ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે:

image source

ડ્રેગન ફ્રૂટમાં કુદરતી એન્ટીઓકિસડન્ટ પ્રભાવની સાથે સાથે ફ્લેવોનોઈડ્સ, ફિનોલિક એસિડ્સ, એસ્કોર્બિક એસિડ અને ફાઇબર હોય છે. આ બધા તત્વો લોહીમાં ખાંડની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જો લોકો ભવિષ્યમાં ડાયાબિટીઝના જોખમને ટાળવા માંગતા હોય તો ડ્રેગન ફ્રૂટનું સેવન કરવું જોઈએ.

હૃદય માટે ડ્રેગન ફાયદાકારક છે:

image source

ડ્રેગન ફળમાં જોવા મળતા નાના કાળા દાણાઓ ઓમેગા -3 અને ઓમેગા -9 ફેટી એસિડ્સના સારા સ્રોત છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

કોલેસ્ટરોલને કંટ્રોલ કરે છે:

image source

ડ્રેગન ફ્રૂટ ટોટલ કોલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ અને નીચા ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તો, તે સારા કોલેસ્ટરોલને વધારવામાં પણ મદદ કરી શકે છે.

તે પેટની સમસ્યાઓમાં ફાયદાકારક છે:

image source

ડ્રેગન ફ્રૂટ પાચનને તંદુરસ્ત રાખે છે. તેઓ પેટ અને આંતરડાના સારા માઇક્રોબાયોમને પ્રોત્સાહન આપે છે. આ પેટ અને આંતરડાને લગતા વિકારોને દૂર રાખવામાં અને પેટ અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ડ્રેગન ફ્રૂટ ફાઇબર અને ઘણા બધા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરી શકે છે.

આર્થરાઈટિસનો કરે છે ઈલાજ:

image source

ડ્રેગન ફ્રૂટ એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ છે અને સંધિવાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

ઈમ્યુનિટી વધારે છે:

image source

ડ્રેગન ફ્રૂટ રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ખૂબ મદદ કરે છે. ડ્રેગન ફ્રૂટમાં હાજર વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આની મદદથી શરીરને અનેક રોગોથી બચાવી શકાય છે.

હાડકાં અને દાંતને મજબૂત કરે છે:

image source

ડ્રેગન ફ્રૂટ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનો સારો સ્રોત હોવાથી તેનો ઉપયોગ હાડકાં અને દાંત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટમાં હાજર મેગ્નેશિયમ હાડકા અને દાંત માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.

અસ્થમામાં ડ્રેગન ફ્રૂટના ફાયદા:

image source

અસ્થમામાં ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કરી શકાય છે. એક સંશોધન સૂચવે છે કે ડ્રેગન ફ્રૂટનો નિયમિત ઉપયોગ કરવાથી અસ્થમા અને કફ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ