બીજી લહેરમાં ખાસ પહેરો ડબલ માસ્ક, જાણી લો કેમ, સાથે ખાસ જાણો ડબલ માસ્ક પહેરતી વખતે શું રાખશો ધ્યાન

દેશમાં કોરોનાની બીજી લહેર લાખો લોકોને સંક્રમિત કરી ચુકી છે. રોજે રોજ એટલા કેસ નોંધાયા છે કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. નિષ્ણાંતો પણ સતત રિસર્ચ કરી રહ્યા છે કે કોરોનાના કહેરથી બચવાનો ઉપાય શું હોય શકે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો હવે લોકોને ડબલ માસ્ક લગાવવાની સલાહ આપે છે.

image source

ડબલ માસ્ક પહેરવાથી ફાયદો થાય છે તેવા તથ્યો રિસર્ચમાં સામે આવ્યા છે. એટલા માટે લોકોને બે માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બે માસ્ક પહેરવામાં આવે તો તેનાથી 96 ટકા સુધી કોરોના સંક્રમણથી બચી શકાય છે. બે માસ્ક પહેરવાની સ્થિતિ લાભકારી હોય છે જ્યારે સામાજિક અંતર ન જળવાતું હોય.

image source

આ સિવાય ડબલ માસ્ક પહેરવું શા માટે જરૂરી છે તે પણ જાણીએ વિગતવાર. નિષ્ણાંતોનું કહેવું છે કે સિંગલ માસ્ક પહેરવા પર ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે તેમાં સાઈડમાંથી હવા પસાર થતી રહે છે. તેવામાં ડબલ માસ્ક પહેરવાથી ફિટિંગ સારું રહે છે અને તેનાથી સંક્રમણના સંપર્કમાં આવવાના ચાન્સ ઓછા થઈ જાય છે.

image source

હવે તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને માન્યું છે કે કોરોના વાયરસ એરબોર્ન છે અને હવામાં ઘણા સમય સુધી રહે છે. એટલા માટે માસ્કનું ફિલ્ટ્રેશન હોય તે જરૂરી છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડબલ માસ્કથી વાયરસથી બચાવ 85 ટકાથી વધુ થાય છે. જ્યારે સિંગલ માસ્કથી બચાવ ક્રમશ: કપડાથી 51.4 ટકા અને સર્જિકલ માસ્કથી 56.1 ટકા થાય છે.

image source

ડબલ માસ્ક લગાવતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ડબલ માસ્કમાં એક માસ્ક સર્જિકલ અને એક માસ્ક કપડાનું હોવું જોઈએ. તેનાથી શ્વાસ લેવામાં સમસ્યા નહીં થાય. કોઈ વ્યક્તિએ બંને માસ્ક કપડાના પહેર્યા હોય તો તેનાથી શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. જ્યારે બંને માસ્ક સર્જિકલ હોય તો ફિટિંગની સમસ્યા થઈ શકે છે.

જો બે સર્જિકલ માસ્ક અથવા એક કરતાં વધુ લેયરવાળા લિનિનના બે માસ્ક પહેરવામાં આવે તો તેનાથી શ્વાસ લેવામાં સમસ્યા થતી નથી. તેનાથી ઓક્સિજન સરળતાથી અંદર જાય છે અને કાર્બન ડાય ઓક્સાઈડ બહાર જાય છે.

image source

કોરોના વાયરસ હવામાં તરતા નાના નાના ડ્રોપ્લેટથી ફેલાય રહ્યો છે જે શ્વાસ દ્વારા અંદર જાય છે તેથી તેનાથી બચાવ કરવો પણ ખૂબ જરૂરી છે. અને તેનાથી ડબલ માસ્ક પહેરી બચી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!