દિવ્યા ભટનાગરનો પતિ અભિનેત્રી સાથે કરતો હતો આવી દર્દનાક હરકત, ટેલિવૂડમાં મચ્યો ખળભળાટ

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની અભિનેત્રી દિવ્યા ભટનાગરનું તારીખ 7 ડિસેમ્બર એટલે કે, સોમવારે કોરોનાવાયરસને કારણે અવસાન થયું હતું. દિવ્યા તેની પર્સનલ લાઈફમાં ખુશ નહોતી. તેણે ગયા વર્ષે ગગન ગબરૂ સાથે તેના પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. ગગન લાંબા સમયથી દિવ્યા સાથે નહોતો રહેતો. દિવ્યાની માતાએ જણાવ્યું કે, ગગને તેની પુત્રી સાથે છેતરપિંડી કરી છે.

image source

આ પછી ટીવી કલાકાર દેવોલિના ભટ્ટાચારજીએ પણ ગગન વિશે ઘણા દાવા કર્યા હતા. હવે દિવ્યાના ભાઈ દેવાશિશે એક્ટ્રેસની ચેટ શેર કરી છે, જેમાં સામે આવ્યું છે કે ગગન દિવ્યાને ખૂબ મારતો હતો. દિવ્યાના અવસાન બાદ હવે દેવશિષ અભિનેત્રીના સોશ્યલ મીડિયા હેન્ડલ્સનું સંચાલન કરી રહ્યો છે.

દિવ્યાની ચેટ તેના ભાઈએ વાયરલ કરી

આજે એટલે કે ગુરુવારે દેવશિષે તેની બહેન દિવ્યાની કેટલીક ચેટ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી પોતાનું દર્દ કોઈની સાથે શેર કરી રહી છે. આ ચેટમાં આ વાત પણ બહાર આવી છે કે ગગન દિવ્યાને નાની નાની બાબતો પર બેલ્ટથી મારતો હતો.

ધમકીથી લગ્ન કર્યા હતા

image source

એટલું જ નહીં, આ ચેટમાં એવું પણ સામે આવ્યું છે કે ગગને દિવ્યા સાથે ધમકીથી લગ્ન કર્યા હતા. આ સિવાય આ ચેટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ગગને બીજી ઘણી યુવતીઓ સાથે પણ છેતરપિંડી કરી હતી. આ ચેટમાં દિવ્યાએ માત્ર ગગનને જ નહીં પરંતુ તેના આખા પરિવાર પર પણ છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.

કાશ મને આ બધી વાતની જાણ થઈ હોત

image source

આ ચેટને દિવ્યાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે દેવાશિષે લખ્યું- ”કાશ મને આ બધી વાતની જાણ થઈ હોત, કાશ, હુ તેમને કહી શકતો કે તે પોતાના માટે સ્ટેન્ડ લે,કાશ હુ તેમને કહી શકતો કે મહિલાઓ સૌથી વધારે શક્તિશાળી હોય છે. કદાચ હું તેમને તે રાક્ષસથી બચાવી શકતો. કૃપા કરીને મોડુ થાય તે પહેલાં બોલો અને ખાસ કરીને તમારા પરિવાર સાથે વાત કરો. કારણ કે તમે દરેક વસ્તુઓ તમારા મિત્રો સાથે શેર કરી શકો છો, પરંતુ ફક્ત તમારો પરિવાર જ તમને આ મુશ્કેલીમાંથી મુક્ત કરી શકે છે.

હું ગગન ગબરૂને ફાંસી પર લટકાવેલો જોવા માગુ છું

image source

દેવાશિષે આગળ લખ્યું છે, હું ગગન ગબરૂને ફાંસી પર લટકાવેલો જોવા માગુ છું. આ શખ્સ તેને ધમકી આપતો હતો કે તે તેના ભાઈ અને માતાને મારી નાખશે, અને તેનું જીવન બરબાદ કરી નાખશે, જો તે કોઈની સાથે કાઈ પણ વાત શેર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ