નિર્દેશક સાથે અણબનાવ થયો તો આ બોલીવુડ કલાકારોએ જાતે જ બનાવી નાખી..જાણો તો ખરા એવું તો શું કર્યુ

બૉલીવુડ ફિલ્મ જગતમાં એકટર અને ડાયરેકટર વચ્ચે ઘણીવાર ખટપટ થઈ જાય છે. પણ આ અણબનાવ ઘણી વાર એટલી હદે વધી જાય છે કે અમુક સ્ટાર્સ એ ફિલ્મના નિર્દેશકને જ કાઢી નાખે છે. એટલું જ નહીં એ પછી ફિલ્મની કમાન પોતાના હાથમાં લઈ લે છે. એવી જ અમુક ફિલ્મો વિશે આજે અમે તમને જણાવીશું જેમાં એક ફિલ્મમાંથી અભિનેતાએ નિર્દેશકને રિપ્લેસ કરી જાતે જ ડાયરેક્શન કરવાનું શરૂ કરી દીધું.

અરબાઝ ખાન.

image source

આ કિસ્સો છે દબંગ 2ની શૂટિંગનો. આ ફિલ્મનું નિર્દેશન અભિનવ કશ્યપ કરી રહ્યા હતા. એ દરમિયાન ફિલ્મના પ્રોડ્યુસર એકટર અરબાઝ ખાન અને એમની વચ્ચે કંઈક ખટપટ થઈ હતી. એ પછી અરબાઝે એમને કાઢીને જાતે જ ફિલ્મનું નિર્દેશન કરવાનું શરૂ કરી દીધું. આ રીતે દબંગ 2 અરબાઝ ખાનની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ બની ગઈ. સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. એમાં એ ફરી એકવાર સોનાક્ષી સિન્હા સાથે સ્ક્રીન શેર કરતા દેખાયા હતા. ચુલબુલ પાંડેના એમના પાત્રથી સલમાને દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મે 250 કરોડની કમાણી કરી હતી.

આમિર ખાન

image source

વર્ષ 2007માં આવેલી આમિર ખાન અને દર્શિલ સફારીની ફિલ્મ તારે જમીન પરએ ના ફક્ત દર્શકોનું દિલ જીતી લીધું હતું પણ ઘણા બધા એવોર્ડ્સ પણ પોતાના નામે કરી લીધા હતા. જો કે આ ફિલ્મ સાથે વિવાદ ત્યારે પેદા થયો જ્યારે ડાયરેકટરના ક્રેડિટને લઈને આમિર ખાનનું નામ સામે આવ્યું. તો અમોલ ગુપ્તેને રાઇટર અને ક્રિએટિવ રાઈટરનું ક્રેડિટ આપવામાં આવ્યું. તારે જમીન પર ફિલ્મને અમોલ ગુપ્તે ડાયરેકટ કરવાના હતા. એમને જ સ્ટોરી લખ્યા પછી આમિર ખાનનો કોન્ટેકટ કર્યો હતો અને દર્શિલ સફારીને શોધી કાઢ્યો હતો. પણ શૂટિંગ દરમિયાન ક્રિએટિવ મતભેદના કારણે આમિરે નિર્દેશનનો કારભાર સંભાળી લીધો.

કંગના રનૌત.

image source

વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ મણિકર્ણીકાના કારણે કંગના ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મને કૃશ ડાયરેકટ કરવાના હતા. પણ અભિનેત્રી અને નિર્દેશક વચ્ચે ફિલ્મના અમુક સીન અને એક્ટર્સને લઈને મતભેદ હતો. એ પછી આ ફિલ્મને કંગનાએ જાતે જ ડાયરેકટ કરી નાખી. આ ફિલ્મમાં એમને રાની લક્ષ્મીભાઈનું પાત્ર ભજવ્યું હતું. કંગના પહેલી વાર આવી કોઇ ફિલ્મમાં દેખાઈ છે. પાત્રની બાબતમાં આ કંગનાની એવી ફિલ્મ હતી જેના માટે એમને ખૂબ જ મહેનત કરવી પડી હતી. ફિલ્મમાં એમના સિવાય અંકિતા લોખંડે પણ મહત્વની ભુમિકામાં દેખાઈ.

મનોજ કુમાર.

image source

વર્ષ 1967માં આવેલી ફિલ્મ ઉપકાર એ વર્ષે સૌથી હિટ ફિલ્મોમાંથી એક હતી. આ ફિલ્મમાં મનોજ કુમારે ના ફક્ત અભિનય કર્યો પણ એને લખી અને એનું નિર્દેશન પણ કર્યું. પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના કહેવા પર મનોજ કુમારે આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મનું નિર્દેશન પહેલા અન્ય કોઈ કરી રહ્યું હતું પણ થોડા દિવસ પછી મનોજ કુમાર અને એમની વચ્ચે મતભેદ થયો. એ પછી ફિલ્મની કમાન મનોજ કુમારે પકડી લીધી.

રજત કપૂર.

image source

રજત કપૂરની ગણતરી ઇન્ડસ્ટ્રીના વર્ષેટાઇલ એક્ટર્સમાં થાય છે. એમને મિક્સ ડબલ્સ નામની ફિલ્મ ડાયરેકટ કરી હતી. શૂટિંગના પહેલા દિવસે જ એમનું ડાયરેકટર સાથે ન બન્યું. ત્યારે રજત કપૂરે જાતે જ આ ફિલ્મને ડાયરેકટ કરવાનું શરૂ કરી દીધું. એ પછી એ મિથ્યા, અને આંખો દેખી જેવી ફિલ્મો પણ ડાયરેકટ કરી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong