આ કારણે સાજીદ ખાનનું જેકલીન સાથે થયું હતું બ્રેકઅપ, જાણી લો બન્નેની અધૂરી લવસ્ટોરી વિશે

બૉલીવુડની અમુક લવસ્ટોરી વિશે ફેન્સ જેટલું જાણવા માટે ઉત્સુક રહે છે એટલા જ એમના અલગ થવાની સ્ટોરીને સાંભળવા માટે પણ આતુર રહે છે. એવી એક અધૂરી પ્રેમ કહાની છે જેકલીન ફર્નાન્ડિઝ અને સાજીદ ખાનની. બન્નેના અફેર અને બ્રેકઅપ પર ઘણીવાર વાતો કરવામાં આવે છે.

image source

સાજીદ ખાન સાથે જેકલીન ફર્નાન્ડિઝ એ સમયે રિલેશનમાં આવી જ્યારે એ પોતાનું કરિયર બોલીવુડમાં જમાવી રહી હતી. ઘણા સમય સુધી પ્રેમમાં રહ્યા પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું જતું. આજે અમે તમને જેકલીન અને સાજીદ ખાનની બ્રેકઅપ સ્ટોરી વિશે જણાવીશું.

image source

જેકલીને વર્ષ 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સનો તાજ જીત્યા પછી બૉલીવુડ તરફ વળાંક લીધી હતો. એક્ટ્રેસે વર્ષ 2009માં ફિલ્મ અલાદીનથી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. જો કે ફિલ્મ કઈ ખાસ ચાલી નહોતી. આ એક્ટ્રેસ એ સમયે ચર્ચામાં આવી જ્યારે ડાયરેકટર સાજીદ ખાન સાથે એમના રિલેશનની ખબર સામે આવી હતી.

image source

ખબરોનું માનીએ તો જેકલીન પ્રિન્સ શેખ હસનને ડેટ કરી ચુકી છે. એક્ટ્રેસનું વર્ષ 2011માં શેખ હસન સાથે બ્રેકઅપ થયું હતું, એ સમયે ખબરોમાં આવ્યું હતું કે બન્નેના અલગ થવાનું કારણ સાજીદ ખાન હતા. કહેવામાં આવે છે કે જેકલીન શેખને જ્યારે ડેટ કરી રહી હતી એ સમયે એ સાજીદની નજીક આવી હતી, જે કારણે શેખે એક્ટ્રેસ સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે સાજીદ ખાન તેમજ જેકલીન ફિલ્મ હાઉસફુલ પછી એકબીજાની વધુ નજીક આવ્યા. ખુદ જેકલીને કહ્યું હતું કે સાજીદના પ્રેમનો જુનુંન એમના માથા પર ચડી ગયો હતો પણ સાજીદ એમના પર ઘણી રીતના બંધન મુકતા હતા. જેમ કે એક્ટ્રેસે ટૂંકા કપડાં પહેરે તો એમને બિલકુલ નહોતું ગમતું. એટલું જ નહીં એ જેકલીનના કોઈપણ ફિલ્મમાં ગ્લેમરસ પાત્ર ભજવવાના પણ સખત વિરોધી હતા.

image source

જો કે સાજીદ ખાન પર એક્ટ્રેસમસે કહ્યું હતું કે એ ખૂબ જ વધુ સ્પોર્ટિવ છે અને હંમેશા સાચી સલાહ આપે છે. પણ સાજીદના બંધનોએ જ બન્નેના અલગ થવાનું કારણ બન્યા હતા. એક્ટ્રેસ ખુદ દિલથી ફિલ્મોમાં પોતાનું કામ કરવા માંગતી હતી. આ જ કારણ છે કે વર્ષ 2013માં સાજીદ સાથે એમનું બ્રેકઅપ થઈ ગયું.

image soiurce

જો કે આજે બન્ને અલગ થયા એને ઘણો સમય વીતી ગયો છે પણ આ બન્ને આજે પણ સારા મિત્રો છે. આ જ કારણ છે કે જેકલીન ચોખવટ કરી ચુકી છે કે જો એમને ક્યારેય સાજીદ ખાન કોઈ સારી ફિલ્મની ઓફર આપશે તો એ એનો ચોક્કસ સ્વીકાર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong