જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું સ્પષ્ટ શબ્દોમા નિવેદન, સરકાર મંજૂરી આપે કે ન આપે, રથયાત્રા નીકળશે જ

હાલમાં કોરોનાનો માહોલ શરૂ જ છે. જો કે રાહતની વાત એ છે કે રોજ 100 કરતાં પણ ઓછા કેસ આવતા હોવાથી લોકોમાં પણ ખુશીનો માહોલ છે. ત્યારે ગયા વર્ષે અનેક તહેવારો પર ગ્રહણ લાગી ગયું હતું. જો કે ચાલુ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં એ અંગે હજુ સુધી સરકારે કોઈ જ નિર્ણય લેવાયો નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ, મોસાળ, પોલીસ, કોર્પોરેશને રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ હવે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ આવી વાત કરી છે કે સરકાર રથયાત્રા માટે મંજૂરી આપે કે ન આપે, પણ ચાલુ વર્ષે રથયાત્રા નીકળીને જ રહેશે.

image source

આ સાથે જ વાત કરી કે ખાલી નીકળશે એવું જ નહીં પણ રથયાત્રા 6 જ કલાકમાં એના નિર્ધારિત રૂટ પર નીકળીને નિજમંદિરે પરત ફરે એ માટે મજબૂત બાંધાના 40 ખલાસીભાઈની યાદી પણ તૈયાર કરી નાખી છે. મહેન્દ્ર ઝા કે જેઓ ટ્રસ્ટી જગન્નાથ મંદિર છે. તેમણે પણ આ વિશે સચોટ માહિતી આપી હતી કે રથયાત્રા કાઢવા માટે જે 40 ખલાસીભાઈઓની યાદી તૈયાર કરી છે તેમાંથી 85 ટકા ખલાસીઓએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે, જ્યારે બાકી રહેલા 15 ટકા ખલાસી ભાઈઓને 2 જ દિવસમાં રસી આપી દેવાશે.

જો હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ખલાસીભાઈને કોરોનાની રસી અપાવવાની કામગીરી ચાલે છે, યાદીમાંના જે ખલાસીભાઈઓને રસી લેવાની બાકી છે તેમને 2 દિવસમાં રસી આપી દેવામાં આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. પોતાની વાત લોકો સામે રાખતા દિલીપદાસજીએ જણાવ્યું હતું કે સરકાર મંજૂરી આપે કે નહીં આપે, પણ રથયાત્રા તો નીકળશે જ. રથયાત્રાને હવે માંડ 12 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે દિલીપદાસજીના આ નિવેદનથી એ વાત નક્કી છે કે સરકાર રથયાત્રા કાઢવાના મૂડમાં છે, પરંતુ સરકાર હાલમાં કોઈ જાહેરાત કરીને વિવાદ ઊભો થવા દેવા માગતી નથી એવું પણ તજજ્ઞો કહી રહ્યાં છે.

જો બંદોબસ્ત વિશે વાત કરવામાં આવે તો રથયાત્રામાં દર વર્ષે શહેર પોલીસના 13 હજાર જવાન ઉપરાંત ટ્રાફિક-પોલીસ, હોમગાર્ડ તેમજ એસઆરપી, આરએએફ, બીએસએફ અને સીઆરપીએફની 40 કંપનીઓને સુરક્ષા માટે ખડેપગે રાખવામાં આવે છે. અન્ય શહેરોમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓ અને અધિકારીઓ મળીને 22થી 25 હજાર પોલીસ સુરક્ષાકર્મી રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવાયેલા હોય છે. આ સાથે જ હાલમાં એવી પણ માહિતી મળી રહી છે કે સુરક્ષાદળની 40 કંપની ફાળવવા ડીજીપીની મંજૂરી મગાઈ છે. બીજી પણ એક વાત નોટિસ કરવા જેવી છે કે મધ્ય ઝોનમાં રથયાત્રાના રૂટ પરનાં 327 ભયજનક મકાનોને મ્યુનિ.એ નોટિસ પાઠવી છે, જે પૈકી 44 મકાનમાલિકોએ તેમનાં મકાનો રિપેર કરાવી લીધા છે, જોકે હજુ બાકીનાં મકાનો ભયજનક છે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લીધે ગત વર્ષે અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળી શકી નહોતી, પરંતુ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળશે એ નક્કી થઈ ગયું છે. આ મામલે સરકાર છેલ્લી ઘડીએ જાહેરાત કરી શકે છે. રથ નીકળે એ દરમિયાન રૂટ પરના વિસ્તારોમાં જનતા કર્ફ્યૂ લાદવાની પણ વિચારણા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong