ઘોની પોતાના ખેતરમાં કરી રહ્યો છે ઓર્ગેનિક ખેતીનું કામ, તસવીરો જોઇને તમને પણ લાગશે નવાઇ

પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ઈજા ફાર્મ હાઉસમાં આજકાલ ફૂલગોભીની ખેતી જોર શોરથી ચર્ચામાં છે.લગભગ 3 કરોડ એકરથી વધારે જગ્યામાં કરાતી ફૂલગોભી રાંચીના બજારમાં ધૂમ મચાવી રહી છે.

image source

અહીં તેની ખાસ ડિમાન્ડ પણમ છે. બર્મી કંપોસ્ટ અને ગોબરના ખાસ ખાતરથી તૈયાર કરાયેલી ઓર્ગેનિક ગોભીને બજારમાં લોકો હાથોહાથ ખરીદી રહ્યા છે.

image source

રાંતીના બજારોમાં ખરીદનારાને ખ્યાલ આવે છે કે આ ગોભી ધોનીના ફાર્મ હાઉસથી પહોંચી છે તો લોકો તેને ખરીદવા દોડી જાય છે. 20-25 રૂપિયે કિલોના ભાવે બજારમાં વેચાતી આ ગોભીનો સ્વાદ અન્ય ગોભી કરતાં અલગ હોય છે. તેમાં કેમિકલનો ઉપયોગ કરાતો નથી. ધોનીના ફાર્મ હાઉસમાં તૈયાર થયેલી અડધાથી એક કિલોની વચ્ચેના વજનની ગોભી હોય છે.

image source

ગોભીની ખેતી માટે જવાબદારી સંભાળનારા ખેડૂતે કહ્યું કે ગોભીને ઘણી સંભાળીને રાખવી પડે છે કારણ કે તે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક છે. બજારમાં ધોની ભૈયાના નામે તે હાથોહાથ વેચાઈ જાય છે. તેઓએ કહ્યું કે તેના પાન પણ શાકના રૂપમાં ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે કારણ કે તે સંપૂર્ણ રીતે બર્મી કંપોસ્ટ અને ખાતરથી તૈયાર કરાઈ છે.

image source

ખેતીની તરફ રસ રાખનારા મહેન્દ્ર સિંહ ધોનીના પાકની દેખરેખને પ્રતિ પોતે પણ ગંભીર રહે છે. અનેક વાર ખેતરમાં ખેડૂતો પાસે તેને માટેની જાણકારી લઈ રહેલા ધોનીના અનેક ફોટોઝ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ