ધરતી પર એલિયન્સના અસ્તિવને લઈને આ વૈજ્ઞાનિકે કર્યો અત્યાર સુધીનો મોટો ધડાકો, સમગ્ર વિશ્વમાં હડકંપ

ઇઝરાઇલના એક વરિષ્ઠ અધિકારીએ એલિયન્સ અંગે સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. છેલ્લા ત્રીસ વર્ષથી ઇઝરાઇલના સ્પેસ સિક્યુરિટી પ્રોગ્રામના વડા અને નિવૃત્ત જનરલ હેમ ઇશેદનું માનવું છે કે એલિયન્સ પૃથ્વી પર છે અને જીવે છે અને તેઓ યુએસ અને ઇઝરાઇલ સાથે ગુપ્ત રીતે સંપર્કમાં છે.

ટ્રમ્પ એલિયન્સના રહસ્યો જાહેર કરવાના હતા

image source

તેમણે કહ્યું કે એલિયન્સ સામાન્ય લોકો માટે તેમનું અસ્તિત્વ જાહેર કરી રહ્યા નથી કારણ કે તેઓને લાગે છે કે લોકો હાલમાં આવા ખુલાસાઓ માટે તૈયાર નથી. હાએમ ઇઝરાઇલના અખબાર યેડિઓટ આહરોનોટને આપેલી મુલાકાતમાં પણ દાવો કર્યો હતો કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એલિયન્સના રહસ્યો જાહેર કરવાના હતા, પરંતુ યોગ્ય સમયે ગૈલેક્ટિક ફેડરેશનના એલિયન્સએ ટ્રમ્પને રોકી દીધા હતા.

અમરિકાના એલિયન્સ સાથે ગુપ્ત કરાર

image source

ગેલેક્ટીક ફેડરેશન હેઠળ અમરિકાના એલિયન્સ સાથે ગુપ્ત કરાર છે અને આ કરારના કારણે જ મંગળ પર અંડરગ્રાઉન્ડ બેઝ બનાવવામાં આવ્યો છે જ્યાં અમેરિકાના અવકાશયાત્રીઓ અને કેટલાક એલિયન્સ હાજર છે. ઇશેદના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ એક સમયે એલિયન્સની હાજરીની ઘોષણા કરવાના જ હતા, પરંતુ એલિયન લોકોમાં કોઈપણ પ્રકારની ગભરાટ ફેલાવવા માંગતા ન હતા. તેઓ રાહ જોઈ રહ્યા છે કે, જ્યારે માનવ સંસ્કૃતિ બ્રહ્માંડ, સ્પેસશીપ્સ અને યુનિવર્સને લગતી જટિલ બાબતોને સમજી શકશે, પછી તેઓ સમજવામાં પરિપક્વ થઈ જશે ત્યાર બાદ પોતાના અસ્તિત્વ વીશે લોકો સમક્ષ બધી વાત રાખશે.

એલિયન્સ પૃથ્વી પર ઘણા પ્રકારના પ્રયોગો કરે છે

image source

ઇશેદે કહ્યું કે યુએસ સરકાર અને એલિયન્સ વચ્ચેના કરાર હેઠળ, આ એલિયન્સ પૃથ્વી પર ઘણા પ્રકારના પ્રયોગો કરે છે. માનવ સંસ્કૃતિની જેમ, આ એલિયન્સ પણ સંશોધન કરી રહ્યા છે અને બ્રહ્માંડના ઉંડા રહસ્યો અને તેની સાથે જોડાયેલી વાતો સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેમને આ કાર્યમાં અમારી સહાયની જરૂર છે.

ફાધર ઓફ ઇઝરાઇલ સેટેલાઇટ પ્રોગ્રામ

image source

ઇશેદે એમ પણ કહ્યું કે જો તેણે પાંચ વર્ષ પહેલાં જાહેરમાં આ વાત કરી હોત, તો તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોત. પરંતુ તેને આશા છે કે હવે વસ્તુઓ બદલાશે. ઇશેદે કહ્યું કે તેણે જ્યાં પણ પોતાનો મુદ્દો મૂક્યો ત્યાં બધાએ તેને પાગલ કહી દીધા પણ તેને તેની કોઈ પરવા નથી અને મારી પાસે ખોવા માટે કાઈ નથી. ઇશેદ 2011 માં જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમના યોગદાનને જોતા, ઇઝરાઇલની મીડિયાએ તેમને ફાધર ઓફ ઇઝરાઇલ સેટેલાઇટ પ્રોગ્રામ પણ કહ્યું. તેમના પદ પરથી હટ્યા બાદ તેણે પોતાનું મોટાભાગનું ધ્યાન એક જ વસ્તુ પર કેન્દ્રિત કર્યું છે જે તેના માટે ખૂબ રહસ્યમય અને રસપ્રદ છે અને તે છે એલિયન્સ.

એલિયન્સે આપણા પૃથ્વી પર પરમાણુ અકસ્માતો અટકાવ્યા

image source

જેરુસલેમ પોસ્ટ મુજબ, આ વ્યક્તિએ તેના વિચારોને એક પુસ્તકનું સ્વરૂપ પણ આપ્યું છે. ધ યુનિવર્સ બિયોન્ડ ધ હોરાઇઝન નામના આ પુસ્તકમાં, તેમણે એ સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે કે કેવી રીતે આ એલિયન્સે આપણા પૃથ્વી પર પરમાણુ અકસ્માતો અટકાવ્યા છે. તેમણે આ પુસ્તકમાં એલિયન્સની પ્રકૃતિ, તેમના અસ્તિત્વ સંબંધિત ઘણા સિદ્ધાંતો આપ્યા છે.

ભવિષ્યના ચંદ્ર મિશન માટેની તૈયારી

image source

નોંધપાત્ર વાત એ છે કે ઇઝરાઇલની અંતરિક્ષ એજન્સી ભવિષ્યના ચંદ્ર મિશન માટેની તૈયારી કરી રહી છે. અગાઉ, ઇઝરાયેલે એપ્રિલમાં પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનુ પ્રાઈવેટ ફડિંગ રોબોટિક ક્રાફ્ટથી જોડાયેલ મિશન નિષ્ફળ ગયું હતું. આ પહેલા, ફક્ત યુ.એસ., ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ ચંદ્ર પર કંટ્રોલ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે. ઇશેદે ભલે એ દાવો કર્યો કે અમેરિકાના અવકાશયાત્રીઓ મંગળ ગ્રહ પર એલિયન્સ સાથે અંડર ગ્રાઉન્ડ બેઝમાં હાજર છે, પરંતુ સત્ય વાત એ છે કે મંગળ પર કોઈ પણ દેશ હજુ સુધી માનવને ઉતારવામાં સફળ રહ્યો નથી. જોકે, અમેરિકા અને ચીનની મંગળ ગ્રહ પર નજર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ