ધનતેરસના દિવસે સોના-ચાંદી ઉપરાંત આ ૫ વસ્તુઓ ખરીદો – ચમકી જશે કિસ્મત!

આપણે ત્યાં દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવાની પ્રણાલિકા છે. અને એમાં પણ ધનતેરસ વિશેષ મહત્વ ધરાવે છે.ધનની પ્રાપ્તિ માટે ધનતેરસની પૂજા નું ખાસ મહત્વ છે.આ દિવસે ખરીદી કરવાનું મહત્વ પણ એટલું જ છે. ધનતેરસના દિવસે નાણાકીય હિસાબોની યાદી માટે રાખવામાં આવતા ચોપડાની ખરીદી ઉપરાંત સોના-ચાંદીની ખરીદી કરવા માટે પણ લોકો સારા મુહૂર્તમાં ઉમટી પડે છે.

image source

માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સારા શુકન માં ખરીદેલું સોનુ અને ચાંદી ઘરમાં મા લક્ષ્મીની કૃપા લઈને આવે છે.

image source

પણ ધનતેરસના દિવસે ખરીદવા લાયક બીજી પણ કેટલીક ચીજવસ્તુઓ છે, જે આમ તો બહુ સામાન્ય વસ્તુઓ છે પણ ધનતેરસના દિવસે તેની ખરીદી કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ યથાવત રહે છે અને મા લક્ષ્મીની કૃપા પણ અપરંપાર રહે છે.

પિત્તળના વાસણો

ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ની ખરીદીની સાથે-સાથે પિત્તળના વાસણો ખરીદવા પણ શુભ માનવામાં આવે છે.કહેવાય છે કે સાગર મંથન સમયે હાથમાં પિત્તળના કળશ સાથે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયાં હતાં.ધનતેરસના દિવસે ધન્વંતરિ ભગવાન ની પૂજા નું પણ એટલું જ મહત્વ છે.

image source

સારા આરોગ્યની પ્રાપ્તિ માટે પણ ધન્વંતરિને પૂજવામાં આવે છે .અને ભગવાન ધન્વંતરિને પિત્તળ પસંદ હોવાથી ધનતેરસના દિવસે પિત્તળની ખરીદી દ્વારા ધન્વંતરિની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.

સાવરણી

નવાઈ લાગે છે ને પણ ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.કહેવાય છે કે આ દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરની નકારાત્મક ઊર્જા પણ બહાર નીકળે છે.

image source

ઘરમાં નવી સાવરણી રાખવાથી ધન તેરસ ની રાત્રે મા લક્ષ્મીના પગલા ઘર માં પડે છે અને સાથે ઘરનો ધન વૈભવ પણ વધે છે.આપણે સાવરણી આંગણામાં હોય તો અશુભ માનીએ છીએ .પણ, ધનતેરસે આ જ સાવરણીનું મહત્વ વિશેષ થઈ જાય છે.

કોડી

image source

આપણે સૌ નાનપણમાં કોડી તો રમ્યા જ હોઈશું ?કહે છે કે જ્યાં કોડી રાખવામાં આવે છે ત્યાં લક્ષ્મી નું સ્થાન હોય છે,તેથી જ ધનતેરસના દિવસે કોડીની ખરીદી કરી ધનના દેવતા કુબેર તથા મા લક્ષ્મીની સાથે આ કોડીઓનું પણ પૂજન કરવું જોઈએ.કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે.

શંખ

image source

હિન્દુ સંસ્કૃતિમાં શંખનું પણ વિશેષ મહત્વ છે.ભગવાને પણ શંખ ધારણ કરેલો છે.જે ઘરમાં પૂજા બાદ નિયમિત રીતે શંખ વગાડવામાં આવે છે તે ઘર પર લક્ષ્મીદેવીની કૃપા કાયમ રહે છે॰તેથી ધનતેરસના દિવસે શંખની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.ધનતેરસ તથા દિવાળીના દિવસે પણ પૂજન બાદ માં લક્ષ્મી નું ધ્યાન ધરીને શંખ વગાડવાથી ઘરની સમૃદ્ધિ સદૈવ રહે છે.

image source

ધનતેરસના દિવસથી જ દિવાળીના મહાપર્વનો આરંભ થાય છે.ધનતેરસના ભવ્ય પૂજન દ્વારા શરૂ થયેલી દિવાળીનું પર્વ ભાઈબીજ સુધી અતિ ધામધૂમથી કરવામાં આવે છે.

image source

દિવાળીના પર્વની ખરીદી પણ સામાન્ય રીતે ધનતેરસના દિવસથી શરૂ કરવામાં આવે છે .જેમાં લક્ષ્મીમાં તથા ગણેશની મૂર્તિ તેમજ માટીના દિવડા પણ ધનતેરસને દિવસે ખરીદવા જોઈએ.

image source

ઘણા વેપારીઓ ધનતેરસનાં દિવસ પહેલા પુરા વર્ષના નાણાકીય હિસાબોની લેવડદેવડ બતાવે છે.ઘણા ઘરોમાં પણ ધનતેરસ પહેલા બધા હિસાબોની પતાવટ કરવાનો રિવાજ હોય છે અને ધનતેરસના દિવસથી  જ્યાં સુધી નવા નાણાકીય હિસાબો નો પ્રારંભ ના કરે ત્યાં સુધી નાણાંની ચુકવણી કરવામાં આવતી નથી.જોકે હવે ના જમાનામાં પહેલાંના  આ રિવાજો સાચવવા શક્ય નથી પરંતુ શુકન રૂપે પણ તેની પ્રથા અનુસરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ