દીપિકા પહેલા આ હસીનાઓના પ્રેમમાં પાગલ હતો રણવીર, જેમાં નંબર 2નું નામ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

બેન્ડ બાજા બારાતથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર રણવીર સિંહે ઇન્ડસ્ટ્રીમાં એક લાંબી સફર નક્કી કરી છે અને પોતાના અભિનયથી એમની પ્રતિભા સાબિત કરી છે. આજે રણવીર સિંહ બોલિવુડના એક દમદાર અભિનેતા ગણાય છે જેમને પોતાની ફિલ્મોમાં લેવા માટે નિર્દેશક આતુર રે છે. એમને બોલીવુડમાં ગુંડે, રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત અને ગલી બોય જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. રણવીરમાં એક એવો ચાર્મ છે જે એમને ખૂબ જ ખાસ બનાવે છે. જ્યાં ઘણા અભિનેતા પોતાના દિલની વાત દિલમાં જ દબાવીને રાખે છે તો રણવીર સિંહ ખૂબ જ ખુલ્લા સ્વભાવના છે..જે એમના દિલમાં હોય છે એ એમના મોઢે આવી જ જાય છે.

image source

દીપિકા પાદુકોણ સાથે એમનો પ્રેમ અને પછી લગ્ન પણ લોકોમાં ઘણા ચર્ચામાં રહ્યા હતા. રણવીર સિંહ પોતાની પત્ની દીપિકાને ખૂબ જ પ્રેમ કરે છે અને કોઈને કોઈ બહાને એ દુનિયા સામે આ પ્રેમનો ખુલ્લાંમ્ ખુલ્લા એકરાર પણ કરે છે.જો કે આજે ભલે રણવીર દીપિકાના દીવાના હોય પણ એ પહેલાં પણ રણવીરના ઘણા અફેર રહી ચૂક્યા છે. તો ચાલો તમને જણાવી દઈએ એ હસીનાઓ વિશે જેની સાથે જોડાયું હતું રણવીર સિંહનું નામ.

અહાના દેઓલ.

image source

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી અહાના ફિલ્મોમાં નથી આવી પણ ખબરોનું માનીએ તો અહાના અને રણવીર એકબીજાને ડેટ કરતા હતા. કોલેજ સમયમાં રણવીર અહાનાને ઘણું પસંદ કરતા હતા. જો કે એવું કહેવામાં આવે છે કે એ સમયે અહાનાએ આદિત્ય રોય કપૂર માટે રણવીર સિંહને છોડી દીધા હતા. એક ઇન્ટરવ્યૂમાં અહાનાનું નામ લીધા વગર રણવીરે કહ્યું હતું કે હા હું એક છોકરીનો કોલેજમાં દિવાનો હતો. આજે એ એક બાળકની માતા બની ચુકી છે. એ મારા જીવનના 4 5 વર્ષ સારા હતા.

અનુષ્કા શર્મા.

image source

બેન્ડ બાજા બારાતમાં અનુષ્કા શર્મા અને રણવીર સિંહની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. બન્નેના અભિનયની સાથે સાથે ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી પણ ફેન્સને ખૂબ જ ગમી હતી. કહેવાય છે કે એ ફિલ્મ પછી જ બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જો કે જલ્દી જ બન્ને વચ્ચેનો રોમાન્સ ખતમ થઈ ગયો અને અંદરોઅંદરની સહમતીથી બન્ને અલગ થઈ ગયા હતા. એ જ કારણ છે કે જ્યારે દીપિકા અને રણવીરનું અફેર શરૂ થયું તો દીપિકા અનુષ્કાને પસંદ નહોતી કરતી. જો કે પોતાના લગ્નના રીસેપ્શનમાં એમને અનુષ્કાને બોલાવી હતી અને અનુષ્કા એમની ખુશીમાં સામેલ પણ થઈ હતી.

સોનાક્ષી સિન્હા.

image source

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષીનું નામ પણ રણવીર સિંહ સાથે જોડાઈ ચૂક્યું છે. બન્નેએ ફિલ્મ લુટેરેમાં સાથે કામ કર્યું હતું. બન્નેને ઘણી પાર્ટીઓમાં સાથે હાથમાં હાથ નાખીને જોવામાં આવ્યા હતા. જો કે ડેટિંગની ખબર પર રણવીરે કહ્યું હતું કે અમે કામને કારણે ઘણીવાર એકબીજાને મળીએ છીએ.એ ખૂબ જ સરસ છોકરી છે. જ્યાં સુધી ડેટિંગનો સવાલ છે તો હું હાલ કોઈની પણ સાથે રિલેશનશિપમાં નથી.

પરિણીતી ચોપરા.

image source

રણવીર સિંહનું નામ એમની કો સ્ટાર સાથે હંમેશા જોડાતું રહ્યું. ફિલ્મ કિલ દિલ અને લેડીઝ વર્સેજ રિકી બહેલમાં પરિણીતી અને રણવીરે સાથે કામ કર્યું હતું. બન્નેને ઘણીવાર ઇન્ટરવ્યૂ દરમિયાન એકબીજાને છેડતા જોવામાં આવ્યા છે. પરીનીતિએ કહ્યું હતું કે રણવીર સાથે મને આ બધી વાતોની આદત પડી ચુકી છે. એ સાવ બેશરમ છે. રણવીર અને પરિણીતી ખૂબ જ સારા મિત્રો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong