દરેક રસોડામાં કામ કરતી મહિલાને કામ લાગશે આ સરળ ટીપ્સ પહેલા ક્યારેય નહિ જાણી હોય આ માહિતી.

તમને સ્માર્ટ ગૃહિણીનો તાજ અપાવશે આ કિચન ટિપ્સ

જે રીતે તમારા દ્વારા બનાવેલ સ્વાદિષ્ટ ભોજન તમને સગાંસંબંધી અને મિત્રો વચ્ચે વાહવાહી અપાવે છે. એ જ રીતે આ પણ જરૂરી છે કે તમે પોતાના રસોડાને કઈ રીતે મેનેજ કરો છો. કારણ કે રસોડાથી પરિવારનું સ્વાસ્થય જોડાયેલ રહે છે. એટલે આજ અમે તમને જણાવી રહ્યા છીએ અમુક ઉપયોગી ટિપ્સ.

સરળ થશે કામ

થોડી સરળ ટિપ્સને ધ્યાનમાં રાખીને તમે પોતાના કામને સરળતાથી કરી શકો છો. તેનાથી તમારા રસોડામાં રાખેલુ રાશન ખરાબ પણ નહિ થાય અને ભોજન પણ સ્વાદિષ્ટ થશે. આવુ કરવાથી તમારો પરિવાર તમને સ્માર્ટ ગૃહિણિના તાજથી નવાઝશે.

ડબ્બા પર લગાવો સરસિયુ તેલ

જે જાર કે પ્લાસ્ટિકના ડબ્બામાં તમે ખાવાપીવાની ચીજો રાખી હોઈ, તેની બહાર થોડુ સરસિયુ તેલ લગાવી દો. આવુ કરવાથી કીડીઓ તે સામાનથી દૂર રહેશે.

કાંદા લટકાવી દો

જો તમે પોતાના રસોડામાં થતી કીડીઓથી હેરાન છો તો રસોડામાં સીએફએલ પાસે એક-બે કાંદા બાંધીને લટકાવી દો. આવુ કરવાથી રસોડામાં કીડીઓ ઓછી થઈ જશે.

ફ્રીઝમાં દુર્ગંધ

જો તમારા ફ્રીઝમાં દુર્ગંધ આવી રહી છે તો તેને દૂર કરવા માટે એક લીંબુને બે ભાગમાં કાપીને ફ્રીઝની અલગ અલગ ટ્રેમાં રાખી દો. દુર્ગંધ ગાયબ થઈ જશે.

કાળા ચણામાં સોડા

કાળા ચણાને સ્વાદિષ્ટ અને જલ્દી પકાવા માટે બાફતા સમયે કુકરમાં એક ચપટી ખાવાનો સોડા નાખી દો. ચણા જલ્દી પાકી જશે અને સ્વાદિષ્ટ પણ લાગશે.

વાસણ બળવા પર

કોઈપણ વાસના બળવા પર જો તે સાફ ના થઇ રહ્યુ હોઈ તો તેમાં ચા પત્તી અને પાણી નાખીને થોડીવાર માટે છોડી દો. ત્યારબાદ સાફ કરવા પર વાસણ ચમકી જશે.

દાળમાં જીવાત ના થાય

દાળને જીવાતથી બચાવવા માટે દાળને રાખતા સમયે જારમાં થોડા ટીપા કેસ્ટર ઓયલના નાખી દો. આવુ કરવાથી દાળ લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે.

સ્લિપ સાફ કરવા માટે

રસોડાના ફર્શ કે સ્લિપ સાફ ના થઇ રહ્યા હોઇ તો એક કપ સિરકામાં ગરમ પાણી નાખી દો.હવે આ પાણીથી સ્લિપને સાફ કરો, જલ્દી સાફ થઈ જશે.

મિક્સર માટે ટિપ્સ

લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ઘણીવાર મિક્સરની બ્લેડ ખરાબ થઈ જાય છે. એટલે જરૂરી છે કે મહિનામાં એકવાર મિક્સના ગ્લાસમાં મીઠુ નાખીને બે મિનિટ માટે ચલાવી લો. બ્લેડ તેજ થઈ જશે.

ફ્રીઝને સાફ કરો

જો તમારુ ફ્રીઝ ગંદુ છે અને સાધારણ રીતે સાફ નથી થઈ રહ્યુ તો સાફ કરવા માટે ગરમ પાણી અને બેકિંગ સોડાનો પ્રયોગ કરો. ફ્રીઝ ચમકી ઉઠશે.

દાળ ના ચડે તો

જો દાળ નથી ચડી રહી કે મોડેથી ચડે છે તો દાળ બનાવતા સમયે કુકરમાં બે-ત્રણ ટુકડા સોપારીના નાખી દો. આવુ કરવાથી દાળ આરામથી ચડી જશે.

નરમ ઈડલી માટે

ઈડલીનુ ખીરુ તૈયાર કરતા સમયે તેમાં થોડા બાફેલા ચોખા પીસી દો. સાથે જ ઈનો કે બેકિંગ સોડા મેળવી દો. આવુ કરવાથી ઈડલી સરસ રીતે ફૂલાય જશે અને મુલાયમ પણ બનશે.

કારેલાની કડવાશ દૂર કરો

કારેલાની કડવાશ દૂર કરવા માટે તેને સમાર્યા બાદ તેમાં મીઠુ મેળવો અને એક બાઉલ પાણીમાં નાખીને એક કલાક માટે છોડી દો. કડવાશ દૂર થઈ જશે.

કાંદાથી આંસુ ના આવે

કાંદા સમારવા પર તમારી આંખોમાં આંસુ આવે છે તો કાંદાના બે ટુકડા કરીને તેને થોડીવાર માટે પાણીમાં રાખી દો. ત્યારબાદ સમારવા પર આંસુ નહિ આવે.

પનીર થશે સોફ્ટ

પનીરને સમાર્યા બાદ તેલમાં ફ્રાય કરવાને બદલે તેના પીસને થોડીવાર માટે ઉકાળેલા પાણીમાં છોડી દો. આવુ કરવાથી પનીર સોફ્ટ બની રહેશે.

પોતાના રસોડાના કાર્ય માટે યોજના બનાવો અને બધા કામમાં આવનાર ઉપકરણોને વ્યવસ્થિત રાખો. કામમાં આવતા અને સર્વ કરવા માટે ઉપયોગમાં લેવાતા વાસણોને કાઢીને અને સામે રાખો.

પોતાના રસોડામાં તેજ ધાર વાળા ચાકૂ રાખો જેનાથી તમે જલ્દી અને સરળતાથી શાકભાજી સમારી શકશો અને તેનાથી તમારો સમય પણ બચશે.

રસોઈ બનાવતા પહેલા તમામ જરૂરી સામગ્રી તૈયાર રાખો જેથી તમને રસોઈ બનાવવામાં આસાની થાય.

જો તમે કાંઈ ઉકાળવા માટે રાખી રહ્યા છો તો ધ્યાન રાખો કે પ્રેશર કુકર કે પેનનનું ઢાંકણું બંધ હોઈ, તેનાથી રસોઈ જલ્દી ઉકળશે અને તમે ગેસમાં પણ બચત કરી શકશો.

જો તમે બેકિંગ કરવા જઈ રહ્યા છો તો ધ્યાન રહે કે ઓવન થોડીવાર પહેલા જ ગરમ થવા રાખી દો, ત્યારબાદ જ પોતાની ડિશ તેમાં રાખો.

જો તમે શાકભાજીનો બાફીને ઉપયોગ કરવાના છો તો તેના માટે ઉકાળેલ પાણી તૈયાર રાખો. તમારુ કામ આસાન થઈ જશે.

પોતાનો સમય બચાવવા માટે તે આઈટમ્સને પહેલાથી જ પાકવા રાખી દો કે પહેલાથી પકાવી લો જેને બનાવવામાં વધુ સમય લાગે છે.

યોગ્ય સામગ્રી, યોગ્ય ભોજન બનાવવાની વિધિનો ઉપયોગ કરો જેનાથી સ્વાદ જળવાઈ રહે.

રસોઈ બનાવ્યા બાદ પોતાનું સિંક અને પ્લેટફોર્મ જરૂર સાફ કરો. પનીર બનાવવાના અવારનવાર દૂધ વાળુ પાણી બચી જાય છે જેનાથી જો તમે લોટ બાંધશો તો પરોઠા ખૂબ સ્વાદિષ્ટ બનશે.

મિક્સ વેજ કટલેટને બાફ્યા બાદ તેનું પાણી સુપ કે પછી દાળ બનાવવામાં ઉપયોગ કરો. તેનાથી સુપ અને દાળનો સ્વાદ વધી જશે.

જો તમે દૂધીનો હલવો બનાવી રહ્યા છો તો તેનો સ્વાદ વધારવા માટે તેમાં મલાઈ નાખીને શેકો.

દહીંવડા ખાવાના શોખિન તો લગભગ દરેક ઘરમાં મળી જાય છે. પરંતુ દહીંવડા વધુ સ્વાદિષ્ટ અને મુલાયમ બનાવવા માટે પીસેલી દાળમાં થોડુ દહીં મેળવીને ફેંટો. જો અંકુરિત દાળને વધુ સમય માટે ફ્રેશ રાખવા માંગો છો તો તેમાં લીંબુનો રસ મેળવીને ફ્રીઝમાં રાખો.

કચોરી સોફ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો તો મેંદામાં થોડુ દહીં નાખીને બાંધો.

દહીં જમાવતા સમયે જો દૂધમાં થોડો નાળિયેર નો ટુકડો નાખી દેવામાં આવે તો દહીં ૨-૩ દિવસ સુધી તાજુ રહે છે.

મગદાળના ચિલા કુરકુરા બનાવવા ઈચ્છો છો તો દાળમાં ૨ મોટી ચમચી ચોખાનો લોટ મેળવી દો.

દેશી ઘીને વધુ દિવસો સુધી તાજુ રાખવા માટે તેમાં ૧ ટુકડો ગોળ અને એક ટુકડો સિંધાલુ નાખી દો.

પેપર ઢોસા ક્રોસ્પી ઈચ્છો છો તો મિશ્રણમાં ૨ ચમચી મકાઈનો લોટ મેળવી દો.આમ કરવાથી હોટેલ જેવા જ ઢોસા ક્રિસ્પી બનશે

લીંબુનો ઉપયોગ કર્યા બાદ તેની છાલને સાફ વાસણમાં રાખો. પછી તેમાં મીઠુ નાખીને તડકો આપતા રહો. આવુ કરવાથી થોડા જ દિવસોમાં લીંબુનું અથાણુ તૈયાર થઈ જશે.

પનીર કે ચીજને કદૂકસ કરતા સમયે તેના પર થોડુ તેલ લગાવો. તેનાથી પનીર કે ચીઝ ચોંટશે નહિ.

જો સવારે વહેલા કોબીનું શાક તૈયાર કરવુ છે તો રાત્રે તેને મોટા ટુકડામાં સમારીને મીઠાના પાણીમાં ડુબાડીને રાખી દો. તેનાથી કોબીના જીવાત આપમેળે નિકળી જશે અને તે સફેદ અને ખિલેલી ખિલેલી બનશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ