વિરાટે અનુષ્કાને પહેરાવી છે મોંઘીદાટ રિંગ, જે કિંમતમાં તો આવી જાય લક્ઝુરિયસ બંગલો, જાણો બીજા સેલેબ્સનું શું છે સ્ટેટ્સ

બોલીવુડની દરેક વાત ખાસ હોય છે. પછી એ ફેશન હોય કે લાઈફ સ્ટાઇલ, બૉલીવુડના કલાકારોની દરેક વાત ચર્ચામાં રહે છે. બૉલીવુડ કલાકારો જે પણ પહેરે છે એ ફેશન બની જાય છે.આ બૉલીવુડ એક્ટ્રેસને જ્યારે પોતાનો પ્રેમ, પોતાના જીવનસાથી મળે તો પોતાના અમૂલ્ય પ્રેમનો ઇઝહાર કરવા માટે એમના હમસફરે એમને સૌથી મોંઘી ડાયમંડ રિંગ ગિફ્ટ આપી.આ બૉલીવુડ એક્ટ્રેસને એમના લાઈફ પાર્ટનર પાસેથી મળી સૌથી મોંઘી ડાયમંડ રિંગ.

1) દીપિકા પાદુકોણ.

image source

બોલીવુડની ચર્ચિત જોડીઓમાંની એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જ્યારે સગાઈ થઈ તો રણવીર સિંહે પોતાની સ્વીટ હાર્ટ દીપિકા પાદુકોણને ડાયમંડ રિંગ પહેરાવી, જેની કિંમત 2.7 કરોડ રૂપિયા છે.

2) પ્રિયંકા ચોપરા.

image soucre

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને એમના વિદેશી પતિ નિક જોનસે એક સરસ મજાની ડાયમંડ રિંગ આપી હતી જેની કિંમત લગભગ 1.40 કરોડ રૂપિયા છે.

3) અનુષ્કા શર્મા.

image source

ક્રિકેટર વિરાટ કોહલીએ જ્યારે પોતાના પ્રેમનો એકરાર કર્યો ત્યારે એમને અનુષ્કા શર્માને રિંગ પહેરાવી હતી અને આ રીંગની કિંમત પણ વિરાટના પ્રેમની જેમ જ અમૂલ્ય હતી. વિરાટે અનુષ્કાને જે રિંગ પહેરાવી હતી એની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે રિંગ પસંદ કરવામાં વિરાટને લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.

4) સોનમ કપૂર.

image source

બોલીવુડની સ્ટાઇલ આઇકોન સોનમ કપૂરને જ્યારે એમના બિઝનેસમેન હસબન્ડ આનંદ આહુજાએ સગાઈની વીંટી પહેરાવી તો એની કિંમત પણ આનંદના પ્રેમની જેમ જ અનમોલ હતી. સોનમ કપૂરની સગાઈની ડાયમંડ રીંગની કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે.

5) શિલ્પા શેટ્ટી.

image source

બોલોવુડની ફિટનેસ ફ્રિક એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને એમના લંડન બેસડ બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાએ સગાઈમાં ખૂબ જ કિંમતી રિંગ પહેરાવી હતી શિલ્પા શેટ્ટીએ પોતાની સગાઈમાં 20 કેરેટની સોલિટેયર રિંગ પહેરી હતી, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા હતી.

6) ઐશ્વર્યા રાય બચ્ચન.

image source

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનને એમના પતિ અભિષેક બચ્ચને 53 કેરેટની સોલિટેયર રિંગ પહેરાવી હતી જેની કિંમત લગભગ 50 લાખ રૂપિયા હતી.

7) અસીન.

image source

બૉલીવુડ એક્ટ્રેસ અસીનને એમના બિઝનેસમેન પતિએ 20 કેરેટની સોલિટેયર રિંગ પહેરાવી હતી જેની કિંમત 6 કરોડ રૂપિયા હતી.

8) વિદ્યા બાલન.

image source

બોલીવુડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ વિદ્યા બાલનને એન્ટિક વસ્તુઓ ખૂબ જ ગમે છે એટલે એમના પ્રોડ્યુસર પતિ સિદ્ધાર્થ રોય કપૂરે વિદ્યા બાલનને રુબી જડેલી ગોલ્ડ રિંગ પહેરાવી જેની કિંમત લગભગ 75 લાખ રૂપિયા હતી.

9) કરીના કપૂર ખાન.

image source

બોલ્ડ બિન્દાસ બેબો એટલે કે કરીના કપૂરને છોટે નવાબ સૈફ અલી ખાને લગભગ 5 કેરેટની પ્લેટિનમ બેન્ડ રિંગ પહેરાવી. જો કે આ રીંગની કિંમતની તો ખબર નથી પણ રીંગને જોઈને અંદાજો લગાવી શકાય છે કરીના કપૂરની આ રિંગ ખૂબ જ મોંઘી છે.

10) જેનેલિયા ડીસુઝા.

image source

ક્યૂટ કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડીસુઝાની લવ સ્ટોરી પણ એમની જેમ જ ક્યૂટ છે. રિતેશ દેશમુખે જ્યારે જેનેલિયા ડીસુઝાને પ્રપોઝ કર્યું તો એમને એક ખૂબ જ મોંઘી સોલિટેયર રિંગ ગિફ્ટ કરી હતી. આ રીંગને જોઈને અંદાજો લગાવી શકાય છે કે જેનેલિયા ડીસુઝાની આ રિંગ ખૂબ જ મોંઘી છે.