ડાયાબિટીસથી પીડાતા લોકોએ ખાસ જાણવા જેવું, ઘરમાં રહેલી આ વસ્તુઓથી જ કરી શકાય છે કંટ્રોલમાં

મિત્રો, બ્લડસુગરની સમસ્યાને નિયંત્રણમા લેવાની એક ખુબ જ સરળ રીત છે તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર લેવો. જે લોકો ડાયાબિટીઝની સમસ્યાથી પીડાતા હોય તેમણે ભોજનમા સામાન્ય રીતે એવા ભોજનનો સમાવેશ કરવો જોઈએ કે, જે ધીરે-ધીરે ભોજનને શોષી લે છે. બ્લડસુગર લેવલની પદ્ધતિઓમા તે સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ ભોજનમા બ્લડસુગર લેવલની અસરને માપે છે.

image source

તમારા સુગરના સ્તરને નિયંત્રણમા રાખવા માટે નીચા અથવા મધ્યમ જી.આઈ. સ્કોરવાળા ભોજનનો વપરાશ કરવાની સલાહ આપવામા આવે છે. આ પ્રકારના ભોજનની સૂચિ પણ ખૂબ જ વધારે પડતી લાંબી હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક સાબિત થઈ શકે છે. એ વાત તો સ્પષ્ટ છે કે, બ્લડસુગરના સ્તરને સંચાલિત કરવા માટે તમે કેવા આહારનુ સેવન કરો, તે સૌથી મહત્વપૂર્ણ છે.

image source

જ્યારે તમારા શરીરમા સુગરનુ સ્તર ખુબ જ ઊંચા પ્રમાણમાં હોય છે ત્યારે તમારુ શરીર ઇન્સ્યુલિનનો પૂરતો અથવા અસરકારક રીતે ઉપયોગ કરી શકતો નથી. આ ઇન્સ્યુલિન એક એવુ હોર્મોન છે કે, જે બ્લડસુગરને નિયંત્રિત કરે છે અને ઉર્જા માટે તમારા કોષોમા પ્રવેશ કરવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત હાઈ બ્લડસુગર પણ ડાયાબિટીઝ સાથે સંકળાયેલ છે.

image source

મોટાભાગના લોકો ડાયાબિટીઝની સમસ્યાને નિયંત્રિત રાખવા માટે અનેકવિધ ઉપાયો અજમાવે છે પરંતુ, તેનાથી કશો જ ફરક પડતો નથી. આજે આ લેખમા અમે તમને અમુક વિશેષ બાબતો વિશે જણાવીશુ કે, જેના વિશે માહિતી મેળવીને તમે તમારી ડાયાબીટીસની સમસ્યાને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. તો ચાલો જાણીએ.

image source

એલોવેરા એ ડાયાબીટીસની સમસ્યાથી પીડાતા લોકો માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે, તે તમારા બ્લડસુગરને નિયંત્રિત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ એલોવેરા છોડના પાંદડામાંથી બનાવેલ ટાઇપ-૨ ડાયાબિટીઝવાળા લોકોમા બ્લડશુગરને નિયંત્રણમા રાખવામા મદદ કરી શકે છે.

image surce

ટાઇપ-૨ પ્રકારની ડાયાબિટીઝ માટે વિટામિન-ડી ની ઉણપ એ સંભવિત જોખમ પરિબળ માનવામા આવે છે. વિટામિન-ડી સ્વાદુપિંડના કોશિકાઓના કાર્યમા સુધારો કરી શકે છે, જે ઇન્સ્યુલિન બનાવે છે અને ઇન્સ્યુલિન પ્રત્યે તમારા શરીરની પ્રતિક્રિયા વધારે છે. આ તમારા સુગર લેવલને અસરકારક રીતે નિયંત્રિત કરવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે.

image source

તજ એ તમારા શરીરના કોષોને ઇન્સ્યુલિન માટે વધુ સારી રીતે પ્રતિક્રિયા આપવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ સિવાય મેગ્નેશિયમ એ તમારા શરીરની પેશીઓમા સામાન્ય ઇન્સ્યુલિન સ્ત્રાવ અને ઇન્સ્યુલિન ક્રિયામા પણ સમાવિષ્ટ હોય છે. જો તમે નિયમિત મેગ્નેશિયમ સપ્લિમેન્ટ્સનુ સેવન કરો છો તો ખાંડના ઉચ્ચ સ્તરને પણ નિયંત્રિત કરવામા તમને સહાયરૂપ સાબિત થઇ શકે છે.

image source

ફાઈબર એ કાર્બ પાચન અને ખાંડનુ શોષણ ધીમુ કરે છે. આ કારણોસર તે લોહીમા શર્કરાના સ્તરમા ધીમે-ધીમે વધારાને પ્રોત્સાહન આપે છે. ત્યા બે પ્રકારના ફાઇબર છે અદ્રાવ્ય અને દ્રાવ્ય. બંને ખુબ જ મહત્વપૂર્ણ છે, બ્લડસુગર મેનેજમેન્ટને સુધારવા માટે દ્રાવ્ય ફાઇબર સ્પષ્ટ રીતે દર્શાવવામા આવ્યા છે. તેમા શામેલ છે શાકભાજી, ફળો, કઠોળ, આખા અનાજ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત