ભલભલા સ્ટંટ કરનાર બાઈકરોને પણ પછાડી દેતા દાદી, બાઈક પર બેસીને બતાવ્યો ફાડુ સ્વેગ, વીડિયો જોઈ ધ્રુજી ઉઠશો

સોશિયલ મીડિયા એ પોતાની જાતને બીજા સામે અભિવ્યક્ત કરવાનું સાધન છે. માટે જ લોકો અલગ અલગ કારનામા એમાં કરતા રહે છે. જો કે આ વખતે વાત કંઈક હટકે છે. એવું કહેવામાં આવે છે કે વૃદ્ધાવસ્થામાં જેમ જેમ ઉંમર વધે છે તેમ વૃદ્ધોમાં બાલિશપણું પણ દેખાય છે. ઘણી વાર આપણે આ વસ્તુ આપણા ઘરના વડીલોમાં જોઇ શકીએ છે.

હાલમાં વડીલો દ્વારા બનાવેલા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક દાદી-પૌત્રની જોડી બનાવીને વાયરલ થઈ રહ્યા છે, તો કેટલાક ડાયલોગ કરીને અને પરિવાર સાથે ડાન્સ કરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. આ સિવાય ઘણા લોકો દાદા દાદી સાથે સારા સારા વીડિયો પણ પોસ્ટ કરી રહ્યા છે અને લાઈક્સ તેમજ કોમેન્ટનો ઢગલો કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by nikhilesh koppal (@nikhileshkoppal)

ત્યારે આ બધાની વચ્ચે બીજો એક વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું જોવા મળે છે કે દાદીએ તેના સ્વેગની સામે બેસ્ટ બાઇકરો પાછળ છોડી દીધા છે. વીડિયોમાં, દાદી પહેલા એક જગ્યાએ એકલા ઉભા છે અને બાઇક પર બેસવા માટે પોઝ આપવાનું શરૂ કરે છે. પછી અચાનક ક્લિપ બદલાઈ ગઈ અને બાઇક સામે આવી જાય છે.

જ્યારે દાદી તે સ્ટાઇલિશ બાઇક પર બેઠા હોય ત્યારે સૌથી આશ્ચર્યજનક બાબત જોઈ શકાય છે. આ વીડિયો પર બોલિવૂડનું ગીત ‘ફલક તક ચલ સાથ મેરે …’ વાગી રહ્યું છે. આ વીડિયો નિખિલેશ કોપપાલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તેને 23 લાખ લોકોએ પસંદ કરી છે. જ્યારે તેને એક કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.

આ પહેલાં પણ એક ડાન્સ કરતાં દાદીનો વીડિયો વાયરલ થયો હતો. 106 વર્ષની આયુ ધરાવતાં દાદી ઇલિન ક્રૅમર, હજુ પણ યુવાનો જેવી સ્ફૂર્તિ અને ઊર્જા સાથે ડાન્સ કરી શકે છે. જે ઉંમરે મોટા ભાગના લોકો હાલીચાલી પણ નથી શકતા અને બિલકુલ આશ્રિત અવસ્થામાં આવી જાય છે. તેવી ઉંમરે આ દાદી સ્ટેજ પર પોતાની કળાનો રંગ પાથરે છે.

માત્ર ડાન્સ જ નહીં તેઓ અભિનય, ચિત્રકામ અને લેખનક્ષેત્રે પણ હજુ સક્રિય છે. ત્યારે આ દાદીનો વીડિયો પણ ઘણા સમય પહેલાં ખુબ જ વાયરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong