સ્પેનિશ ફ્લૂ અને બીજા વિશ્વ યુદ્ધથી અડિખમ આ વૃદ્ધ દાદીએ 10 મહિનામાં ત્રણ વખત કોરોનાને હરાવ્યો

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. લાખો લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તો બીજી તરફ કરોડો લોકો એવા પણ છે તેમણે આ મહામારીને હરાવી છે. પરંતુ આજે અમે તેમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ તેમણે વિશ્વના ડોક્ટરોને હેરાન કરી દીધા છે. સામાન્ય રીતે કોરોનાથી એવા લોકોના મોત થયા છે જેમની ઉમર વધારે હોય અને તેમને પહેલેથી કોઈ બિમારી હોય. આ વાત છે 101 વર્ષના દાદીમાની કે જેએ સ્પેનિશ ફ્લૂ અને દ્વિતિય વિશ્વયુદ્ધ જેવા ભયાનક સંજોગોમાં અડીખમ રહ્યા હતા. આ 101 વર્ષના દાદીમાએ એક નહી, ત્રણ-ત્રણ વખત કોરોનાને મહાત આપીને ડોક્ટરોને વિચારતા કરી દીધા છે.

બીજા વિશ્વ યુદ્ધ, સ્પેનિશ ફ્લૂમાં પણ અડિખમ રહ્યા મારિયા

image soucre

આ 101 વર્ષીય ઇટાલિયન મહિલાએ પોતાના જીવનમાં ઘણું જોયું છે. તેણે બીજા વિશ્વ યુદ્ધ, સ્પેનિશ ફ્લૂ પછીના જીવલેણ કોવિડ -19 રોગચાળાની લડાઇ પણ જીતી લીધી છે. હા, 101 વર્ષીય મારિયાનું નામ તાજેતરમાં કોરોના વોરિયર્સની સૂચિમાં શામેલ થયું છે. રસપ્રદ વાત એ છે કે મારિયાને કોરોનામાં એક -બે વાર નહીં પરંતુ ત્રણ વાર ચેપ લાગ્યો છે.

10 મહિનામાં તેઓ ત્રણ વખત કોરોનાને હરાવ્યો

image source

ઈટાલીના આયર્ન લેડી તરીકેનું બિરૂદ પામેલ તેવા 101 વર્ષના મારિયા ઈટાલીના સોન્ડરિયો પ્રાંતના સોન્ડાલોમાં રહે છે અને છેલ્લા 10 મહિનામાં તેઓ ત્રણ વખત કોરોનાને હરાવી ચૂક્યા છે. મારિયા છેલ્લા કેટલાક વર્ષોથી પથારીવશ છે અને તેઓ શ્રવણશક્તિ પણ ગૂમાવી ચૂક્યા હોવાથી તબીબી સ્ટાફ તેમજ તેમની ત્રણ દિકરીઓ સાથે વાતચીત કરવામાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પણ તેમની જિજીવિષા જબરજસ્ત છે.

ઈ.સ. 1919ની 21મી જુલાઈએ મારિયાનો જન્મ થયો હતો

ઈ.સ. 1919ની 21મી જુલાઈએ ઈટાલીના એર્ડેનોના જીજીઓ વિસ્તારના નાનકડા ગામમાં જન્મેલા મારિયા સ્પેનિશ ફ્લૂ મહામારીમાં આબાદ બચી ગયા હતા. જે પછી દ્વિતિય વિશ્વયુદ્ધ વેળાએ તો તેમના લગ્ન થયાં હતા અને ભયાનક ખુવારી વચ્ચે પણ તેઓ જિંદગીની સફરમાં આગળ વધતા રહ્યા.
કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તેમને ત્રણ વખત કોરોનાનો ચેપ લાગ્યો અને દરેક વખતે તેઓએ આ મહામારીને હાર આપી. જેનાથી સ્થાનિક હોસ્પિટલોના ડોક્ટરો અને નર્સો પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. કારણ કે આટલી મોટી ઉમરમાં રોગ પ્રતિકારણ શક્તિ ઓછી થઈ જાય છે અને અન્ય બીમારીઓ પણ જોવા મળે છે એવમાં આ 101 વર્ષના વૃ્દ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી લોકો માટે એક પ્રેરણ પુરી પાડી છે.

સૌ પહેલી વખત ફેબુ્રઆરી મહિનામાં કોરોના થયો

image source

આ અંગે તેમની પુત્રી કાર્લાએ કહ્યું કે, મારી માતાને સૌ પહેલી વખત ફેબુ્રઆરી મહિનામાં કોરોના થયો હતો. સોન્ડાલોની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓ સાજા થઈ ગયા હતા. તે સમયે હોસ્પિટલના ડોક્ટર-નર્સોએ અમને કહ્યું હતુ કે, અમે અગાઉ ક્યારેય આટલી મોટી ઉંમરની વ્યક્તિને સાજી થઈને ઘરે જતાં જોઈ જ નથી. સાત મહિના બાદ ફરી તેમને તાવ આવ્યો હતો, જે પછી કોરોનાના ટેસ્ટનું પરિણામ પણ પોઝિટીવ આવતા ફરી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 18 દિવસની સારવાર બાદ તેઓ ફરી કોરોના સામે જંગ જીત્યા હતા.

image source

વાત એટલીથી ન અટકી ભગવાન પણ તેમના ધૈર્યની પરીક્ષા લેતો હોય તેમ નવેમ્બર મહિનામાં ફરી તેમને કોરોના થયો. જોકે, આ વખતે તેઓ એસિમ્ટોમેટિક હતા એટલે કે તેમને કોવિડ-19 મહામારીના કફ-શરદી કે તાવ જેવા લક્ષણ નહતા. થોડા જ દિવસની સારવાર બાદ તેમનો કોરોનાનો ટેસ્ટ પણ નેગેટિવ આવી જતાં આખા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને તબીબી સ્ટાફ વધુ આશ્ચર્યમાં ગરકાવ થયો હતો.

જુલાઈમાં 101 મા જન્મદિવસની ઉજવણી કરી

image source

આ વૃદ્ધ મહિલાએ જુલાઈમાં પોતાનો 101 મો જન્મદિવસ ઉજવ્યો હતો. મારિયા ઓર્સિન્ગહૅર હાલમાં બેડ રેસ્ટ પર છે. તે સાંભળી શકતા નથી, તેથી તે તેના બાળકો સાથે વાતચીત કરવામાં અસમર્થ છે. મારિયા ઓર્સિન્ગહૅરનો જન્મ 21 જુલાઈ 1919 ના રોજ ઇટાલીના ગાગીયોમાં થયો હતો. તેની પુત્રીઓએ કહ્યું કે માતાની સંભાળ રાખવામાં ડોક્ટરો અને નર્સો આશ્ચર્યચકિત છે. 9 મહિનાના સમયગાળામાં તેની માતા ત્રણવાર કોરોના પોઝિટિવ આવી ચુકી છે અને ત્રણેયવાર તેમણે કોરોનાને હરાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ