કોરોના દર્દીઓ બ્લેક ફંગસ બાદ નવી મુસીબતમાં ફસાયા, સાઈટોમેગાલો વાઈરસના 5 કેસ આવ્યા સામે

દિલ્હીની એક હોસ્પિટલમાં કોવિડ -19 ઈમ્યૂનોકોમ્પેટેંટ દર્દીઓમાં સાઈટોમેગાલો વાયરસ (CMV) ના કારણે થતી રેક્ટલ બ્લિડિંગના પાંચ કેસ નોંધાયા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, 20 થી 30 દિવસની કોરોના સારવાર પછી, દર્દીઓને પેટમાં દુખાવો અને મળમાં લોહી નીકળવું અનુભવાય છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ ચેપ અને તેની સારવાર માટે વપરાયેલી દવાઓ (સ્ટીરોઈડ્સ) દર્દીઓની પ્રતિરોધક ક્ષમતાઓને દબાવી દે છે અને તેમને અસામાન્ય ચેપ માટે સંવેદનશીલ બનાવે છે. આવો જ એક ચેપ સાઈટોમેગાલો વાયરસ છે.

ચેપના આવા પાંચ દર્દીઓ જોયા છે

image source

સાઈટોમેગાલો વાયરસ 80 થી 90 ટકા ભારતીય વસ્તીમાં કોઈ નુકસાન પહોંચાડ્યા વિના હાજર છે, કારણ કે આપણી રોગપ્રતિકારક ક્ષમતા એટલી મજબૂત છે કે તેને ક્લિનિકલી નજીવી બનાવી શકાય. ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર ગેસ્ટ્રોએંટોરોલોજી એન્ડ પૈનક્રિટીકોબિલરી સાયન્સિસના અધ્યક્ષ પ્રોફેસર અનિલ અરોરાના જણાવ્યા અનુસાર, કોવિડ-19ની આ જીવલેણ બીજી લહેરમાં, છેલ્લા 45 દિવસની અંદર, અમે કોવિડ દર્દીઓમાં સીએમવી શોધી કાઢ્યા છે. ચેપના આવા પાંચ દર્દીઓ જોયા છે.

સર ગંગા રામ હોસ્પિટલમાં સારવાર

image source

તેમણે કહ્યું કે, બધા દર્દીઓ પેટમાં દુખાવો અને મળમાં લોહીની સમસ્યાઓની સાથે સાથે કોવિડ-19ની 20થી 30 દિવસની સારવાર પછી સર ગંગા રામ હોસ્પિટલમાં પહોંચ્યા, જે કોવિડની નિશાની નથી. તેમણે કહ્યું કે આ વાયરલ ચેપ માટે કોઈ પણ અન્ય રોગપ્રતિકારક સ્થિતિને જવાબદાર નથી જેમ કે ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર, એડ્સ જેવા દર્દીઓમાં ઈમ્યૂનીટી ઓછી થવાથી થાય છે.

ઈમ્યૂનીટી નબળી હોય તેમા ચેપ વધુ લાગે છે

image source

સીએમવી સામાન્ય રીતે દર્દીઓમાં જોવા મળે છે જેની ઈમ્યૂનીટી નબળી હોય છે. બધા દર્દીઓ સર ગંગા રામ હોસ્પિટલમાં ‘ઓછી લિમ્ફોસાઇટ કાઉન્ટ’ (સામાન્ય 20 થી 40 ટકાની સામે 6-10 ટકા) ના અહેવાલો સાથે પહોંચ્યા, જે સીએમવી ચેપની હાજરી દર્શાવે છે. 30-70 વર્ષની વય જૂથનાં પાંચ દર્દીઓનાં કેસો દિલ્હી-એનસીઆરનાં છે.

image source

તેમાંથી બે વ્યકિતઓને રક્તસ્રાવ વધારે હતો, એક દર્દીને કોલોનની જમણી બાજુ ઈમરજન્સી સર્જરીની જરૂર હતી. એક દર્દીનું કોવિડને લગતી બીજી સમસ્યાને કારણે નિધન થયું. ડોકટરોના જણાવ્યા મુજબ, અન્ય ત્રણ દર્દીઓની એન્ટિવાયરલ થેરેપી દ્વારા સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી. જ્યારે, સાયટોમેગાલો વાયરસ કોલિટિસની પુષ્ટિ પુષ્કળ આંતરડાના સીએમવી અને ટીશ્યુ બાયોપ્સી માટે પીસીઆર પરીક્ષણ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં આ નવા રોગના દેશમાં કોઈ મોટા કેસના સમાચાર નથી. પરંતુ તેમ છતા ડોક્ટરો તેને લઈને સજાગ છે અને બને તેટલી ઝડપી તેની સારવાર કરી રહ્યા છે અને લોકોને આ અંગે જાગૃત પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong