સાઈક્લોન ‘નિવાર’ વિશેની પળેપળની અપડેટ્સ જાણો અહીં, PM મોદી સહિત આ નેતાઓએ કરી આવી વાત

બંગાળની ખાડીને સ્પર્શતા તામિલનાડુ અને પુડુચેરીના સમુદ્રી તટો પર બપોરે સાઈક્લોન ‘નિવાર’ ટકરાવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે આ તોફાન બુધવારે મોડી રાતે પુડ્ડુચેરીના સમુદ્ર કાંઠે અથડાયું હતું. લેન્ડફોલની આ પ્રોસેસ રાતે 11.30 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી ચાલી હતી. તો સારા સમાચાર એવા પણ છે કે હવે તેની ગતિ ઘટતી જઈ રહી છે. હવાની ગતિ પણ ઘટીને 65થી 75 કિમી પ્રતિકલાક થઈ ગઈ છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે જોખમ હાલ ટળ્યું નથી. તો આ તરફ ચેન્નાઈના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 6 કલાકમાં તોફાન નબળું પડી જશે.

image soucre

નિવારને લઈને વડાપ્રધાન મોદીએ મંગળવારે તામિલનાડુ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. મોદીએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા અને લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવાની વાત પર જોર આપ્યું છે. PMએ બંને રાજ્યના CMને દરેક પ્રકારની મદદની વાત કરી છે.

image source

હાલમાં નિવારને ગંભીર કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. NDRFના ડીજી એસ. એન. પ્રધાને કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી અમારી ટીમ ગ્રાઉન્ડ પર છે. તામિલનાડુ, પુડ્ડુચેરી અને આંધ્રમાં અમે 25 ટીમ તહેનાત કરી છે. અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. આ ઉપરાંત 1200 રેસ્ક્યૂ ટૂપર્સ પણ તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે 800 ટૂપર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.સાઈક્લોન ‘નિવાર’ વિશેની પળેપળની અપડેટ્સ જાણો અહીં, PM મોદી સહિત આ નેતાઓએ કરી આવી વાત

જો તમિલનાડુના મંત્રી આરબી ઉદયકુમારના જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો આ તોફાનના કારણે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. પાક ખરાબ થવાની પણ કોઈ સૂચના મળી નથી. અમુક વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. 2.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. તો આડ અસરની વાત કરીએ તો તોફાનને કારણે કુડ્ડલોર, પુડુચેરી સહિત અનેક જિલ્લાઓમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આઈએમડીના અનુસાર, બુધવારે સવારે 8.30 વાગ્યાથી રાતે 10.30 વાગ્યા સુધી કુડ્ડલોરમાં સૌથી વધુ 227 એમએમ વરસાદ થયો. એ સિવાય પુડુચેરીમાં 187 એમએમ, ચેન્નઈમાં 89 એમએમ, કરાઈકલમાં 84 એમએમ અને નાગાપટ્ટનમમાં 62 એમએમ વરસાદ પડ્યો હતો.

વાહનવ્યવહારને શું અસર થઈ એ વિશે વાત કરીએ તો વાવાઝોડા નિવારને કારણે ચેન્નઈ એરપોર્ટ આજે સાંજે 7 વાગ્યાથી આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી બંધ કરી દેવાયું છે. આ પહેલાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. તામિલનાડુના 16 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નઈ, વેલ્લોર, કુડ્ડલોર, વિલુપુરમ, નાગાપટ્ટિનમ,થિરુવરુર, ચેંગાલપટ્ટુ અને પેરમ્બલોર જેવાં શહેર સામેલ છે. તામિલનાડુથી 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પુડ્ડુચેરીથી 7 હજાર લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. એ જ રીતે આગળ વાત કરીએ તો ચેન્નઈમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

આ સાથે જ એક સમાચાર ખુબ વાયરલ થઈ રહ્યા હતાં કે, પૂર્વ CM કરુણાનિધિના ઘરમાં પાણી ભરાયાં છે. ચેન્નઈ પ્રશાસને 2015માં આવેલા પૂરને ભૂલ્યા નથી, તેથી તેમણે 90% ભરાઈ ગયેલા ચેમ્બરમબાક્કમ ડેમના ગેટ ખોલાવી દીધા છે. અધિકારીઓનું કહેવું છે કે પહેલા ફેઝમાં ડેમથી 1000 ક્યૂસેક પાણી છોડવામાં આવશે. ડેમનું પાણી અડયાર નદીમાં જશે, તેથી નદીકાંઠાના વિસ્તારના નીચલા વિસ્તારમાં કુંદ્રાતુર, સિરુકલાથુર, તિરુમુડિવક્કમ અને તિરુનીરમલઇમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

image soucre

ઉલ્લેખનીય છે કે તોફાનમાં જે પવન ફૂંકાય છે, તે બે દિશામાં ફૂંકાય છે. પ્રથમ ક્લોકવાઈઝ અને બીજો એન્ટી ક્લોકવાઈઝ. કે જે રમેશ કહે છે કે પુડુચેરી અને તામિલનાડુની આસપાસ હવા ઉપરની તરફ એન્ટી ક્લોકવાઈઝ ડિરેક્શનમાં રહે છે. આ કારણથી તોફાનનું જે કેન્દ્ર છે, તેના ઉપરની તરફથી હવા તટ તરફ આવે છે. આના કારણે સુસવાટા મારતો પવન ફૂંકાય છે અને સમુદ્રનું પાણી તટ તરફ જાય છે. કે જે રમેશ કહે છે કે સમુદ્રનું પાણી તટ તરફ આવવાથી પાણી અંદર ઘૂસવાની આશંકા છે. તટની આસપાસ જે નીચાણવાળા વિસ્તારો હોય છે, ત્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તોફાનની અસરથી 27 નવેમ્બર સુધી તામિલનાડુમાં વરસાદ પડવાની શક્યતા છે.

image soucre

તો વળી જો ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપોર્ટ અનુસાર વાત કરીએ તો ભારતની તટીય સીમા એટલે કે કોસ્ટલાઈનની લંબાઈ 8493.85 કિમી છે. તટીય સીમા પૂર્વ તટ પર પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરીને સ્પર્શે છે. જ્યારે પશ્ચિમી તટ પર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને દમણ-દિવ પર લાગે છે. આ ઉપરાંત આંદામાન-નિકોબાર બંગાળની ખાડી અને લક્ષદ્વીપ અરબી સમુદ્રમાં છે. આ સ્થળોએ ભારતની અડધી વસતી રહે છે. દેશની કુલ વસતી 128 કરોડ છે, જેમાંથી 60 કરોડથી વધુની વસતી આ રાજ્યોમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ