બજેટ ઓછુ છે અને ફરવાની મજા માણવી છે? તો આ જગ્યા તમારા માટે છે જોરદાર, જાણો અને બનાવો પ્રોગ્રામ

અહીં આ આર્ટિકલ વાંચનારા પૈકી મોટાભાગના લોકો એવા હોય છે જેઓને હરવા ફરવાનો ભારે શોખ હોય છે. નવા નવા પર્યટન સ્થળોએ જવું અને ત્યાંના સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ચાખવો અનેક લોકોને પસંદ હોય છે. લોકો ફરવા માટે મન મુકીને પૈસા પણ વાપરે છે પરંતુ ઘણી વાર લોકોને ફરવા ગયા બાદ એવું અનુભવાતું હોય છે કે તેઓ જ્યાં ફરવા ગયા હતા તે જગ્યા વિશેષ નહોતી. જો તમારી સાથે પણ આવું થયું હતું તો તમે એક વખત પુડુચેરી ખાતે ફરવા જઈ શકો છો. અહીં તમને કુદરતી સૌંદર્ય ધરાવતા નજારાઓની સાથે સાથે અનેક શાનદાર જગ્યાઓએ ફરવા પણ મળશે જેને માણીને તમને ભરપૂર આનંદ આવશે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને પુડુચેરીના અમુક પ્રખ્યાત સ્થાનો વિશે વાત કરીશું. જ્યાં તમે એકલા, મિત્રો કે સ્નેહીઓ સાથે અથવા તો પરિવાર સાથે ફરવા જઈ શકો છો.

પેરાડાઈઝ બીચ

image soucre

પુડુચેરીમાં એવા અનેક બીચ છે જ્યાં જઈને તમને પ્રવાસનો બધો થાક ઉતરી જાય. આ બીચ પૈકી એક બીચ એટલે પેરાડાઈઝ બીચ. અહીંનું પાણી ક્રિસ્ટલ જેવું સ્વચ્છ હોય છે. અહીં દર વર્ષે દૂર દૂરથી લોકો ફરવા માટે આવે છે અને પોતાના યાદગાર સમયને કેમેરામાં તસ્વીર રૂપે કેદ કરીને ઘરે લઈ જાય છે. એ સિવાય અહીં તમે કેટલીય પ્રકારની વોટર એક્ટીવીટીઝની મજા પણ માણી શકો છો. ઉપરાંત અહીં તમે ફેરી રાઈડ દ્વારા આસપાસની ખૂબસૂરતીને નિહાળી શકો છો.

ઓરોવીલે શહેર

image soucre

તમે ઘણા શહેરોમાં ફરવા ગયા હશો અને ત્યાંની સુંદરતાએ તમને પ્રભાવિત પણ કર્યા હશે. બિલકુલ આ જ રીતે પુડુચેરીના ઑરોવિલે શહેરની સુંદરતા પણ રૂબરૂ માણવા લાયક છે.

રોક બીચ

image source

જો તમે સમુદ્ર કિનારે બેસીને સમુદ્રની અંદર ઉઠતા મોજાઓને નિહાળવા અને માણવા માંગતા હોય તો તમારે પુડુચેરીના રોક બીચની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહીં તમને એવા અનેક લોકેશન જોવા મળશે જેને જોઈને તમને એમ જ થયા કરશે કે આ લોકેશન પર એક તસ્વીરની ક્લિક તો બને જ. સાથે જ અહીં સનરાઈઝ અને સનસેટ એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તનો અદભુત નજારો સ્પષ્ટ જોવા મળે છે. તમે સૂર્યોદય અને સૂર્યાસ્તને સંપૂર્ણ સમય સુધી નિહાળી યાદગાર અનુભવ પણ મેળવી શકશો. જો કે આ રોક બીચ પર ધ્યાન રાખવું કે અહીં સિગરેટ પીવી કે દારૂ પીવો પ્રતિબંધિત છે.

ફ્રેન્ચ ટાઉન

image soucre

પુડુચેરીનું આ ફ્રેન્ચ ટાઉન એક હેરિટેજ ટ્રાવેલ પોઇન્ટ છે અને સ્થાનિક લોકો તેને વ્હાઇટ હાઉસના નામથી ઓળખે છે. અહીંની સુંદરતા એવી છે કે પર્યટકોને અહીં રોકાવવાનું મન થઇ જાય. અહીં એવા કેટલાય મકાનો અને ઇમારતો છે જે અલગ અલગ રંગોથી રંગેલી છે. દર વર્ષે અહીં ફક્ત ભારતથી જ નહીં પણ વિદેશથી પણ પર્યટકો આવે છે. ખાસ કરીને અહીંની સાંજ માણવા જેવી હોય છે અને અહીં આવતા મોટાભાગના પર્યટકો અહીં સાંજના સમયે આરામનો સમય વિતાવે અને માણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ