કોરોના વાયરસને પગલે આ સેલેબ્સ નહિં નીકળે પોતાના ઘરની બહાર, જાણો શું કહેવુ છે તેમનું..

‘ક્વોરેન્ટાઇન્ડ બોલીવૂડ’ – અમિતાભ, આલિયા, પ્રિયંકા, દીપિકાએ પોતાને ઘરમાં કર્યા કેદ – જુઓ શું કરી રહ્યા છે તમારા માનિતા કલાકારો

image source

વિશ્વના મોટા ભાગના દેશની જેમ ભારત પણ નોવેલ કોરોનાની અસર નીચે આવી ગયું છે. હાલ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓ, કોલેજો, મોલ્સ, થિયેટર્સ, જીમ્સ વિગેરેને બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે. તેવા સંજોગોમાં મોટા ભાગનું બોલીવૂડ પણ ઘરમાં પુરાવા મજબૂર બન્યું છે.

ફિલ્મોનું કામ એ કોઈ એક વ્યક્તિનું કામ નથી તે આખીને આખી ટીમનું કામ છે અને તેમાં અસંખ્ય લોકોની જરૂર પડે છે અને હાલ એવા સંજોગો ઉભા થયા છે કે સરકાર દ્વારા ક્યાંય પણ 50 કરતાં વધારે લોકોને ભેગા થવા દેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. અને આવા સંજોગોમાં બોલીવૂડનો કારોબાર પણ ઠપ્પ થઈ ગયો છે.

image source

અમિતાભ, આલિયા, જેક્લીન, અક્ષય, ટ્વિંકલ, દીપિકા, જેવા સેલેબ્સે પોતાની જાતને ક્વોરેન્ટાઇન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને તેઓ કોઈના સંપર્કમાં ન આવે અને આ વાયરસથી બચેલા રહે. અને હાલ તેઓ પોતાના ઘરમાં રહીને જ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટથી ફેન્સના સંપર્કમાં રહે છે. તો ચાલો જાણીએ આ સ્ટાર્સ શું કરી રહ્યા છે

અમિતાભ બચ્ચન

અમિતાભે પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા જણાવ્યું કે તેઓ ક્વોરેન્ટાઇન છે અને તેમણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર બીએમસી દ્વારા હાથ પર લગાવવામાં આવેલા સ્ટેમ્પની તસ્વીર પણ શેર કરી હતી. તમને જણાવી દઈ કે બીએમસી ક્વોરેન્ટાઇન કરરનારા લોકોના હાથ પર સ્ટેમ્પ લગાવી રહ્યું છે. તેવામાં અમિતાભ બચ્ચન કેટલાક દિવસ પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખશે. તમને જણાવી દઈએ હાલ અમિતાભ પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યા હતા જે હાલ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

દિલીપ કુમાર

image source

તમને જણાવી દઈએ કે ભારતના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નામ પણ આ યાદીમાં સમાવિષ્ટ છે. દિલીપ કુમાર છેલ્લા ઘણા સમયથી બિમાર છે અને તેમની ઉંમર પણ વધારે હોવાથી તેમણે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે પણ પોતાની જાતને ઘરમાં પુરી રાખવાનો નિર્ણય કર્યો છે. અને તે દરમિયાનની એક તસ્વીર તેણીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે. અને તેણે એ પણ જણાવ્યું હતું કે સેલ્ફ ક્વોરેન્ટાઇન થવા છતાં તેણી પોતાની ફીટનેસનો પુરતો ખ્યાલ રાખી રહી છે. વાયરસના કારણે તેણીની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટીંગ પણ બંધ થયું છે.

દીપિકા પાદુકોણ

image source

દીપિકાએ પણ સેલ્ફ ક્વોરેનટાઇન કર્યું છે. અને આ દરમિયાન તેણે પોતાનું વોર્ડરોફ સાફ કરવાનું કામ કર્યું હતું. સાથે સાથે તેણે પોતાના ટીકટોક અકાઉન્ટ પર હેન્ડવોશ ચેલેન્જને પણ લીધી હતી તેને પણ અત્યાર સુધીમા લાખો વ્યૂઝ મળી ગયા છે. વાસ્તવમાં દીપિકાએ એક COVID -19 સિરિઝ તૈયાર કરી છે જેમાં તેણી આ સમય દરમિયાન પોતાના ઘરે શું કરી રહી છે તેની તસ્વીરો તે ફેન્સ સાથે શેર કરી રહી છે. જે તમે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોઈ શકશો.

અક્ષય – ટ્વિંકલ

image source

અક્ષય પોતાની પાર્ટનર ટ્વિંકલ સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ટ કરતો જોવા મળ્યો છે. છેલ્લા થોડા સમયથી તે પોતાની આવનારી ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશનમાં અત્યંત વ્યસ્ત હતો પણ કોરોના વયારસના કારણે તેણે પણ ઘરે પુરાઈ રહેવાનો વારો આવ્યો છે અને હાલ તે પોતાની પત્ની ને દીકરી સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ટ કરતાં જોવાયો હતો. ટ્વીકન્કલે બીજી પણ એક તસ્વીર શેર કરી હતી જેમાં અક્ષય તેની દીકરી સાથે ગાર્ડનમાં રમી રહ્યો છે.

કાર્તિક આર્યાન

image source

તો વળી બોલીવૂડ હાર્ટથ્રોપ કાર્તિક આર્યાન આ સમયને જેંગા રમીને પસાર કરી રહ્યો છે. કાર્તિક છેલ્લે ફિલ્મ લવ આજ કલ અને પતિ પત્ની ઓર વોહમાં જોવા મળ્યો હતો હાલ તે પોતાની આવનારી ફિલ્મ ભુલ ભુલૈયાના શુટિંગમાં વ્યસ્ત છે. જે દરમિયાનની તસ્વીરો પણ તે અવારનવાર શેર કરતો રહે છે.

સોનમ કપૂર

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoorpedia) on

સોનમ કપૂર છેલ્લા કેટલાક દિવસોથી લંડનમાં પોતાના પતિ સાથે હતી. ત્યાંથી તે હાલમાં જ પાછી આવી છે અને યુ.કેમાં પણ કોરોનાવાયરનસા સેંકડો કેસ નોંધાયા હોવાથી તેણીએ અહીં આવીને પોતાની જાતને આઇસોલેશનમાં રાખી છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા હાલ યુ.એસ.એમાં છે અને યુ.એસ.એના 50 રાજ્યોમાં કોરોના વાયરસ ફેલાઈ ચુક્યો છે માટે ત્યાં પણ લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી છે. અને આ દરમિયાન પ્રિયંકા પોતાના પેટ સાથે સમય પસાર કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

સૈફ – કરીના

સૈફ અને કરીના પણ પોતાના આ ફરજિયાત આરામના સમયને એન્જોય કરી રહ્યા છે. સૈફ પોતાનો પુસ્તક પ્રેમ દર્શાવી રહ્યો છે જ્યારે કરીના તેની તસ્વીરો લઈ રહી છે. આ તસ્વીરમાં તમે સૈફને તેની લાઇબ્રેરીમાં પુસ્તક વાંચતો જોઈ શકો છો. અને બીજી તસ્વીરમાં કરીનાને તમે મોબાઈલ પર કંઈક વાચંતકી કે સર્ફ કરતી જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

વરુણ ધવન

તો વરુણ ધવન પોતાના ઘરેથી જ પોતાના સોશિય મિડિયા અકાઉન્ટ પર પોતાના ફેન્સ સાથે ઇન્ટરેક્ટ કરી રહ્યો છે. હાલ તે સારા અલિ ખાન સાથે ફિલ્મ કુલી નં 1ના શુટિંગમાં વ્યસ્ત હોવો જોઈએ. પણ આપણે બધા જાણીએ છે તેમ કોરોનાના કહેરે લોકોને ઘરે રહેવા મજબુર કર્યા છે. આ દરમિયાન તે મંગળવારની સવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ગયો હતો અને તેણે એક આસ્ક મી એની થીંગ સેશન રાખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Varun Dhawan (@varundvn) on

અર્જુન કપૂર

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

અર્જુન કપૂર પણ ઘણા સમયથી કોરોના વાયરસ અંગે સચેત થઈ ગયો છે. તેને થોડા દિવસ પહેલાં એરપોર્ટ પર માસ્ક લગાવેલો જોવાયો હતો અને ત્યાર બાદ તેણે ઇન્સ્ટાગ્રામ પર પણ જણાવ્યું હતું કે તે કોરોનાવાયસને લઈને સાવચેતી રાખી રહ્યો છે. કોરોના વાયરસના કારણે અર્જુનની ફિલ્મ સંદીપ પિંકની રીલીઝ પણ અટકી ગઈ છે.

જેક્લીન

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેક્લીન માટે તેની ફીટનેસ હંમેશા પ્રાથમિક રહી છે. તેણીને પાઇલેટ્સ અને યોગા કરવા ખુબ પસંદ છે. તેણી માત્ર વેજીટેરીયન ખોરાક જ આરોગે છે. જેક્લીન પોતાના આ સેલ્ફ આઇસોલેશનના સમયને પોતાના શરીરની તાકાત વધારવામાં ઉપયોગમાં લઈ રહી છે. તેણીએ પોતાની યોગા કરતી એક વડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ