કોરોના વાયરસને લઇને કેરાલા પોલીસનો ‘હેન્ડવોશ’ કરતો વિડિયો વાયરલ, જેમાં લોકોને શીખવાડી રહ્યા છે કેવી રીતે હાથ ધોવા…VIDEO

કેરાલા પોલીસની ‘હેન્ડવોશ વિડિયો’ થઈ રહી છે વાયરલ – જુઓ પોલીસની અનોખી પહેલ

ભારતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ભારતમાં 170 પોઝીટીવ કેસ છે. જ્યા વિશ્વની વાત કરીએ તો અત્યાર સુધીમાં 2,19,240 પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે અને 8967 લોકોના મૃત્યુ થયા છે. તેવા સંજોગોમાં સમગ્ર ભારતમાં યુદ્ધના ધોરણે કોરોના વાયરસના ફેલાવાને રોકવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અને તે બધા વચ્ચે કેરેલા પોલીસે એક અનોખો વીડોયો બનાવ્યો છે અને હાલ તે સોશિયલ મડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયો હેન્ડ વોશનો વિડિયો છે. જેમાં કેરાલાની પોલીસ ડાન્સ કરતાં કરતાં લોકોને હાથ કેવી રીતે ધોવા તે શીખવાડી રહી છે. તમને ખ્યાલ જ હશે કે કોરોનાવાયરસના ચેપને દૂર રાખવાના સૂચનોમાં હાથને વારંવાર ધોવાનો પણ સમાવેશ થાય છે. અને હજું ઘણા બધા લોકો તે હેન્ડવોશીંગ ટેક્નિકને લઈને જાગૃત નથી તેમને કદાચ કેરાલા પોલીસની આ હેન્ડવોશિંગ વિડિયો મદદ કરી શકે છે.

image source

કેરાલાના સ્ટેટ પોલીસ મિડિયા સેન્ટર દ્વારા તેમના ફેસબુક અકાઉન્ટ પર મંગળવારે 1.24 સેકન્ડની એક વિડિયો પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓએ મોઢા પર માસ્ક પહેર્યા છે અને તેઓ હેન્ડવોશિંગ ડાન્સ કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં મલયાલમ ફિલ્મ અય્યપનુમ કોશિયુમનું કાલાક્કાથા ગીત વાગી રહ્યું છે.

image source

ઇન્ટરનેટ પર આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહી છે કારણ કે આ વિડિયોને હજારો વ્યૂઝ મળી ચુક્યા છે અને તેને 30000 કરતાં પણ વધારે વાર શેર કરવામાં આવી છે. તો જોઈલો આ મજાનો વિડિયો તમને પણ કોપ્સની સાથે સાથે ડાન્સ કરવાનું મન થઈ જશે.

image source

નોવલ કોરોનાવાયરસના જીવાણુઓને એકબીજામાં ટ્રાન્સમીટ થતાં અટકાવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકો તેમજ સંશોધકો અને સાથે સાથે WHO દ્વારા પણ હાથને સાબુથી 40-60 સેકન્ડ્સ ધોવાની સલાહ આપવામાં આવી છે અને તે પણ દીવસ દરમિયાન વારંવાર. આ બાબતને અત્યંત જરૂરી પણ કહેવામાં આવી છે. આ ઉપરાંત તમે આલ્કોહોલ આધારી હેન્ડરબ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

WHO એ પોતે પણ પોતાના ઓફિસિયલ ટ્વીટર અકાઉન્ટ પર હાથ કેવી રીતે ધોવા તે વિષેની માહિતી શેર કરી હતી. તેની સાથે સાથે હેન્ડ રબ્સ એટલે કે જે હેન્ડ સેનીટાઇઝર હોય છે જેમાં પાણીનો ઉપયોગ કરવામાં નથી આવતો તેને કેવી રીતે વાપરવું તેના પણ ઇન્સ્ટ્રક્શન તેમણે આપ્યા છે.

આ ઉપરાંત તમારી આસપાસના વિસ્તારને પણ સ્વચ્છ રાખવાની સલાહ આપવામાં આવી છે. તેમજ છીંક આવતી વખતે તે ઉધરસ આવતી વખતે તમારે તમારા મોઢાને પણ ઢાંકી રાખવાની કડક સુચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઘણી બધી ભારતીય સેલેબ્રીટીઝ પણ હેન્ડવોશ ચેલેન્જ એક્સેપ્ટ કરીને તેની વિડિયો પોતાના સોશિયલ મડિયા અકાઉન્ટ પર શેર કરી રહી છે.

જો કે તમને એ પણ જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના એપીસેન્ટર ગણાતા ચીનના વુહાનમાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જે એક સારા સમચાર છે. તમને એ પણ જણાવી દઈએ કે અમદાવાદના જાહેર બાગ-બગીચાઓને સેનીટાઇઝર દ્વારા વારંવાર સ્વચ્છ રાખવામાં આવ્યા છે જેથી કરીને બને તેટલી હદે રોગચાળાને ફેલાતા અટકાવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ