OMG! ભારતમાં કોરોનાની નવી સાઇડ ઇફેક્ટ વિશે વાંચીને તમે પણ ધ્રુજી ઉઠશો, કરોડરજ્જુમાં…

એક બાજુ કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવતા ચિંતા વધી ગઈ છે, તો બીજી બાજુ તેની નવી-નવી સાઇડ ઇફેક્ટ પણ સામે આવવા લાગી છે. ઠીક થયા બાદ પણ કેટલાએ લોકોના શરીરમાં કોરોનાની અસર ઘણા દિવસો સુધી રહે છે જેના કારણે તેમને નવા પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે. મુંબઈના ડોક્ટર્સ કોરોના વાયરસના કેટલાક વૃદ્ધ દર્દીઓમાં એક નવું ઇન્ફેક્શ જોઈ રહ્યા છે. આ ઇન્ફેક્શન કોરોનાના કારણે રીઢના હાડકા એટલેકે કરોડ રજ્જુમાં થઈ રહ્યું છે.

image source

ટાઇમ્પ ઓફ ઇન્ડિયામાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે, જુહૂ સ્થિત નાણાવટી હોસ્પિટલમાં વયારલ તાવ થવા પર 6 વૃદ્ધોને દાખલ કરવામાં આવ્યા હતા. આ બધા જ લોકો કોરોના વાયરસથી સંક્રમિત હતા. આ દરમિયાન, આ લોકોની કરોડ રજ્જુમાં ઇફેક્શન મળ્યું હતું. ચાર અઠવાડિયા સુધી આ લોકોની સારવાર કરવામાં આવી હતી.

image source

હોસ્પિટના સ્પાઇ સર્જન ડોક્ટર મિહિર બાપટે કહ્યું, ‘કોવિડ 19 સંક્રમણના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા હતા. આ દર્દીઓમાં સંક્રમણ એટલુ બધું વધારે હતું કે તેમાંથી 5 લોકોને કરોડરજ્જુનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. તેમને સાથે સાથે એન્ટીબાયોટિક પણ આપવામા આવી હતી. તેમણે સંપૂર્ણ રીતે ઠીક થવામાં 3 મહિનાનો સમય લાગ્યો હતો.’

image source

રિપોર્ટ પ્રમાણે, વસઈમાં રહેતા 68 વર્ષના રીનોલ્ડ સિરવેલ કોરોના વાયરસના કારણે સપ્ટેમ્બરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું અત્યાર સુદીનું બિલ 15 લાખ રૂપિયા કરતાં વધારે થઈ ગયું છે. તેઓ અત્યાર સુધીમા ચાર વાર હોસ્પિટલમા દાખલ થઈ ચૂક્યા છે, જેમાં એકવાર તેમની કરોડરજ્જુનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. એક નર્સ દિવસમાં ત્રણ વાર તેમને એન્ટીબાયોટિકની દવા આપવા માટે ઘરે આવે છે. આ એન્ટીબાયોટિક દવાઓનો રોજનો ખર્ચો જ 7000 રૂપિયા થાય છે.

image source

સિરવેલના દીકરા વિનીતનું કહેવું છે કે તેમના પિતા ક્યારેય બીમાર નહોતા પડ્યા અ કોરોના થયા પહેલાં સુધી રોજ 10 કિલોમીટર ચાલતા પણ હતા. કોરોના થયા બાદ તેમણે દસ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા જ્યાં રેમડેસિવીર દવાથી તેમની સારવાર કરવામાં આવી. ઘરે પાછા આવ્યાના થોડા દિવસ બાદ તેમને પીઠના નીચેના ભાગમાં ખૂબ પીડા થવા લાગી અને તેમને પાછા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ બે મહિનાથી ડોક્ટર પાસે જઈ રહ્યા છે અને તેમની સ્પાઇ ટ્યૂબરક્લોસિસની સારવાર ચાલી રહી છે.

image source

સિરવેલને ડોક્ટર બાપટ પાસે રેફ કરવામાં આવ્યા. ત્યાં સ્પાઇનલ બાયોપ્સીમાં રીનોલ્ડની કરોડરજ્જુમાં બેક્ટેરિયા જોવા મળ્યા. ખાસ વાત એ છે કે આ બેક્ટેરિયા માત્ર હોસ્પિટલના આઈસીયુમાં જ જોવા મળે છે. 7 ડિસેમ્બરે નાણાવટી હોસ્પિટલમાં કરોડ રજ્જુનું ઓપરેશન કરાવ્યા બાદ સિરવેલને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતાપણ હાલ તેમને ત્રણ અઠવાડિયા સુધી એન્ટીબાયોટિકની દવાઓ લેવાની રહેશે.

image source

જોકે, ડોક્ટર બાપટનું કેહવું છે કે કરોડરજ્જુમાં થયેલું સંક્રમણ કોરોનાના કારણે નથી પણ નબળી ઇમ્યુનીટીના કારણે થઈ રહ્યું છે. કોરનાના જે દર્દીઓમાં ઈમ્યુનિટી નબળી જોવા મળી છે, તેમની કરોડ રજ્જુમાં ઇન્ફેક્શન હોઈ શકે છે. હીંદુજા હોસ્પિટલમાં એક સ્પાઇન સર્જન ડોક્ટર સમીર દલવીએ કોરોનાથી ઠીક થનારા દર્દીઓની કરોડ રજ્જુમાં ઇન્ફેક્શનના મામલા જોયા છે. તેમનું કહેવું છે કે સંક્રમણથી લડવાની શરીરની ક્ષમતાને પ્રભાવિત કરે છે.

image source

એક બીજા ડોક્ટરનું કેહવું છે કે કરોડ રજ્જુમાં સંક્રમણ માત્ર હોસ્પિટલના આઇસીયુમાં મળી આવતા સૂક્ષ્મ જીવોના કારણે હોય છે, તેનો અર્થ એ છે કે કોરોનાની સાવાર કરવા માટે હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓ અહીં રહેવા દરમિયાન જ ઇન્ફેક્શનનો ભોગ બને છે.

image source

ડોક્ટરોનું કેહવું છે કે કરોડ રજ્જુમાં સંક્રમણ વિષે જલદી જ જણાવવાની જરૂર છે. ડોક્ટર બાપટનું કેહવું છે કે જો કોરોનાથી રિકવર થયા બાદ દર્દીઓની પીઠમાં પીડા થતી હોય અને તેઓ બે અઠવાડિયા આરામ કર્યા બાદ પણ ઠીક નથી થતું તો તેમણે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!