અત્યારથી જ શરૂ કરી દેશો આ કામ તો કોરોના સંકટમાં પણ ફેફસાં રહેશે મજબૂત

કોરોનાની બે લહેર પછી એ વાત દરેક વ્યક્તિ સમજી ચૂકી છે કે કોરોના વાયરસ સીધો જ ફેફસા પર વાર કરે છે, એટલે કોરોનાના સમયમાં ફેફસાને મજબૂત બનાવી રાખવા ખૂબ જ જરૂરી છે. આ કામ કેટલાક ઉપાયોની મદદથી સરળ રીતે કરી શકાય છે. આ કામ કરવા એટલા માટે પણ જરૂરી છે કે કોરોના વાયરસનો પ્રકોપ પૂર્ણ થયો નથી. નિષ્ણાંતોએ દેશમાં ત્રીજી લહેર આવે તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. તેવામાં આ વાઇરસ ફેફસાને પ્રભાવિત ન કરી શકે તે માટે તેને સ્વસ્થ, સાફ અને મજબૂત બનાવી રાખવા જરૂરી છે.

image soucre

નિષ્ણાંતોના મતે વાયરસ સૌથી પહેલા હુમલો ગળા અને તેની આસપાસની કોશિકાઓ પર કરે છે. ત્યાર બાદ વાયરસ દર્દીની શ્વાસ નળી અને ફેફસાં પર હુમલો કરે છે. અહીં પહોંચવાની સાથે કોરોના વાયરસની સંખ્યા વધવા લાગે છે.

વાયરસ ફેફસા પર બે રીતે હુમલો કર્યો છે એક કે જેમાં ફેફસામાં સોજો આવે છે અને ન્યુમોનિયા થઈ જાય છે. અને બીજું જેમાં ફેફસામાં લોહી જામી જાય છે અને નાક દ્વારા લેવામાં આવતો ઓક્સિજન લોહીમાં ભળે નહીં.

image soucre

શરીરમાં બે ફેફસાં હોય છે. જો એકમાં નિમોનીયા થાય તો પણ બીજું કામ કરતું રહે છે અને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી. પરંતુ જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો બંને ફેફસામાં સંક્રમણ વધી ગયું હોય છે.

જો કે કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે ફેફસાને મજબૂત કરી શકો છો. જેથી કોરોના નું સંક્રમણ તમારા માટે ઘાતક સાબિત ન થાય.

પ્રાણાયામ

image socure

શ્વાસ લેવાની આ યોગિક પ્રક્રિયા ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે તે ફેફસાની ક્ષમતા વધારે છે. પરંતુ તે કરતી વખતે મન શાંત હોય તે જરૂરી છે.જો તમે ચિંતિત હોય તો શ્વાસ પર પ્રભાવ પડે છે. તેથી શાંત મનથી પ્રાણાયામ કરવું.

ઇનફ્લેમેટરી ફુડથી બચો

આયુર્વેદમાં કેટલીક વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે કે તેનું સેવન શક્ય ત્યાં સુધી ઓછું કરવું. આ સમયમાં શરીરમાં કફ વધારે તેવા ખાદ્ય પદાર્થોથી બચવું જોઈએ. હમણાં જેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ જે ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે.

લસણ

image soucre

લસણને નિયમિત ભોજનમાં લેવું જોઈએ. આ સિવાય રોજ સવારે ખાલી પેટ લસણની એક કડી પાણી સાથે ગળી જવી. તેનાથી શરીરની ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ મળે છે અને ફેફસાં પણ સ્વસ્થ થાય છે.

સપ્લિમેન્ટ્સ

સપ્લિમેન્ટ સ્વસ્થ શરીર માટે જરૂરી છે તેનું સેવન ભોજનની સાથે કરવું જોઈએ. સપ્લિમેન્ટ સાથે તમે ફેફસાની પ્રતિરોધક ક્ષમતા વધારી શકો છો. તેમાં એવા તત્ત્વો હોય છે જે ફેફસાની રિકવરીમાં મદદ કરે છે.

તુલસીના પાન

image socure

આયુર્વેદ અનુસાર જે લોકો રોજ તુલસીના પાનનું સેવન કરે છે તેઓ હંમેશા સ્વસ્થ રહે છે. તેમની રોગ પ્રતિકારક શક્તિ અન્યની સરખામણીમાં વધારે હોય છે. તુલસીના સૂકા પાન, થોડો કાથો, કપૂર અને એલચીને બરાબર માત્રામાં લઈને પીસી લેવું. તેમાં સાત ગણી ખાંડ ઉમેરી રોજ એક એક ચમચી દિવસમાં બે વાર લેવી.

પ્રદૂષિત સ્થળ પર જવાનું ટાળો

image socure

લગ્ન હવે ખુલી ગયું છે તેના કારણે અનેક શહેરોમાં પ્રદૂષણ પણ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણથી આમ તો બચવું અસંભવ છે પરંતુ જે જગ્યાએ પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યાંથી દૂર રહેવું તે ફેફસા માટે ઉત્તમ રહેશે.

દ્રાક્ષ

image socure

દ્રાક્ષ એક એવું ફળ છે જે વિટામિન સી સહિત અનેક પોષક તત્વોનો ભંડાર છે. જે લોકોને અસ્થમા ની સમસ્યા છે તેમના માટે અંગુર અમૃત સમાન ગણાય છે. પરંતુ જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો દ્રાક્ષનું સેવન ન કરવું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong