કોરોનાનો પ્રકોપ: પ્રવાસી મજૂરોએ લોકડાઉનની બીકે વતન તરફ દોટ મૂકી, મોહમયી નગરી મુંબઈ થઈ રહી છે ખાલી

કોરોનાએ છેલ્લાં એક વર્ષથી વિશ્વભરમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી મૂક્યું હતું. આ વચ્ચે થોડાં સમયમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. કેસમાં ઘટાડા પછી ફરી એકવખત લોકો પોતાનાં રોજીંદા કામકાજ તરફ પાછા ફર્યાં હતાં પરંતુ ફરી હવે કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જે ચિંતાનો વિષય છે. કોરોનાના એક વર્ષ બાદ ગત વર્ષે ઊભી થઈ હતી તેવી જ પરિસ્થિતિ ફરીથી સર્જાઈ રહી છે. મુંબઈમાં કોરોના સંક્રમિત લોકોનો આંક સતત વધતો જઈ રહ્યો છે. આથી હવે ફરી લોકડાઉન આવશે તેના ભયથી પ્રવાસી મજૂરો અને અન્ય લોકો પાછા પોતાના વતન તરફ જઈ રહ્યા છે.

image socure

હાલમાં મુંબઈના તમામ વિસ્તારોમાં ભીડ જણાઈ રહી છે. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટોપ પર ટિકિટો લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. ભિવંડી અને થાણેમાં હાલત ખરાબ જણાઈ રહી છે. તેની સાથે મોટાભાગની કંપનીઓએ પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરી દીધું છે. જાણવા મળી રહ્યું છે કે હવે રિઝર્વેશન વગર સ્ટેશનમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પરંતુ ઘણાં લોકો પોતાનાં પરિવારને લઈને સ્ટેશન પહોંચ્યા હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

image socure

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રવિવાર પછી દરરોજ લોકોના ટોળે-ટોળા આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ અહીં હાલમાં પરિસ્થતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવી રહી. ઉત્તર પ્રદેશના રહેવાસી અને ધારાવીમાં સંવિદા પર હેલ્થ કેર વર્કરના રૂપમાં કાર્ય કરી રહેલા અહેમદ ખાને જણાવ્યું હતું કે ગત વર્ષે અચાનક લોકડાઉનથી અમને ઘણી મુશ્કેલી પડી હતી. અમે પોલીસના દંડા પણ ખાધા હતા. હવે ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમે અત્યારથી વતન તરફ પાછા જઈ રહ્યા છીએ. માત્ર મુંબઈ જ નહીં પણ કામ માટે થઇને બીજા રાજ્યોમાં વસતા લોકો આગાઉથી જ આ વખતે પોતાનાં વતન જવા માટે નીકળી પડ્યાં છે.

image socure

મુંબઈના મરીન ડ્રાઇવ પરનાં લોકોનાં ઉમટેલા ટોળાનાં ફોટો વાયરલ થઇ રહ્યાં છે. લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ઘરનું ભાડું બચાવવા માટે કામદારો વતન પાછા જઈ રહ્યાં છે અને જેના કારણે જ આ રીતે જાહેર સ્થળોએ એકઠા થતાં જોવા મળી રહ્યા છે. તેઓ સાથે થયેલી વાતમાં જાણવાં મળ્યું હતું કે આગાઉ થયેલી લોકડાઉનની સ્થતિમાં તેમનાં પાસે એક ટંકનું ભોજન કરવાના રૂપિયા નહોતા. તે સમયે તેઓ મહા મુસીબતે ઘરે પહોંચ્યા હતાં. મળતી માહિતી મુજબ ઘરે પરત ફરતા મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. હવે જો કોરોના ના કેસમાં વધારાને જોતાં લોક ડાઉન લાદવામાં આવશે તો ફરીથી ઉદ્યોગો પર અસર પહોંચી શકે છે. જાણવા મળી રહ્યું છે કે મજૂરોના પલાયન કરવાથી પાવરલૂમ ઈન્ડસ્ટ્રી સહિત તેના સાથે જોડાયેલા સાઈઝિંગ, કંસ્ટ્રક્શનના કામો ઊપર પણ માઠી અસર પહોંચી શકે છે.

image socure

મજૂરો સાથે થયેલી વાતચીતમાં જાણવાં મળ્યું હતું કે ગત વર્ષે તેઓને પગપાળા જ પોતાનાં વતન જવાની નોબત આવી હતી. ગત વર્ષે અચાનક લોકડાઉન લાદવામાં આવતા તેમને ટિકિટ કરાવીને વતન જવાનો સમય જ મળી શક્યો ન હતો. તેમના ધંધા-રોજગાર પણ ઠપ થઈ ગયા હતા. જેથી તેમના પાસે વતન પરત ફર્યા સિવાય બીજો કોઈ રસ્તો પણ બચ્યો ન હતો. જો કે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રેલવેએ ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

image source

મળતી માહિતી મુજબ યાત્રિઓની સંખ્યામાં વધારો જોઈને સેન્ટ્રલ અને મધ્ય રેલવેએ ઘણી બધી વિશેષ ટ્રેનોને શરૂ કરી છે. મુંબઈથી ગોરખપુર, પટના અને દરભંગા માટે વિશેષ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 01053 સ્પેશિયલ એલટીટી 13 અને 20 એપ્રિલના રોજ સાંજે 4.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે 2 કલાકે ગોરખપુર પહોંચશે. આ સિવાય 01054 વિશેષ ગોરખપુરથી 15 અને 22 એપ્રિલના 4.05 વાગે પ્રસ્થાન કરશે અને બીજે દિવસે રાત્રે 11.45 વાગ્યે પહોંચશે. અન્ય એક 21401 સુપરફાસ્ટ વિશેષ ટ્રેન પુણેથી 9, 11, 16 અને 18 એપ્રિલે સાંજે 4.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11.45 વાગ્યે દાનાપુર પહોંચશે.

image source

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સુરક્ષા કર્મચારીઓએ ભીડને દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારના જણાવ્યા પ્રમાણે રેલવે સ્ટેશનમાં માત્ર ટિકિટ બુક કરાવી હોય તેવા મુસાફરોને જ પ્રવેશ અપાય છે. પહેલા જે લોકો સામાન્ય શ્રેણીમાં યાત્રા કરી રહ્યા હતા, તેઓને હવે સેકન્ડ સિટિંગ શ્રેણીમાં નિર્ધારિત ટિકિટો આપવામાં આવી રહી છે. તેની સાથે ભીડ પર કાબૂ લેવા પ્લેટફોર્મ ટિકિટની કીંમત પણ 50 રૂપિયા કરી દેવાઈ છે.

UPના બાંદાના રહેવાસી રાજેશ પરિહાર મુંબઈમાં સિક્યોરિટિ ગાર્ડની નોકરી કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે લોકડાઉનની આશંકાએ તેમની કંપનીએ રાજેશને કામ પરથી કાઢી નાખ્યાં છે. તેમની પાસે ઘરે જવાના પણ રૂપિયા નહોતા, જેથી તેઓએ પરિવાર પાસેથી પૈસા મંગાવી અને વતન તરફ પરત ફરી રહ્યા છે. એલટીટી સ્ટેશનની બહારનું ચિત્ર ખુબ જ ચોકવાનારું હતું. કોરોના ની સ્થિતિમાં લાગુ કરાયેલાં કોઈ પણ નિયમોનું પાલન થઈ રહ્યું હતું નહીં.

image soucre

રાજ્ય સરકારના દર્શાવેલા આંકડા મુજબ મુંબઈમાં 2020માં લગભગ 11.86 લાખ પ્રવાસી મજૂરો વતન ભણી થયા હતા. જોકે આંકમાં જોઈએ તો આ સંખ્યા 25 લાખની આસપાસ હતી. તાજેતરમાં અપાયેલાં ઈકોનૉમિક એન્ડ પોલિટિકલ વીકલીના એક રિપોર્ટના આધારે જાણવા મળ્યું હતું કે UP, બિહારથી પ્રવાસી મજૂરો મુંબઈ અને દિલ્હી આવે છે. આ સિવાય મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડથી મજૂરો પણ મુંબઈ આવતા હોય છે. આ જ કારણે મુંબઈમાં લોકોની ભીડ સતત વધી રહી છે અને નિયમોનું પાલન ન થતાં કેસોમાં પણ મુંબઈ આગળ દેખાઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!