બકરીએ વૃદ્ધ જેવા દેખાતા માણસને આપ્યો જન્મ, ચાર પગ-કાન જ બકરી જેવા પણ બાકીનું શરીર માનવી જેવું, અને પછી થયું….

અવાર-નવાર સોશિયલ મીડિયા પર અજીબોગરીબ તેમજ આશ્વર્યજનક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક આશ્વર્યજનક ઘટના રાજ્યના વ્યારા જીલ્લામાંથી સામે આવી છે. સોનગઢ તાલુકામાં આવેલ તાપી નદીકાંઠે આવેલ જૂની સેલટીપાડા ગામમાંથી ઘટના સામે આવી છે. એક પશુપાલન વ્યવસાયની સાથે સંકળાયેલ ખેડૂતને ત્યાં ગુરુવારની સવારમાં બકરીએ વિચિત્ર આકૃતિ ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો.

image socure

આ બકરીના બચ્ચાનો ચહેરો કોઈ વૃદ્ધનો હોય એવું જોવા મળ્યો હતો. આમ, આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે આવેલ જૂની સેલટીપાડા ગામે એક પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતને ત્યાં ગુરુવારે સવારે બકરીએ વિચિત્ર આકૃતિ ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બકરીના બચ્ચાનો ચહેરો કોઈ વૃદ્ધનો હોય એવો જોવા મળ્યો હતો. બચ્ચાનું મોઢું 70થી 80 વર્ષના વૃદ્ધ જેવું દેખાતું હતું.

બચ્ચાની આંખના ઉપર તેમજ દાઢીની જગ્યાએ સફેદ વાળના કારણે બચ્ચાનો દેખાવ વૃદ્ધ જેવો જણાતો હતો.

બકરીએ મનુષ્ય જેવા દેખાતાં બચ્ચાને જન્મ આપવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો કુદરતની આ કરામતને જોવા ઊમટયા હતા. જેમના ઘરે મનુષ્યના મુખ અને શરીરવાળું બચ્ચું જન્મ્યું હતું. તેઓએ કુદરતની આ કરામતને કોઇ દેવશક્તિનું રૂપ માની તેની પૂજા અર્ચના કરી વિધિપૂર્વક દફનાવી દીધુ હતું.જોકે, બકરીની કૂખે મનુષ્યના શરીર અને મુખ આકારનું બચ્ચું જન્મવાની બાબત મેડિકલ સાયન્સ માટે તપાસનો વિષય ચોક્કસ બને છે. મનુષ્યના મુખ અને શરીરવાળા દેખાવના બચ્ચાને જન્મ આપનાર બકરી સ્વસ્થ અને તંદુરસ્ત છે.

બકરીના બચ્ચાને પૂંછડી નહીં

image socure

જૂની સેલટીપાડા રહેતા અજિતભાઈ વસાવા પશુપાલનનો વ્યવસાય કરે છે અને ખેતી પણ કરે છે. તેમને ત્યાં એક બકરીએ વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. બકરીના બચ્ચાનું કપાળ, આંખ, મોઢું અને દાઢી જેવા ભાગો મનુષ્ય જેવા જ હોવાનું જોવા મળ્યું હતું અને આશ્ચર્યની વાત એ છે કે એને અન્ય બકરીના બચ્ચાની જેમ પૂંછડી પણ ન હતી.

નાના બાળકની જેમ જ બકરીનું બચ્ચું રડ્યું

જન્મ પછી માત્ર દસેક મિનિટ જીવેલા બચ્ચા એ બે વખત નાના બાળક જે રીતે રડે એ જ રીતે રડયું હોવાનું નજીકના ઝરીઆંબાના અને ત્યાં જ ઉપસ્થિત એવા વિલાસભાઈએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બચ્ચાના માત્ર ચાર પગ અને કાન જ બકરીના બચ્ચા જેવા હતા, જયારે બાકીનું શરીર માનવી જેવું હતું. સ્થાનિક લોકોએ આ કોઈકે પૂર્વજે જન્મ લીધો છે એવી માનતા સાથે વિચિત્ર આકાર અને કદ સાથે જન્મેલા બકરીના બચ્ચાની પૂજા કરી બાદમાં વિધિ સાથે દફનાવી દીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!