જાણો એવું તો શું થયુ જેના કારણે મહારાષ્ટ્ર સરકારે અચાનક રોકી દીધો રસીકરણ કાર્યક્રમ

મહારાષ્ટ્ર સરકારે સોમવાર સુધી કોરોના રસીકરણ કાર્યક્રમ બંધ કરી દીધો છે. એએનઆઈના એક અહેવાલ મુજબ કોરોના રસીકરણ કાર્યક્રમની દેખરેખ રાખતી કોવિન એપ (CoWIN) માં સર્જાયેલી તકનીકી સમસ્યાઓને આ કાર્યક્રમ બંધ રાખવાનું કારણ આપવામાં આવ્યું છે. રસીકરણ કાર્યક્રમના સંચાલન અને દેખરેખ માટે કોવિન એપ મહત્વપૂર્ણ છે. મહારાષ્ટ્રમાં પ્રથમ દિવસની રસીકરણ અભિયાન શનિવારે દેશના અન્ય ભાગોની જેમ શરૂ થયું હતું. મહારાષ્ટ્રમાં કોરોના રસીકરણ લક્ષ્યના મુકાબલે 65 ટકા રહ્યું. બાકીના લોકો રસીકરણ માટે પહોંચ્યા ન હતા.

1.91 લાખ લોકોને જ રસી આપી શકાય

image soucre

કોવિન એપ્લિકેશનને લઈને આખો દિવસ તકનીકી સમસ્યા સામે આવી હતી. આને કારણે રસીકરણ કાર્યક્રમમાં પણ ઘણી જગ્યાએ વિક્ષેપ ઉભો થયો હતો. ભારતમાં આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ દેશના વિવિધ રાજ્યોમાં રસીકરણ કાર્યક્રમ પૂર્ણ થયા પછી આ વાત કહી હતી. સોમવારે રસીકરણના પ્રથમ દિવસે દેશભરના 3352 રસી કેન્દ્રો પર 3 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવવાની હતી પરંતુ તેમાથી માત્ર 1.91 લાખ લોકોને જ રસી આપી શકાય છે.

આ અભિયાનને મોટી સફળતા મળી છે

image soucre

રસીકરણ લક્ષ્યથી નીચે રહેવા પર સરકારી સુત્રોનું કહેવુ છે કે ઘણી જગ્યાએ રસી લેવામાં લોકોમાં સંકોચ જોવા મળ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે આ અભિયાનને મોટી સફળતા મળી છે. રસીકરણ પછી કોઈને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું નથી અને ફક્ત કોવિન એપ્લિકેશનમાં થોડી સમસ્યાઓ હતી.

image soucre

રસીકરણની જાણકારી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિશિલ્ડ તમામ રાજ્યોને આપવામાં આવી અને કોવેક્સીન 12 રાજ્યોને આપવામાં આવી હતી. પ્રથમ દિવસે રસીકરણમાં 16 હજાર 755 વેક્સીનેટર્સ (વેક્સીન લગાવનાર) સામેલ થયા. દિલ્હીમાં 3403 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. વેક્સીન લીધા બાદ કોઈ આડ અસર થઈ હોવાનો કેસ સામે આવ્યો નથી. જેને લઈને આરોગ્ય વિભાગે ખુશી વ્યક્ત કરી હતી.

કોરોના વિરુદ્ધની લડાઈમાં એક સંજીવની

image soucre

તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, વેક્સીનેશન નિશ્ચિતપણે આપણા બધા માટે કોરોના વિરુદ્ધની લડાઈમાં એક સંજીવની તરીકે પ્રસ્તુત કરવામાં આવી છે. કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણા પગલા વધુ ઝડપી આગળ વધશે તે હવે નિશ્ચિત નજર આવે છે. તો બીજી તરફ આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે.

image source

સવારે 10 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના કુલ ગુજરાતનાં 161 બૂથ પરથી રસી અપાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અમદાવાદ સિવિલમાં રસીકરણનો પ્રારંભ થયો હતો. દરેક બૂથ પર 100 આરોગ્યકર્મીને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે. આમ, પ્રથમ દિવસે 16,000થી વધુ આરોગ્યકર્મચારીઓને રસી આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ