Statue of Unity ખાતે આ રૂટની 8 ટ્રેનો શરૂ કરવામાં આવશે, જાણો સમગ્ર લીસ્ટ

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું હવે વધુ સરળ બનશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે જાણીતી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સુધી સરળતાથી પહોંચવા માટે ભારતીય રેલ્વેએ રેલવેએ કનેક્ટિવીટીનું કામ કર્યું છે. રેલવે નેટવર્ક દ્વારા લોકો દેશના વિવિધ શહેરોથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાથે સરળતાથી પહોંચી શકશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ નવી ટ્રેનો (Special Trains) ને વર્ચુઅલ લીલી ઝંડી આપશે.

સીએમ રૂપાણી રહેશે હાજર

તમને જણાવી દઈએ કે આ શુભ પ્રસંગે કેવડિયા ખાતે સીએમ રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. પીએમ મોદી આજે પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન,ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તો બીજી તરફ આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે. દેશના વિવિધ ભાગોમાંથી કેવડિયાની મુલાકાતે આવતા પ્રવાસીઓને ટ્રાવેલીંગમાં સરળતા રહશે.

રોજગારીની તકો ઉભી થશે

image source

તો બીજી તરફ અહિયા સ્થાનિક લોકો માટે પણ અનેક તકો ઉભી થશે. આ રેલ્વે પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. તમને જણાવી દઈએ કે નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનો જોડશે જેના લીધે આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રેરક બની રહેશે અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે. જેના કરાણે અનેક લોકોને રોજગારી મળશે. તો બીજી તરફ જનશતાબ્દી એક્સપ્રેસમાં નવીનતમ “વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ” બનાવવામાં આવ્યો છે, જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકશે. આમ આજે કેવડિયા એક નવું સિમા ચિન્હ હાંસલ કરશે.

આ આઠ ટ્રેનો શરૂ થશે

1. ટ્રેન નં- 09109/10- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)

2. ટ્રેન નં- 09107/08- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક)

3. ટ્રેન નં- 09119/20- ચેન્નઈ થી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)

4. ટ્રેન નં- 09145/46- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).

5. ટ્રેન નં- 09105/06- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)

6. ટ્રેન નં- 09247/48- અમદાવાદ થી કેવડિયા – જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)

7. ટ્રેન નં- 02927/28- દાદર થી કેવડિયા – દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)

8. ટ્રેન નં- 09103/04- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જોવા લાયક સ્થળો

image soucre

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત ઘણા એવા આકર્ષણો છે જેને જોઈને પ્રવાસીઓનું મન પ્રફુલિત થઈ જશે. જો તમે કેવડિયાની મુલાકાતે જતા હોય તો એક વાર આ જગ્યાએ જવાનું ન ભૂલતા. જેમાં સૌ પ્રથમ વાત કરીએ જેટ્ટી અને એકતા ક્રૂઝ. પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ – એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવેલ છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 40 મિનીટ બોટીંગનો આહલાદક આનંદ માણી શકે છે. આ ઉપરાંત કેવડિયા સ્થિત બટરફ્લાય ગાર્ડન પણ અનેક અનેરૂ આકર્ષણ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે, એ માટે ખૂબ જ નયનરમ્ય આ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ગાર્ડનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.

બટરફ્લાય ગાર્ડન

image source

બટરફ્લાય ગાર્ડન ઉપરાંત કેકટ્સ ગાર્ડનમાં લોકોનું મન મોહી લે છે. સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના કાંઠે 25 એકરમાં ફેલાયેલો છે આ ગાર્ડન. જેમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલો છે. જેમાં પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે. આ ઉપરાંત પ્રવાસીએ રિવર રાફ્ટિંગ મજા પણ માણી શકે છે. એડવેન્ચર ટુરિઝમ માટે આદર્શ સ્થળ છે જેમાં ગુજરાતનું એકમાત્ર રીવર રાફટીંગ ઉપલબ્ધ છે. 4.5 કિ.મી. લંબાઈ અને 9 રેપીડ ધરાવતું આ રીવર રાફટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે.

એક્તા નર્સરી

image soucre

અહી આવતા પ્રવાસીઓ માટે એક્તા નર્સરી એક અનેરો અનુભવ કરાવે છે. વિવિધ છોડના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર 10 એકરમાં પથરાયેલ આ એકતા નર્સરી પ્રવાસીઓને અધ્વિતીય અનુભવ કરાવે છે. એકતા નર્સરીની સાથે સાથે વિશ્વ વન પણ જોવા લાયક સ્થળ છે. અહીં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે, જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીને જે-તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય છે.

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક

image source

તો બીજી તરફ કેવડિયા સ્થિત ઈકો બસ-ટુરિઝમ યાત્રિકોને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું ઉત્તમ સ્થળ છે. ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે. આ ઉપરાંત આરોગ્ય વન પણ એક એદભૂત માણવા લાયક સ્થળ છે. માનવ સમુદાયને સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. આ ઉપરાંતયોગ અને ધ્યાન સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ લોકોને આકર્ષિત કરે છે.થીમ બેઝ પાર્ક 35,000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ