કોરોના મહામારીમાં લોન્ગ ડ્રાઈવ પર જતા પહેલા સાથે રાખી લો આ ટૂલ્સ, નહીં પડે તકલીફ

જો તમે કોરોના મહામારીમાં તમારી કારથી ક્યાંક લાંબી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે તમારી કારમાં કેટલીક ચીજોને સાથે રાખવી જરૂરી રહે છે. લાંબા સફરમાં કેટલીક ઈમરજન્સી આવે અને કોઈ મદદ ન મળે તો આ ટૂલ્સ તમારી મદદ કરી શકે છે.

image source

કોરોનામાં ટ્રાવેલિંગનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ તેમ છતાં જો તમે કામથી ક્યાંક જાઓ છો તો તમારે કાર લઈને જવાનો આગ્રહ રાખવો. એવામાં કારથી ટ્રાવેલિંગ સમયે તમે કેટલાક ટૂલ્સને કારમાં સાથે રાખો. રસ્તામાં જો કોઈ કારણે કાર બંધ થશે તો કોઈ ઈમરજન્સી આવશે તો તમને મુશ્કેલી થઈ શકે છે. ખાસ કરીને આજકાલના સમયમાં જ્યારે કોરોનાના કારણે લોકડાઉનના કારણે માર્કેટ બંધ રહેતા હોવાથી તમને મુશ્કેલી આવી શકે છે.

image source

અનેક લોકો એકમેકની મદદ કરવાથી ડરે છે. એવામાં જો તમે કારમાં કોઈ ખરાબી અનુભવો છો તો લોકો મદદ કરવામાં સંકોચ કરે તે સ્વાભાવિક છે. આ મુશ્કેલ સમયમાં તમારી કારમાં આ જરૂરી ટૂલ્સ હશે તો તમે રાહત મેળવી શકો છો. તો જાણો કયા ટૂલ્સને કારમાં સાથે રાખી લેવા જરૂરી છે.

સ્ટેપની અને જૈક

image source

ટ્રાવેલિંગ સમયે સ્ટેપની અને જૈકને સાથે રાખવું જરૂરી છે. આમ તો કારમાં સ્ટેપની આવે છે પણ કોઈ કારણ સર તમે તેને બહાર કાઢી હોય તો તમે ટ્રાવેલિંગ પહેલા તેને ચેક કરી લો તે ડરૂરી છે. જૈક અને અન્ય કિટ પણ કારમાં સાથે રાખો. ટાયર ચેન્જ કરવાની જરૂર પડે તો આ ટૂલ્સની મદદથી તમે જાતે જ તેને ચેન્જ કરી શકશો.

પંક્ચર કિટ

આમ તો કારમાં ટ્યૂબલેસ ટાયર હોય છે. એવામાં પંક્ચર થાય તો એકસાથે હવા નિકળતી નથી. તેમ છતાં જો તમે લાંબા સફર પર જઈ રહ્યા છો તો પંક્ચર કિટની સાથે એર કંમ્પ્રેસર પણ લઈ જાઓ. પંક્ચરની હાલતમાં તેને ફિક્સ કરી શકાશે અને સાથે એર કમ્પ્રેસરથી હવા ભરી શકાશે. આ ટૂલ્સ મોંઘા આવતા નથી પણ ઈમરજન્સીમાં કામ આવે છે.

ઈમરજન્સી કિટ

image source

કારમાં ટ્રાવેલિંગ સમયે સૌથી જરૂરી છે ઈમરજન્સી કિટ. તેમાં તમે એક બ્લેન્કેટ, ડ્રાયફ્રૂટ્સ, સૂકા નાસ્તા, દવાઓ, પાણી અને ટોર્ચને સાથે રાખો. આ સિવાય સેફ્ટી માટે એક એસટિગ્યુશર પણ સાથે રાખો. લાંબા સફરમાં ઈમરજન્સી ટ્રાયંગલ રાખી લેવું જેથી કાર ખરાબ થાય તો તેને કારની પાસે રાખો અને અન્ય વાહનને પણ એલર્ટ મળી રહેશે. તેના સિવાય ઈમરજન્સી માટે સીટ બેલ્ટ કટર અને વિંડો કટર પણ સાથે રાખો. નાનું ટૂલ મુસીબતમાં કામ આવી શકે છે. કોઈ કારણે કારમાં ફસાઈ જાવ તો તેની મદદથી બહાર આવી શકાય છે.

જંપર કેબલ

image source

જંપર કેબલ પણ કામનું ટૂલ છે. અનેક વાર ટ્રાલેલિંગમાં પાર્કિંગમાં કારની બેટરી ડાઉન થાય છે અને પછી કાર બંધ થઈ જાય છે. એવામાં જંપર કેબલની મદદથી કોઈ અન્ય કારની બેટરીમાં કેબલ જંપર લગાવીને બેટરીને ચાર્જ કરી શકાય છે.

અન્ય જરૂરી ટૂલ્સ

image source

દૂરના સફરમાં એક ટો કેબલ પણ કામનું ટૂલ છે. અજાણી જગ્યાએ કોઈ મિકેનિક કે સર્વિસ સેન્ટરનું સરનામુ કે ફોન નંબર તમારી પાસે હોતો નથી. એવામાં જો કોઈ કારણે કાર બંધ થઈ જાય તો તેને કેબલની મદદથી પાસેના મિકેનિકની પાસે લઈ જઈ શકાય છે. આ સિવાય કારમાં મિની ટૂલ કિટ હોવી જરૂરી છે. કેમકે મુસાફરીમાં કાર બંધ થવી અને કાર પાર્ટ ખોલવા પડે તો ટૂલ કિટથી ખૂલી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!