Covid-19: કોરોના વાયરસ કેટલા સમય સુધી જીવલેણ રહેશે, જાણો આ વિશે શું કહે છે નિષ્ણાંતો

ચીનથી આવેલા કોરોના વાયરસે દુનિયાભરના દેશોમાં કાળો કહેર વર્તાવ્યો છે. લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જ્યારે હજારો લોકોના મોત થયા છે. એવામાં કોરોના વાયરસને લઈને એક નવું રિસર્ચ સામે આવ્યું છે. ભારત કોરોના રોગચાળાની બીજી લહેર સામે લડી રહ્યું છે, અને દેશને જીવનરક્ષક ઓક્સિજન ગેસ અને મહત્વની દવાઓ મેળવવામાં એક મોટો પડકાર ઉભો થયો છે. દરમિયાન, અગ્રણી આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ભારતે ઓછામાં ઓછા આગામી બેથી ત્રણ વર્ષ સુધી પોતાને તૈયાર કરવાની જરૂર છે.

image source

નિષ્ણાતોએ ગુરૂવારે કહ્યું કે દેશમાં ઓછામાં ઓછા આવતા 2-3 વર્ષ સુધી પોતાને લાંબી અવધિ માટે તૈયાર કરવાની જરૂર છે, ત્યાં સુધી કે જ્યાં સુધી આપણી પાસે ઓરલ દવા ઉપલબ્ધ ન થઇ જાય, જે વાયરસને નાબૂદ કરી શકે છે.

image source

નિષ્ણાંતોએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રવર્તતી હાલની ભયાનક પરિસ્થિતીથી વિપરીત, આગામી કેટલાક વર્ષો માટે એક સુસ્પષ્ટ યોજના બનાવવાની જરૂર છે, કારણ કે રોગચાળો મોસમી ફલૂ જેવી બિમારી તરીકે રહેવાની સંભાવના છે.

images source

મેદાંતા-ધ મેડિસિટીનાં ચેપી રોગના નિષ્ણાંત ગુપ્તાએ આઈએએનએસને જણાવ્યું કે, ‘ભવિષ્ય એક રહસ્ય છે. જો સ્ટ્રેન ચેપી રહે છે, તો કોવિડ લાંબા સમય સુધી ટકી શકે છે અને તે આવતા વર્ષોમાં આપણા પર જોરદાર હુમલો કરી શકે છે.’

image source

તેમણે કહ્યું કે આ માટેની આદર્શ સ્થિતિ ઓરલ ડ્રોપ દવાઓ હશે, જે વાયરસને અસરકારક રીતે નાબુદ કરી શકે છે અને તે ઓપીડીના આધારે વાપરવા માટે સલામત પણ હોવી જોઈએ. ત્યાં સુધી માસ્ક, હાથની સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સ આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે અને તે આપણા જીવનનો એક ભાગ હોવો જોઈએ.

image source

શિકાગોની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના સંશોધકોનાં જણાવ્યા અનુસાર, કોવિડ -19 ફ્લૂની જેમ મોસમી હોઈ શકે છે. હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલના સિનિયર પલ્મોનોલોજિસ્ટ વી. રમન પ્રસાદના જણાવ્યા અનુસાર, કોવિડ હવે અન્ય કોઈ પણ જાતની બીમારીની જેમ સમુદાયમાં કાયમ રહેવાનો છે.
પ્રસાદે જણાવ્યું, ‘કોઈ પણ દેશ માટે એકમાત્ર વિકલ્પ એ છે કે તેના મોટાભાગનાં લોકોને રસી આપવામાં આવે, જેથી રોગની ભયાનક્તા ઓછી થાય અને તે જીવલેણ બની શકે નહીં. બે-ત્રણ વર્ષ પછી, તે સામાન્ય હશે અને આપણે સ્વાઈન ફ્લૂ જેવા કોવિડ કેસોનાં છૂટાછવાયા ઉછાળા જોઈ શકીએ છીએ.’

image source

જયપુર ચેસ્ટ સેન્ટરના સિનિયર પલ્મોનોલોજિસ્ટ શુભ્રાંશુએ જણાવ્યું કે, લાગે છે કે સ્થિતી સામાન્ય થવામાં લગભગ એક કે બે વર્ષનો સમય લાગી શકે છે, જો આપણે વધુને વધુ લોકો રસી અપાય અને સામાજિક અંતર જાળવી રાખે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!