નવા ખતરાથી હાહાકાર: કોરોના ફેફસાં સિવાય શરીરના આ 5 અંગોને પણ કરી રહ્યો છે અસર, વાંચી લો તમે પણ આ ચોંકાવનારો રિપોર્ટ

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસ ફક્ત ફેફસાને જ નહી પરંતુ કીડની, બ્રેઈન, પેન્ક્રિયાઝ, લીવર અને હાર્ટ સુધી પહોચીને ખુબ જ ઘાતક અસર બતાવી રહ્યો છે.

-AIIMS હોસ્પિટલનો ચોંકાવનારો રીપોર્ટ.

-કોરોના વાયરસ ફેફસા સિવાય શરીરના અન્ય અંગોને પણ પ્રભાવિત કરે છે.

-કીડની, બ્રેઈન, પેન્ક્રિયાઝ, લીવર અને હાર્ટને પણ પ્રભાવિત કરે છે.

image source

કોરોના વાયરસને સંબંધિત AIIMS હોસ્પિટલનો આશ્ચર્યજનક રીપોર્ટ સામે આવ્યો છે. આ રીપોર્ટ માટે ભોપાલમાં સ્ટડી કરવામાં આવી છે આની સાથે જ આ રીપોર્ટને મેડીકલ જર્નલમાં પબ્લિશ કરવા માટે મોકલી દેવામાં આવ્યો છે. AIIMS હોસ્પિટલનો આ રીપોર્ટ ખાસ કરીને કોરોના વાયરસના દર્દીના પોસ્ટમોર્ટમ કરતા સમયે કરવામાં આવ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત ૨૧ દર્દીઓના મૃતદેહના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ ફક્ત ફેફસા જ નહી, પરંતુ કીડની, બ્રેઈન, પેન્ક્રિયાઝ, લીવર અને હાર્ટ સુધી પહોચી જાય છે અને ઘાતક અસર બતાવી રહ્યો છે.

AIIMS હોસ્પિટલના રીપોર્ટમાં શું જાણવા મળ્યું છે?

image source

AIIMS હોસ્પિટલના આ રીપોર્ટ પરથી એ પણ માહિતી મળી આવી છે કે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના મૃત્યુ થયાના ૨૦ કલાક બાદ પણ કોરોના વાયરસ દર્દીના શરીરમાં જોવા મળી જાય છે. કોરોના વાયરસથી મૃત્યુ પામેલ દર્દીનો આરટીપીસીઆર રીપોર્ટ પણ પોઝેટીવ આવે છે. ઓગસ્ટ મહિનાથી નવેમ્બર મહિના સુધી ૨૧ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જેમાં કોરોના વાયરસ દર્દીના ૪૫% બ્રેઈન કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યું હતું.

image source

ત્યારે ૯૦% કોરોના વાયરસ દર્દીઓના ફેફસાની સાથે જ કીડનીમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું હતું. એટલું જ નહી, ૩૫% કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મૃતદેહના પેન્ક્રિયાઝમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળી આવ્યું હતું. ૨૧ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મૃતદેહના એટોપ્સી રીપોર્ટ માંથી ૨૦ દર્દીઓ અગાઉથી જ અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમાંથી એક મૃતક વ્યક્તિ એવી હતી જેને કોરોના વાયરસ પહેલા અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહ્યો હતો નહી. આ સાથે જ એટોપ્સી પહેલા દેશમાં ક્યારેય પણ થયું છે નહી. આની સાથે જ જરૂરી પરવાનગી પણ મળી શકી નથી.

image source

AIIMS હોસ્પિટલના એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, કોરોના વાયરસનું સંક્રમણ દર્દીના ફેફસાને જ પ્રભાવિત નથી કરતા પરંતુ કોરોના વાયરસનું સંક્રમણ શરીરના મહત્વના ૫ અંગોને પણ ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong