છેલ્લા 24 કલાકમાં કોરોના હળવો પડ્યો, જાણો શું છે સ્થિતિ, જો કે 3 દિવસના પ્રવાસ બાદ ભાજપના આ રાષ્ટ્રીય અધ્યક્ષ કોરોનાની ઝપેટમાં આવ્યા

હાલમાં કોરોના સમગ્ર રાજ્યમાં અને દેશમાં પણ ગતિથી વધી રહ્યો છે. ત્યારે મોટા મોટા દિગ્ગજો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. નેતા હોય કે અભિનેતા કોરોના કોઈને છોડી રહ્યો નથી એવી પરિસ્તિથિ છે. ત્યારે હવે વધારે એક ભાજપના નેતા કોરોનાના ઝપેટમાં આવી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા તેઓ બંગાળના પ્રવાસે ગયા હતા. ત્યાં 9 અને 10 ડિસેમ્બરે તેઓએ રોડ શો અને રેલીઓ કરી હતી. તેની આજુબાજુ પણ કેટલાક લોકો જોવા મળી રહ્યા હતા.

જો મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો નડ્ડાએ સોશિયલ મીડિયા પર પોતે સંક્રમિત થયાની જાણકારી આપી છે. આ સાથે જ આગળના તમામ કાર્યક્રમોને પણ રદ કરી દેવાયા છે. નડ્ડાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા મે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોની સલાહ મુજબ હું હોમ આઈસોલેશનના તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. મારા સંપર્કમાં આવનાર તમામ લોકો પોતાને આઈસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવે. તો બીજી બાજુ વાત કરવામાં આવે તો દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3 હજાર 138 એક્ટિવ કેસ ઘટ્યાં છે.

image source

ભારતમાં કુલ કેસોનો આંકડો જોવા જઈએ તો દેશમાં દર 10 લાખની વસતિમાં 1.10 લાખ લોકોની તપાસ થઈ રહી છે. અમેરિકામાં આટલી જ વસતિમાં 6.55 લાખ અને બ્રાઝિલમાં 1.20 લાખ લોકોની તપાસ થઈ રહી છે. હવે ભારતમાં કુલ 3 લાખ 54 હજાર 904 એક્ટિવ કેસ છે, એટલે કે આટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે છેલ્લા 148 દિવસમાં સૌથી ઓછા છે.આ પહેલા 17 જુલાઈએ દેશમાં 3 લાખ 59 હજાર 679 એક્ટિવ કેસ હતા. આ સાથે જ વાત કરીએ તો 138 કરોડની વસતીમાં માત્ર 11.74% એટલે કે 15 કરોડ 26 લાખ લોકોનો કોરોના ટેસ્ટ થઈ શક્યો છે. જેમાંથી 6.45% એટલે કે 98.57 લાખ લોકો સંક્રમિત થયા છે. દેશના ટોપ-10 સંક્રમિત રાજ્યોમાંથી સૌથી વધુ ટેસ્ટિંગ રાજધાની દિલ્હીમાં થયું છે.

image source

જો દિલ્હીની વાત કરવામાં આવે તો ત્યાં બે કરોડની વસતિમાં અત્યાર સુધી 33.61% લોકોની તપાસ થઈ ચુકી છે. એટલે કે દર 100 નાગરિકમાં 33 લોકોનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે. આ કેસમાં આંધ્રપ્રદેશ બીજા નંબરે છે. ટેસ્ટિંગના મામલામાં રાજસ્થાનની સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં 7.7 કરોડ લોકોમાં અત્યાર સુધી 6.16% લોકોની તપાસ થઈ શકી છે. જો દેશનો કુલ આંકડો જોઈએ તો દેશમાં અત્યાર સુધી 98 લાખ 57 હજાર 380 લોકો કોરોનાના સંકજામાં આવી ચુક્યાં છે. જેમાં 3 લાખ 54 હજાર 904 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 93 લાખ 56 હજાર 879 લોકો સાજા થઈ ચુક્યાં છે. 1 લાખ 43 હજાર 055 લોકોના મોત થઈ ચુક્યાં છે.

image source

દેશની સાથે સાથે જો ગુજરાતની વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1204 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,26,508એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4160એ પહોંચ્યો છે. જ્યારે 1338 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 92.21 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ