હાલમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને લઈને લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હાલમાં ઠંડીની લહેર પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ઠંડી લઇને આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે અને ત્યારબાદ 22 ડિસેમ્બરથી ઉત્તર ભારત સહિત અનેક જગ્યાઓ પર ઠંડીનું પ્રમાણ વધશે. જેને કારણે દેશભરમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં શીત લહેર જોવા મળશે. જેથી પારો નીચો ગગળશે અને ઠંડીનું પ્રમાણ વધશે
રાજ્યમાં 16 થી 18 વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે

તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 16 થી 18 વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે. 22 ડિસેમ્બરથી 27 સુધી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે 27 થી 30 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. હાલમાં મધ્ય ગુજરાતમાં 14 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યુ છે. જો કે 22 ડિસેમ્બર બાદ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડિસામાં ન્યૂયત્તમ તાપમાન 9 ડિગ્રી જોવા મળશે. જો કે આ સાથે કચ્છમાં પણ ઠંડી વધશે. જ્યારે ગુજરાતમાં 27 થી 30 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્ય પર તેની અસર

રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્ય પર તેની અસર જોવા મળી રહી છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં પણ વધારો થશે. રાજસ્થાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ગુજરાતમાં આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા ત્રણ દિવસ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
વહેલી સવારથી જ ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ

હાલમાં રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. થોડા દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોના ઉભા રવિ પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી છે. ત્યારે હવે રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. વહેલી સવારથી ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં ઠંડીનો પારો ગગડયો છે. જેને લઈને લોકોને બહાર નિકળવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ઠંડીની સાથે સાથે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીનું જોર ધીરે-ધીરે વધશે

જો રાજ્યમાં ઠંડીની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઠંડા શહેર તરીકે નલિયા ફરી મોખરે રહ્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટ 15.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીનું જોર ધીરે-ધીરે વધશે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
અમદાવાદમાં આજે પણ ઠંડીનું જોર વધ્યું

અમદાવાદમાં આજે પણ ઠંડીનું જોર અનુભવાયું છે. શહેરના વાતાવરણમાં ધુમ્મસ છવાયું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું જોર વધશે. આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બ સિસ્ટમ વિખેરાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બ સિસ્ટમ વિખેરાતા 4થી 5 દિવસ ઠંડી વધશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધશે. રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ