જો તમે કોરોના વાયરસ છે કે નહીં એ જાણવા HRCT ટેસ્ટ કરાવતા હોવ તો ચેતી જજો, કારણકે આ ટેસ્ટ તો…

રેડિયો ડાયગ્નોસિસ માટેના હાઈ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી સિટી સ્કેન અર્થાત HRTC સ્કેનને કોરોનાનો ટેસ્ટ માનવો તદ્દન ખોટુ છે. કોવિડ-૧૯ વાયરસના ચેપના પ્રાથમિક તબક્કે HRTC સ્કેન સલાહભર્યો નથી. કોરોના વાઈરસનું સંક્રમણ જાણવા RT-PCR અને રેપીડ એન્ટીજન ટેસ્ટ જ કરવામાં આવે છે. રેડિયો ડાયોગ્નોસીસમાં HRCT સ્કેનનો ઉપયોગ વાઈરસની અસર જોવા કરાય છે. હાઇરિઝોલ્યુશન કમ્પ્યૂટર ટોમોગ્રાફી (HRCT) ને કોરોનાનો ટેસ્ટ માનતા લોકોએ ચેતવાની જરૂર છે.

image source

સિવિલના રેડિયોલોજી વિભાગના ડો. પંકજ અમીન જણાવે છે કે, એચઆરસીટીમાં વ્યક્તિની છાતીએ 1 હજાર એક્સ-રે જેટલું રેડિએશન ઝીલવું પડે છે માટે ડોક્ટરની સલાહ વગર આ ટેસ્ટ કરાવવો જોઈએ નહીં. કારણ કે HRCT સ્કેન વાસ્તવમાં કોરોનાનો ટેસ્ટ જ નથી. આ ટેસ્ટ કરાવવો જોઈએ પરંતું આ ટેસ્ટ માટેનો ચોક્કસ તબક્કા હોય છે. કોરોનાની શરૂઆતમાં જ આ ટેસ્ટ કરાવવો સલાહભર્યો નથી.

image source

આ ટેસ્ટ 10-15 સેકન્ડમાં રિપોર્ટ આપે છે. કોરોના પ્રારંભિક તબક્કામાં હોય તો આ ટેસ્ટથી ડિટેક્ટ થતો નથી. જેથી 5-7 દિવસ પછી ફરી ટેસ્ટ કરવો પડે છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે અને શરૂઆતના તબક્કે એચઆરસીટી કરવામાં આવે તો પણ રિપોર્ટ સામાન્ય આવવાની શક્યતા પ્રબળ રહેલી છે માટે પ્રાથમિક તબક્કે આ ટેસ્ટ સલાહભર્યો નથી.
નાના શહેરોમાં HRTCને આધારે સારવારનો ધંધો ધમધોકાર

image source

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં જાગૃતિને કારણે RT-PCR અને એન્ટીજન ટેસ્ટને આધારે કોવિડ-૧૯ના પ્રોટોકોલ હેઠળ દર્દીઓની સારવાર થાય છે. પરંતુ, નાના શહેરો, જિલ્લા- તાલુકા મથકોમાં તો સામાન્ય શરદી- ઉધરસ, કફમાં દર્દીઓને સીધા જ HRTC કરાવી તેના રિપોર્ટમાં દર્શાવાતા સ્કોરને આધારે કોરોનાની સારવારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે.

image source

ઉત્તર ગુજરાત – સૌરાષ્ટ્રના અનેક નાના શહેરોમાં ડોક્ટરો, હોસ્પિટલોમાં HRTCને આધારે જ કોવિડ-૧૯ની ટ્રિટમેન્ટના પેકેજ ઓફર કરાયાની અનેક ફરિયાદો પણ સરકાર સુધી પહોંચી હતી. કોરોનાના નિદાન માટે RT-PCR અને એન્ટીજન ટેસ્ટ વગર સારવાર થવાને કારણે ઘણી વખત ખરેખર જેમને કોરોના વાયરસ નહોતો તેવા દર્દીઓને પણ ચેપ લાગ્યો અને કેસ ફેલ થવાના બનાવો પણ બહાર આવ્યા છે. RT-PCR અને એન્ટીજનને બદલે જ કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સીધા ઈમેજીંગ સેન્ટરોમાં HRTC સ્કેનિંગ માટે મોકલવામાં આવતા રૂ.૩૫૦૦થી રૂ.૬૦૦૦ સુધીના ખર્ચા પણ થાય છે.

HRTCમાં બતાવાતો CS સ્કોર શું છે ?

image source

HRTC સ્કેનિંગમાં આવતો કોરેડ સ્કોર- CS સ્કોર એ વાયરસે કેટલા પ્રમાણ અસર કરી છે ? ફેફસાનો કેટલો ભાગ ચેપગ્રસ્ત છે કે ફેફસામા કેટલો બગાડ કર્યો છે તે જણાવે છે. મનુષ્યના શરીરમાં બે ફેફસા હોય છે, જમણા અને ડાબા ફેફસામાં બે (Lobule) લોબ હોય છે. તે પૈકી કયા લોબમાં વાયરસની કેટલી અસર છે તે CS સ્કોર ૨૫ અથવા ૪૦માંથી આપવામાં આવે છે. જો CS સ્કોરનો સરવાળો ૮થી નીચે હોય તો હળવી અસર, ૮થી ૧૫ વચ્ચે હોય તો મધ્યમ અને ૧૫થી વધુ હોય તો થોડી ગંભીર અસર મનાય છે. વધુ ગંભીર અસરમાં દર્દીને ઓક્સિજન અથવા વેન્ટીલેટર પર રાખવા પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ