અમદાવાદીઓ ચેતજો, ધડાધડ વધી રહ્યા છે કોરોનાના કેસ, સિવિલમાં થયા રેકોર્ડ બ્રેક દર્દીઓ દાખલ, આંકડો જાણીને આવી જશે ચક્કર

દિવાળી તો આવીને જતી રહી પણ અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર હતો એમ નો એમ જ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રજનીશ પટેલે કહ્યુ છે કે ઓક્ટોબર મહિનામાં રોજના દસ દર્દીઓ આવતા હતા હવે નવેમ્બરમાં હાલના સમયમાં રોજના 100થી 125 જેટલા દર્દીઓ આવી રહ્યા છે.

વેન્ટીલેટર બેડ થઇ ગયા એકદમ ફૂલ

image source

તમને જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો સામે આવ્યા છે. એટલું જ નહીં 112 જેટલા દર્દીઓ તો એકદમ ગંભીર પરિસ્થિતિમાં અમદાવાદ હોસ્પિટલમાં દાખલ થયા છે તો બીજી બાજુ આપણા કોરોના વોરિયર્સ પણ ખડે પગે બધા જ દર્દીઓની સારવાર માટે ઉભા છે. આવી સ્થિતિમાં અચનાક જ બેસતા વર્ષના બીજા દિવસે કોરોના વાયરસના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાઈ રહી છે.

દર્દીઓનો આંકડો વાંચશો તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે.

image source

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બેસતા વરસના બીજા દિવસે એટલે કે મંગળવારના રોજ રેકોર્ડબ્રેક ૧૧ર કોરોનાના કેસ આવ્યા હતા. આ નવા આવેલા ૧૧ર કેસમાંથી મોટા ભાગના દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.જેના કારણે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોમાં પણ દોડધામ મચી ગઈ છે.

image source

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 665 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. અને હવે સ્થિતી એવી છે કે રોજે રોજ સિવિલ હોસ્પિટલના વોર્ડ ફૂલ થઇ રહ્યા છે. વાત કરીએ ગઈ કાલની યો ગઈ કાલે રાતે વધુ એક નવો વોર્ડ ખોલવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. અને વધુ એક આઇસીયુ વિંગ પણ ફૂલ થઇ છે.

image source

હાલ સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં 200 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. હવે પરિસ્થિતિ ગંભીર બનતા સિવિલમાં આઇસીયુના વધુ વોર્ડ ખોલવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે 5 નવેમબર પછી અચાનક જ કોરોનાના દર્દીઓમાં વધાર નોંધાયો છે. 5 નવેમ્બર સુધી સરેરાશ 30 થી ૩પ જેટલા કોરોના દર્દીઓ આવતા હતા. જે સંખ્યા હવે વધી ને સવાસો દર્દીઓની થઈ ગઈ છે. આ સાથે જ રજનીશ પટેલે કહ્યુ કે સિવિલ હોસ્પિટલમા આવતા મોટા ભાગના કોરોનાના દર્દીઓની સ્થિતી ગંભીર હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ