અરે બાપ રે, એપલ કંપનીને 840 કરોડ રૂપિયાનો દંડ ફટાકાર્યો, જાણો દુનિયાની સૌથી મોટી ટેક કંપની પર કેમ કરી કાર્યવાહી

2020 આખી દુનિયા માટે આકરું રહ્યું છે એ જ રીતે હવે ટેક દિગ્ગજ એપલ પર પણ 2020માં એક મોટી મુશ્કેલી આવી પડી છે. દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલને 11.3 કરોડ ડોલર (અંદાજે 840 કરોડ રૂપિયા)નો દંડ ફટકારાયો છે. આ સાથે જ ટેકનોલૉજીની દુનિયામાં પોતાની આગવુ નામ કમાવનારી એપલ કંપની ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. ખરેખર કંપનીને batterygate મામલામાં સમાધાન કરવા માટે 113 મિલિયન ડૉલર એટલે કે લગભગ 8.3 અબજ રૂપિયાનો દંડ ભરવો પડશે. કંપની પોતાના જુના આઇફોન યૂઝર્સને સ્લૉ કરવાનો દંડ ભોગવશે, આ દંડ ટૉટલ 45.54 અબજ રૂપિયા આપીને ભોગવશે.

image source

તો આવો જાણીએ રે આખરે એવું બધું શું થઈ ગયું. બન્યું કંઈક એવું કે, ત્રણ વર્ષ પહેલા એપલે એવુ અપડેટ રિલીઝ કર્યુ હતુ કે જેના કારણે કંપનીના જુના ફોન ધીમા પડી ગયા હતા, અને આની જાણકારી કંપનીએ યૂઝર્સને પહેલાથી આપી દીધી હતી. એપલના આ અપડેટ બાદ જુના આઇફોન સ્લૉ થઇ ગયા. જ્યારે લોકોએ આની ફરિયાદ કરી તો કંપનીએ સ્પષ્ટતામાં કહ્યું કે ફોનમાં પ્રૉબ્લમ ના આવે અને બેટરીના કારણે ફોન બંધ ના થઇ જાય, એટલા માટે કંપનીએ આવુ કર્યુ છે.

image source

કંપનીએ તો કહી દીધું પણ મામલો ડખે ચડી ગયો. કારણ કે લોકોને કંપનીની આ સ્પષ્ટતા કોઇને ગમી નહીં, અને લોકોએ અંદાજો લગાવ્યો કે એપલ લોકોને નવો આઇફોન ખરીદવા માટે જુના આઇફોનને સ્લૉ કરી રહી છે. સાથે જ આ પછી અમેરિકાના લગભગ 34 રાજ્યોએ એપલ વિરુદ્ધ કોર્ટમાં જવાનો ફેંસલો કર્યો, વળી એરિઝોનાના એટોર્ની જનરલ માર્ક બર્નોવિકે પોતાના એક નિવેદનમાં કહ્યું કે મોટી કંપનીઓને યૂઝર્સને ગેરમાર્ગે ના દોરવા જોઇએ, અને પોતાની પ્રૉડક્ટ્સ પ્રેક્ટિસીસ વિશે તેને પહેલાથી જાણ કરવી જોઇએ.

image source

માર્ક બર્નોવિકે તેમની વાતમાં આગળ કહ્યું મોટી ટેકનોલૉજી કંપનીઓ જો પોતાના ગ્રાહકો સાથે સત્ય છુપાવે છે તો હું કંપનીઓને પોતાના કારનામાઓની જવાબદારી અપાવવા માટે પ્રતિબદ્ધ છું. તો વળી બીજી તરફ અમેરિકન કોર્ટે એપલ તે તમામ અમેરિકન યૂઝ્સને 25 ડૉલર આપવાનો આદેશ કર્યો છે, જે આ અપડેટથી પ્રભાવિત થયા છે. આ અપડેટથી iPhone 6, iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus અને iPhone SE પ્રભાવિત થયા છે. જો કે એપલે આમ છતાં પોતાની ભૂલ માનવા તૈયાર નથી.

2018માં પણ થયો હતો વિવાદ

image source

2018માં પણ એપલને લઈ વિવાદ સામે આવ્યો હતો. એપલ મોબાઈલના એપ સ્ટોરમાં કંપનીએ ટેલિફોન, રેગ્યુલેટરી ઓથોરિટિ ઓફ ઈન્ડિયાએ (ટ્રાઈ) તૈયાર કરેલા ‘ડુ નોટ ડિસ્ટર્બ એપ ઉપલબ્ધ કરી નહોથી. જે અંગેનો વિવાદ એપલ અને ‘ ટ્રાઈ’ વચ્ચે ચાલ્યો હતો. એપલ મોબાઈલમાં ‘ ડી. એન.ડી. ‘ એપ ઉપલબ્ધ કરાવવા ટ્રાઈએ કંપનીને ફરજ પાડી છે.ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, જો આ અંગે બંને વચ્ચે કોઈ સમાધાનકારી ઉકેલ નહી આવે તો છ મહિના બાદ એપલ મોબાઈલ ફોન ઠપ થઈ જવાની સંભાવના છે.

image source

એપલ મોબાઈલના એપસ્ટોરમાં ટ્રાઈની ડી.એન.ડી. -02 એપ રાખવામાં આવતી નથી. કારણ કે, આ એપ આવતા અને જતા દરેક ફોન કોલ્સ અને એસએમએસનું ‘મોનિટરિંગ’ કરે છે. એપલ કંપની પોતાના પ્રાઈવસી નોર્મ્સ મુજબ આવું ટ્રાઈનું ફિચર કોઈપણ એપલ પ્રોડકટ પર અથવા આઈ.ઓ. એસ. પ્લેટફોર્મ પર આપી શકતુ નથી. કારણ કે આવી એપ ગ્રાહકોની ગુપ્તતા અને સુરક્ષાનો ભંગ કરે છે. ટ્રાઈની આ ડી.એન.ડી-02 એપ દેશમાં દરેક સ્માર્ટ ફોન ગ્રાહકને અન વોન્ટેડ કોલ્સ અને એસ.એમ.એસ.થી રક્ષણ આપવા માંગે છે તેની સાથે સાથે દરેક સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારાના ઈનકમિંગ આઉટ ગોઇંગ કોલ્સ અને એસએમએસની જ્યારે માહિતી જોઈએ ત્યારે મેળવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ